SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૪ ૧૩૯ પછીના જન્મોના માટે તે તે વિષયસુખની જેતૃષ્ણા એ નિદાન નામક ચોથું આર્તધ્યાન છે. [૩]નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિનો સંકલ્પ કરવો કે સતત ચિંતા કરવી, તે ચોથું આર્તધ્યાન. [૪]ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુ મેળવવાનો જે તીવ્ર સંકલ્પ તે નિદાન આર્તધ્યાન. [૫]કામ વડે કરીને ઉપહત છે ચિત્ત જેનું એવા જીવો પુનર્જન્મમાં તેવા વિષયો મેળવવા માટે જે નિયાણું કરે તે આર્તધ્યાન છે. []ભવિષ્યના સુખની ચિંતા કરવી અને કરેલી તપશ્ચર્યાનું નિયાણું કરવું તે નિદાનઆર્તધ્યાન. જેને પ્રશોવ આર્તધ્યાન પણ કહે છે. [૭]નિદાન એટલે કાપવાનું સાધન. જેના વડે આત્મ સુખ કપાઈ જાય તે નિદાન. ઘર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવાથી આત્મસુખ કપાઈ જાય છે. માટે ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના ભૌતિક સુખોની ઈચ્છા એ નિદાન છે. | [૮]નિદાન એ પારિભાષિક શબ્દ છે. તપ, ત્યાગ,સંયમ વગેરેનું મુખ્ય ફળ મોક્ષ છે. અને કદાચ મોક્ષ ન મળે તો મોક્ષ તરફના પ્રયાણમાં વચ્ચે આવતાં બીજા સહાયક ફળો સહજ રીતે મળે, તે નિદાન ન કહેવાય. પરંતુ મોક્ષની ક્રિયા કરીને તેનાથી મોક્ષફળનમાંગતા રાગકેષથી ઘેરાઈને સાંસારિક સુખની તીવ્ર ઈચ્છા કરવી. તેને નિદાન કેનિયાણું કર્યું તેમ કહેવાય. જેમ કે કોઈ ઉગ્રતપસ્વી તપ કરી રહ્યા હોય તેનું તપ મોક્ષના ફળને અપાવી શકે તેવી તીવ્ર કક્ષાનું હોય. એ સમયે કોઈ પરત્વે તીવ્રષ ઉત્પન્ન થાય તેવું નિમિત્ત મળતા વીરપ્રભુના પૂર્વભવની માફક “આ તપના પ્રભાવે હું આ બધાં ને ખતમ કરી શકે તેવા બળવાળો થાઉ” તેમ નિદાન કર્યું ત્યારે તપશકિતના પ્રભાવે નિયાણું સફળ જતાં તેઓ વાસુદેવ બન્યા, તેમ અન્ય તપસ્વીપણ જોતપ દરમ્યાન નિદાન કરે તો તે આત્માનાશાશ્વત સુખને છેદનારાથાય. એ જ રીતે બ્રહ્મદત્ત ચક્રીના પૂર્વભવની માફક “સ્ત્રીરત્ન” ને પામવાની જે ઈચ્છા તેનાથી પૂર્વ તપના પ્રભાવે નિદાન ફળી જતાં તે બ્રહ્મદત્ત ચક્ર તો બન્યો, પણ અંતે આત્મ સુખને કાપીને સાતમી નરકે જઇ ચડયો. સામાન્યતયા આવું નિયાણું દુન્યવી સુખ મેળવવાની તીવ્ર આકાંક્ષા માંથી ઉત્પન્ન થાય છે. અથવા તો કયારેક જે- તે સમયે આવી પડેલા દુઃખના નિવારણની ઈચ્છામાંથી પણ ઉદ્દભવી શકે છે. માટે પણ તે આર્તધ્યાન જ છે. આવા નિદાન ને શલ્ય કહેલ છે. માયા શલ્ય,મિથ્યાત્વ શલ્યની માફક નિદાનને પણ શલ્ય એટલે કે સાલ કહ્યું છે. આ શલ્ય [અર્થાત્ સાલ કાઢયા વગર મોક્ષનું શાશ્વત સુખ પામી શકાતું જ નથી. [૯]પ્રીતિ વિશેષ અથવા તીવ્ર કામાદિ વાસનાથી હવે પછીના ભાવમાં પણ આ કાયકલેશાદિ તપના બદલામાં વિષયસુખોની જે આકાંક્ષા કરવી તે નિદાન છે. અહીં. પારલૌકિક વિષયસુખ ની લાલસાથી અનાગત અર્થપ્રાપ્તિ આદિની સતત ચિંતા રહે છે. [૧૦]દેવેન્દ્ર કે ચક્રવર્તી વિગેરેની ગુણ પ્રધ્ધિ ની પ્રાર્થનારૂપ અધમ નિયાણાને www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy