SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૭ U [7]અભિનવટીકા-નાનો કે મોટો કોઇપણ જિજ્ઞાસુ જયારે પહેલવહેલો કોઇ નવી વસ્તુ જુએ છે. એનું નામ સાભળે છે ત્યારે તેની જિજ્ઞાસા વૃત્તિ જાગી ઉઠે છે. પરિણામે પૂર્વેનહીં જોયેલી કે નહીં જાણેલી/સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્નો કરવા લાગે છે. એ વસ્તુનો આકાર-રંગ-રૂપ માલિકી-તેને બનાવવાનો ઉપાય-ટકાઉપણાની મર્યાદા -પ્રકાર આદિ સંબંધે વિવિધ પ્રશ્નો કરે છે અને ઉત્તર પ્રાપ્ત કરી પોતાની જ્ઞાનવૃધ્ધિ કરે છે. એ જ રીતે અંતર દ્રષ્ટિવાળી વ્યકિત મોક્ષમાર્ગ વિશે સાંભળીને તે સંબંધે વિવિધ પ્રશ્નો દ્વારા પોતાનું જ્ઞાન વધારે છે. જ એક દુષ્ટાન્ત લઈએ જેમ કે સાડી (૧)નિર્દેશ-સાડી એ બહેનોને પહેરવાનું એક જાતનું લાંબુ-પા મીટરનું કપડું છે. (૨)સ્વામિત્વ-આ સાડી અમુક બહેનની છે અર્થાત તે તેના માલિક છે. (૩)સાધન- આ સાડી કાપડમાંથી બને છે. (૪)અધિકરણ:- આ સાડી કબાટમાં મુકાય છે અથવા શરીરે પહેરાય છે. (પ)સ્થિતિ - આ સાડી બે-ત્રણ વર્ષ સુધી ટકી રહે છે. (૬)વિધાન (ભદ):- આ સાડી સફેદ-લાલ-પીળી-કાળી વગેરે રંગની હોય છે. જ જીવાદિ તત્ત્વોનો અધિગમ આ છ દ્વારના આધારે(૧)જીવ-છ દ્વારની ચર્ચા નિર્દેશ-પર્યાયર્થિકનયની દૃષ્ટિએ જીવ ઔપશમિક વગેરે ભાવથી યુકત છે. દ્રવ્યાર્થિક નયથી નામ-સ્થાપનાદિ રૂપ જીવ છે. પ્રમાણ દૃષ્ટિએ જીવનો નિર્દેશ નામાદિ તથા ભાવ બંને રૂપે થઇ શકે છે. સ્વામિત્વઃ- નિશ્ચય દૃષ્ટિએ જીવ પોતાના પર્યાયોનો સ્વામિ છે. જેમ કે અગ્નિનું સ્વામિત્વ ઉષ્ણતા ઉપર છે અને વ્યવહાર દ્રષ્ટિએ બધા પદાર્થો પર જીવનું સ્વામિત્વ હોઈ શકે છે. સાધનઃ-જીવને સ્વ-સ્વરૂપના લાભનું કારણ (સાધન) નિશ્ચય નથી તો અનાદિ પારિણામિક ભાવ જ છે. વ્યવહારનયથી ઔપશમિકાદિ ભાવ તથા માતા-પિતાના રજવિર્યથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અધિકરણ:- નિશ્ચય નયથી જીવ પોતાના અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. વ્યવહારનયે કર્માનુસાર પ્રાપ્ત શરીરમાં રહે છે. સ્થિતિઃ - દ્રવ્ય દ્રષ્ટિએ જીવની સ્થિતિ અનાદિ અનંત છે. પર્યાયની અપેક્ષાએ તો જે ગતિમાં જે આયુ હોય તે અપેક્ષાએ એક સમયથી માંડી અનેક પ્રકારે સ્થિતિ હોઈ શકે. વિધાન (ભેદ) - જીવ દ્રવ્ય નારક-મનુષ્ય વગેરે પર્યાયોના ભેદથી સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારનું છે. (૨)અજીવ-છ દ્વારની ચર્ચાનિર્દેશ- દશ પ્રાણથી રહિત-ચેતના લક્ષણ વિહિન અજીવનું સ્વરૂપ છે અથવા નામ સ્થાપનાદિ રૂપ પણ અજીવ છે. સ્વામિત્વ -અજીવનો સ્વામી અજીવ જ છે પણ ભોક્તા હોવાના કારણે જીવ અજીવનો સ્વામી બને છે. સાધનઃ- (અજીવ)પુદ્ગલોના અણુત્વનો સાધન “ભેદ છે, સ્કન્ધનું સાધન “ભેદ” Jain Education International For Private & Personal Use Only For Prive www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy