SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને “સંઘાત” છે. જયારે ધર્મ-અધર્મ કાળ અને આકાશમાં સાધન અનુક્રમે ગતિ-સ્થિતિવર્તન અને અવગાહના છે. અધિકરણઃ-સામાન્ય રીતે પ્રત્યેકદ્રવ્યોનું પોતાનુંનિજરૂપ અધિકરણ છે. જેમકે પાણી માટે ઘડો સ્થિતિઃ-દવ્યદૃષ્ટિથી અજીવની સ્થિતિ અનાદિ અનંત હોય છે. પર્યાય દૃષ્ટિએ એક સમયથી માંડીને સ્થિતિ હોય છે. વિધાન-દવ્ય દૃષ્ટિએ ધર્મ-અધર્મ-આકાશ ત્રણે અસ્તિકાયનો એકએક ભેદ છે. પર્યાય દ્રષ્ટિએ અનંત જીવ પુગલોની ગતિ સ્થિતિ વગેરે નિમિત્ત હોવાથી સંખ્યાત અસંખ્યાત અનંત સમય છે. કાળ સંખ્યાત અસંખ્યાત-અનંત છે. (૩)આશ્રવ - છ દ્વારની ચર્ચા નિર્દેશઃ- આશ્રવ મન વચન અને કાયાની ક્રિયારૂપ હોય છે. અથવા નામ-સ્થાપનાદ્રવ્ય-ભાવ રૂપ આશ્રવ હોય છે. સ્વામિત્વઃ- ઉપાદાન રૂપ આશ્રવનો સ્વામિ જીવ છે. નિમિત્ત દ્રષ્ટિએ કર્મપુદ્ગલ પણ આશ્રવનો સ્વામી છે. સાધન -આશ્રવનું કારણ અશુધ્ધ આત્મા અથવા નિમિત્તરૂપે કર્મ છે. અધિકરણ - આશ્રવનો આધાર જીવ પોતે છે. કેમ કે કર્મપરિપાક જીવમાં જ થાય છે.ઉપચારથી કર્મ નિમિત્તક શરીર પણ આશ્રવનો આધાર છે. સ્થિતિ - આશ્રવની સ્થિતિ રીઝવાર્તિક માં જણાવ્યા મુજબ વાચિક અને માનસ માટે જધન્યથી એક સમય-ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. કાયિક આશ્રવ જધન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. વિધાન (ભેદ) - વાચિક અને માનસ આસ્રવ ના સત્ય અસત્ય-મિશ્ર-અસત્યાત્ય ચાર પ્રકાર છે. કાયશ્રવ ઔદારિક-ઔદારિકમિશ્ન-વૈક્રિય-વૈક્રિયમિશ્ર-આહારક-આહારકમિશ્રકામણ સાત ભેદે છે. શુભ અને અશુભ ભેદે આશ્રવ બે પ્રકારે છે. (૪)બંધઃ- છ દ્વારોથી બંધની ચર્ચા નિર્દેશ-જીવ અને કર્મપ્રદેશોનો પરસ્પર સંશ્લેષ બંધ છે. બંધના નામ-સ્થાપના-દ્રવ્યભેદ ચાર સ્વરૂપ છે. સ્વામિત્વ-બંધનું ફળ જીવ પોતે ભોગવે છે. માટે તેનો સ્વામી જીવ છે વળી પુદ્ગલ કર્મ પણ બંધનો સ્વામી કહી શકાય. સાધન -મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ બંધના સાધન છે. અથવા તે રૂપે પરિણત આત્મા બંધનું સાધન છે. અધિકરણ - જીવ અને કર્મ પુદ્ગલ જ બંધના આધાર છે. સ્થિતિઃ- ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાય ૩૦ કોડાકોડી સાગરોપમની, મોહનીય ૭૦ કોડા કોડી સાગરોપમની, નામ અને ગોત્રની ૨૦ કોડા કોડી સાગરોપમની અને આયુષ્યની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy