SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૦ ૧૫૭ વજેનિ :- પદ મુકવાથી પૂર્વે જણાવેલા ઉપશાન્ત અને ક્ષીણ કષાય પદની અનુવૃત્તિ આપોઆપ અટકી જાય છે. કેમકે છેલ્લા બે શુકલ ધ્યાનના સ્વામી કેવલી ભગવંતનો છે. એવું અહીં સ્પષ્ટ કરેલ છે. જ વિશેષ: (૧)કેવળીને આ બે ધ્યાન છે તેમ કહેવાથી, એ સ્પષ્ટ સમજી જ લેવાનું કે છદ્મસ્થોને કદાપી આ બે જ્ઞાન હોય જ નહીં. (૨)આ વાત ગુણસ્થાનકને આધારે મૂલવીએ તો શુકલધ્યાનના છેલ્લા બે ભેદોના સ્વામી કેવળી ભગવંત અર્થાત્ ૧૩મા, ૧૪મા ગુણસ્થાનકે રહેલા જીવો હોય છે. (૪)તેરમા ગુણઠાણે સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ અને ચૌદમે ગુણઠાણે ચુપરત ક્રિયા નિવૃત્તિ નામક શુકલ ધ્યાન વર્તે છે. તે આ રીતે તેરમાં ગુણઠાણે અંતિમ અંતર્મુહુર્તમાં મન-વચન એ બે યોગો તો સર્વથા નિરોઘ થયા બાદ બાદર કાયયોગનો નિરોધથતાં, કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા હોય છે. ત્યારે આ ત્રીજો ભેદ વર્તે છે. જયારે સંપૂર્ણ યોગ નિરોધ થાય ત્યારે ચૌદમાં ગુણઠાણે આત્માની નિષ્પકંપ અવસ્થા રૂપ ચુપરત ક્રિયા નિવૃત્તિ રૂપ ચોથો ભેદ હોય છે. |[8]સંદર્ભ આગમ સંદર્ભઃसुक्केझाणे चउव्विहे...हुत्त वियक्के...एगंत वियक्के...हुमकिरिए अनियट्टी સમછિન વિરપ અપદ્દિવાર્ડ મશ.૨૫,૩૭,૬.૮૦૩-૪ सजोगि केवलि रवीणकषाय वीयराय चरित्तारीयाय,अजोगिकेवलिरवीणकसायवीय राय चरित्तारिया य* प्रज्ञा.प.१,सू.३७ चारित्रार्यविषय झाणेणं उत्तमेणं सुक्केणं अप्पमत्तो...गच्छयमोक्खंपरंपदं भग.श.९,३.३३,सू.३८५ સૂત્રપાઠ સંબંધઃ-ત્રણ પાઠનો સંયુકત અર્થવિચારીએતો તાર્કિક રીતે પ્રસ્તુત સૂત્રનો પાઠ થઇ જશે. પણ સંપૂર્ણ સંવાદી પાઠ મળેલ નથી. # તત્વાર્થ સંદર્ભઃપૃથલૈવત્વવત સૂક્ષ્મવિયાતિપતિ સુપરયિનિવૃત્તન--સૂત્ર ૯:૪૧ U [9]પદ્ય આ સૂત્રનું બંને પદ્ય આ પૂર્વેના સૂત્રઃ૪૦માં કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ -શુકલધ્યાનના ચાર ભેદો હવે પછી કહેવાશે. તેમાના છેલ્લા બે અર્થાત ત્રીજો અને ચોથો ભેદ ફકત કેવળી મહાત્માઓને જ સંભવે. અહીં મહત્વની વાતએ છે કે જે કોઈ મોક્ષે જાય છે તે શુકલધ્યાન ચોથા ભેદમાં વર્તતો હોય તે સ્થિતિમાં જ મોક્ષે જાય છે. હવે જો મોક્ષે જવું હશે, તો શુકલધ્યાન ના ચોથા ભેદ સુધીનો અભ્યતર તપ કરવો પડશે. પણ આ અત્યંતર તપ થાય કયારે? જો કેવળ જ્ઞાન થયું હોય તો.અર્થાતતપથકી નિર્જરા કરવા દ્વારા જીવ કેવળજ્ઞાન પામી ધ્યાનના ચર્તુર્થભેદ રૂપ તપમાં વર્તતો મોક્ષને પ્રાપ્ત કરે છે. 0 0 0 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy