SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સૂયગડો-૧/૨/૨/૧૨૩ [૧૨૩ સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહીં કે બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો ઉત્તરમાં સાવદ્ય ભાષાનો પ્રયોગ ન કરે તે ઘરનો કચરો સાફ કરે નહીં અને તૃણ વગેરે બિછાવે નહીં. [૧૨૪-૧૨૬] સાધુ વિહાર કરતાં, જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં જ રોકાય જાય. અનુકૂળ તથા પ્રતિકૂળ શય્યા આદિ પરીષહોને સહન કરે, પણ આકુલ વ્યાકુલ ન થાય. તે સ્થાનમાં ડાંસ-મચ્છર આદિ હોય, સિંહ આદિ ભયાનક પ્રાણી હોય કે સર્પ આદિના. દર હોય તો પણ ત્યાં જ રહી પરીષહોને સહન કરે. શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે. પણ ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. તે ઉપસગથી પીડિત સાધુ જીવનની પરવાહ ન કરે, ઉપસર્ગ સહન કરીને માનબાઇની પણ ઈચ્છા ન રાખે. આ પ્રમાણે પૂજા અને જીવનથી નિરપેક્ષ બની શૂન્યગૃહમાં રહેતાં સાધુને ભયંકર ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ થઇ જાય છે. ૧૨૭] જેને આત્મામાં જ્ઞાનાદિ ગુણો વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થયેલ છે, જે પોતાની અને બીજાની રક્ષા કરે છે, તેમજ જે સ્ત્રી, પશુ અને પંડગ રહિત સ્થાનનું સેવન કરે છે તેવા મુનિના ચારિત્રને ભગવાને સામાયિક ચારિત્ર કહ્યું છે. એવા ચારિત્રવાન મુનિને ઉપસર્ગ આવે તો તે ભયભીત ન થાય. [૧૨૮] જે ઉષ્ણ જળ પીએ છે, જે શ્રત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. [૧૨] જે સાધુ કલહ કરનાર છે અને પ્રગટરૂપે ભયાનક વાક્ય બોલે છે તેના સંયમ તથા મોક્ષ નષ્ટ થઈ જાય છે. માટે વિવેકી સાધુ કલહન કરે. [૧૩] જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમનેજ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્ર કહ્યા છે. f૧૩૧] તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. ભગવત્તે કહ્યું છે છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે અજ્ઞાનીજન પાપી કહેવાય છે માટે મુનિએ બીજા. પાપી છે, હું ધાર્મિક છું એવો મદ કરવો જોઈએ નહીં. [૧૩૨] ઘણી માયા કરનારી તથા મોહથી આચ્છાદિત પ્રજા પોતાની જ સ્વચ્છેદતાથી નરક વગેરે ગતિઓમાં જાય છે. પરંતુ મુનિ નિષ્કપટતાથી સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેમજ મન, વચન કાયાથી શીત ઉષ્ણ આદિ પરીષહોને સહન કરે છે. [૧૩૩] જેવી રીતે જુગાર ખેલવામાં નિપુણ અને કોઇથી પરાજિત ન થનાર જુગારી કતનામના ધવને જ લીએ છે પણ કળિ, દ્વાપર કે ત્રેતામાં ન રમે. : [૧૩૪] જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચોથા કતદાવ સ્થાનને જ ગ્રહણ કરે છે. તેમ સાધુ આ લોકમાં જગતની રક્ષા કરનારા સર્વશે જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉતમ સમજી ગ્રહણ કરે. [૧૩પ શબ્દાદિ વિષય અથવા મૈથુનસેવન મનુષ્યો માટે દુર્જય છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત મનુષ્ય જ ભગવાન ઋષભદેવના અનુયાયી છે. [૧૩] મહાનું મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy