SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ધ્યાનમાં ઘર્મની ભાવનાને વાસનાનો વિચ્છેદ જોવા ન મળે તે ધ્યાન ને ધર્મધ્યાન કહ્યું છે. # ક્ષમા-માર્દવ-આર્જવ વગેરે ઉત્તમ ધર્મોને અનુકૂળ બાનતે ધર્મધ્યાનકે ધર્મધ્યાન. # તત્વના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધર્મધ્યાન છે. [૪]શુકલધ્યાનઃ0 શુકલ એટલે નિર્મલ. જે સઘળા કર્મોનો ક્ષય કરે તે ધ્યાન નિર્મલ- શુકલ છે. યદ્યપિ ધર્મધ્યાન પણ નિર્મલ છે. પણ ધર્મધ્યાન આંશિક કર્મક્ષય કરે છે. જયારે શુક્લ ધ્યાન સઘળાં કર્મોનો ક્ષય કરે છે. આથી શુકલ ધ્યાન અત્યંત નિર્મળ છે. છે ક્રોધ-આદિની નિવૃત્તિ થવાને કારણે જેમાં શુચિતા-અર્થાત પવિત્રતા નો સંબંધ જોવા મળે તેને શુકલધ્યાન કહે છે. # સકળ કર્મના નાશના હેતુરૂપ હોવાથી આત્મા ને શુકલ, સફેદ,નિર્મળ બનાવનારું ધ્યાન તે શુકલ ધ્યાન. અથવા -શો: તે આઠ પ્રકારનું આત્માનું દુઃખ- તેને કરમાવે, નબળું પાડી દૂર કરે તેને શુકલ ધ્યાન કહેવાય છે. # જીવોના શુધ્ધ પરિણામોથી કરાતું ધ્યાન ને શુકલ ધ્યાન છે. છે જે રીતે મેળ ખસી જવાથી વસ્ત્ર પવિત્ર થવાથી શુકલ કહેવાય છે, તે રીતે નિર્મળ ગુણરૂપ આત્મ પરિણતિ પણ શુકલ છે. અહીંજે ચાર ધ્યાન કહેવાયા છે. તે ચાર ધ્યાન માં પ્રથમના બે ધ્યાન પાપામ્રવના કારણ હોવાથી અપ્રશસ્ત ધ્યાન કહેવાય છે. જયારે કર્મમળને નષ્ટ કરવામાં સમર્થ હોવાથી ધર્મ - ઘમ્ય અને શુકલ ધ્યાન પ્રશસ્ત ધ્યાન કહેવાય છે. જો કે આ અને રૌદ્રએ બંને ધ્યાન તો સ્પષ્ટતયા આગ્નવના જ હેતુભૂત છે. જયારે આ સંવર અને નિર્જરાનું પ્રકરણ હોવાથી તેમાં ધર્મ અને શુકલ ધ્યાનનો જ સમાવેશ થાય, છતાં સૂત્રકાર મહર્ષિએ ચારે ધ્યાન ને અહીં જણાવ્યા તે આર્ષ-આગમ પરંપરાના અનુસરણ તથા સૂત્રની લાઘવતા માટે છે. 0 [B]સંદર્ભ જે આગમ સંદર્ભ-વારિ II TUત્તા, તે નહીં મડ઼ેલાણે, રોÈલાળ, થાળે, સાથે જ પ, શ.૨૫,૩૭,. ૮૦૩-૨ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)માતમમનોજ્ઞાન સપ્રયોજે તકિયોmય સ્મૃત્તિ સૂત્ર ૯૩૧ (ર)વેનાયબ્ધ - સૂત્ર ૯૩૨ (૩)વીપરીત મનોજ્ઞાનામ- સૂત્ર ૯૩૩ (૪)નિયામાં ૨ - સૂત્ર ૯ઃ૩૪ ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળલોક પ્રકાશ-સર્ગ ૩૦ શ્લોક ૪૧૧ (૨)નવતત્વ ગાથા ૩૬- વિવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy