SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ ૧૨૯ (અધ્યયન ૨- ઉસો-૨) [૧૧૧] જે સર્પ પોતાની કાંચળીને છોડી દે છે, તેમ સાધુ કર્મરૂપી રજને છોડી દે. કષાયના અભાવે કર્મનો અભાવ થાય છે એમ જાણીને સંયમી મુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે, બીજાની નિંદા ન કરે કારણ કે પરનિંદા અશ્રેયસ્કર છે. [૧૧૨] જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં બહુ કાળ સુધી પરિભ્રમણ કરે છે, પરનિંદા પાપનું કારણ છે. અધોગતિમાં લઈ જનારી છે, એવું જાણીને મુનિરાજ મદ કરતા નથી કે હું બીજાથી ઉત્કૃષ્ટ છું અને બીજા મારાથી હીન છે. [૧૧૭] ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ દાસ હોય, પરંતુ જેણે દિક્ષા ધારણ કરી છે તેણે લજ્જાનો ત્યાગ કરી સમભાવથી વ્યવહાર કરવો જોઈએ. [૧૧૪] સમ્યક પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત, આત્મજ્ઞાનથી યુક્ત, શુદ્ધ અધ્યવસાયવાળા, મુક્તિગમન યોગ્ય, સત્ અસતુના વિવેકથી સમ્પન્ન મુનિ મૃત્યુ પર્યત સંયમનું પાલન કરે. [૧૧૫] ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટુ વચન કહે અથવા દેડ વગેરેથી માર મારે કે જીવને શરીરથી જુદા કરે તો પણ સમતાભાવમાં જ વિચરે. [૧૧] સંપૂર્ણ પ્રજ્ઞાવાનું મુનિ સદા કષાયોને જીતે. સમતા સાથે ધર્મનો ઉપદેશ આપે. કદી પણ સંયમની વિરાધના ન કરે તેમજ અપમાનિત થઈ ક્રોધ ન કરે અને સન્માનિત થવા પર માન ન કરે. [૧૧૭] ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન ધાન્યાદિ બાહ્ય પદાર્થોથી મમત્વને હટાવી દઈ, તળાવની પેઠે સદા નિર્મળ બની કાશ્યપગોત્રી ભગવાનના ધર્મને પ્રકાશિત કરે. [૧૧૮] સંસારમાં બહુ પ્રાણીઓ સૂક્ષ્મ-બાદર, પયપ્તિ-અપયપ્તિ, ત્રણસ્થાવર, દેવ-નારક આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સ્થિત છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી પુરુષ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય. [૧૧] શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભથી અત્યંત દૂર રહેનારને જ મુનિ કહેવાય છે. તેથી વિપરીત મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે, છતાં પણ તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. [૧૨] સોનું ચાંદી વગેરે ધન અને સ્વજનવર્ગ તે સર્વ પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે એવું જાણીને કોણ વિવેકવાનું પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? [૧૨૧] સાંસારિક જીવોની સાથેનો પરિચય તે મહાન કીચડ છે. એવું જાણીને મુનિ તેમની સાથે પરિચય ન કરે, તથા વંદન અને પૂજન મેળવીને ગર્વ ન કરે, કારણ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે મુશ્કેલીથી નીકળી શકે. માટે વિદ્વાન મુનિએ પરિચયનો ત્યાગ કરવો જોઈએ. [૧૨૨] સાધુ દ્રવ્યથી એકાકી અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે તે એકલા જ કાયોત્સર્ગ કરે, એક જ શય્યા-આસનનું સેવન કરે અને એકલા જ ધર્મધ્યાન કરે. તપસ્યામાં પરાક્રમ કરે તેમજ મન અને વચનનું ગોપન કરે. [9] For Private & Personal Use Only Jal... Education International www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy