SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સૂયગડો-૧/૩/૧/૧૬૯ છે જેવી રીતે જળના અભાવમાં અથવા અલ્પ જળમાં માછલા વિષાદને પામે છે. [૧૭૦-૧૭૧] બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું દુસહ છે. તે ઉપરાંત કેટલાંક અવિવેકી માણસો સાધુઓને જોઈને કહે છે કે આ દુભગી પોતાના પૂર્વકત કર્મનું ફળ ભોગવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રજિત પુરુષ પણ વિષાદને પામે છે. [૧૭૨] ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ કૂર કુતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદમતિ સાધુ અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુખી બની જાય છે. [૧૭૩]કોઈ કોઈ સાધુના દ્વેષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વકર્મના ફળ ભોગવે છે. [૧૭૪-૧૭૫] કોઇ કોઈ પુરુષ જિનકલ્પી વગેરે સાધુને જોઇને એવા વચનનો પ્રયોગ કરે છે. આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, લુખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે. અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે સાધનો અને સન્માર્ગનો દ્રોહ કરનાર સ્વયે અજ્ઞાની મોહથી વેષ્ટિત થયેલ મૂર્ણ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે એટલે કે કુમાર્ગગામી થાય છે. [૧૭] દેશ-મશક પરિષહથી પીડિત તથા તૃણની શય્યાના સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એમ વિચારે કે આ દુષ્કર અનુષ્ઠાન પરલોકના માટે કરાય છે પરલોક તો મેં જોયો નથી. હા, આ કષ્ટથી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે. [૧૭૭ કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત મૂર્ણ પુરષ દક્ષા ધારણ કરીને એવો દુઃખી થાય છે જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. [૧૭૮-૧૮૦] જેનાથી આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત કોઈ અનાર્ય પુરુષ સાધુને પીડા પહોંચાડે છે. કોઈ અનાર્ય દેશના સીમા પર વિચરનાર સુવ્રતધારી સાધુને આ જાસૂસ છે, ચોર છે, એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને ભર્ચના કરે છે. અનાર્ય દેશની સીમા પર વિચરનાર સાધુને તે અનાર્ય પુરષ લાકડીથી, મૂકીથી, ફળથી તેમજ તલવાર વગેરેથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રીને રસ્તામાં કોઈ ચોર આદિ લૂટે તો તે સમયે તેણી પોતાના પતિ વગેરેને યાદ કરે છે તેમ કાયર સાધુ પરિષહ આવતાં પોતાના સ્વજનોનું સ્મરણ કરે છે. [૧૮૧ જેમ બાણોથી વિંધાયેલ હાથી સંગ્રામમાંથી ભાગી જાય છે, તેમ શિષ્યો! પૂર્વોક્ત કઠોર અને દુસ્સહ પરિષહોથી પીડિત થઈ અસમર્થ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉદેસી ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩- હસો: ૨) [૧૮૨] સ્નેહાદિ સંબંધ રૂપ આ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે, તેને સાધુ મુશ્કેલીથી પાર કરી શકે છે. પરંતુ કેટલાક પુરુષો તેને સહન કરી શકતા નથી, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy