SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪ ૨૧ પુણ્ય અને પાપ એ બંને આશ્રવમાં સમાવિષ્ટ કરેલા તત્ત્વો છે. શુભ કર્માશ્રવ તે પુણ્ય છે અને અશુભ કર્માશ્રવતે પાપ છે. પુણ્યનો ઉદય હોય તો જીવને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિસુખ ભોગ વગેરે પ્રાપ્ત થાય છે અને પાપનો ઉદય હોય તો ઉદ્વેગ થાય, પ્રતિકુળ સંયોગો, ઉદ્દભવે ઘણું ભોગવવું વગેરે બને છે. કર્મોના આશ્રવને સમજાવતા કહી શકાય કે જે રીતે સમુદ્ર સદા નદીયો દ્વારા જળથી ભરાતો રહે છે કે ખુલ્લા રહેલા મકાનના બારી બારણામાંથી કચરો આવતો રહે છે તે રીતે મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગના કારોથી આત્મા તરફ કર્મ કચરો આવતો રહે છે. મા એટલે સમન્નાત અને શ્રવ એટલે શ્રવવું-આવવું ચારે તરફથી કર્મોનું આવવું તે આશ્રવ મચ્છતે .” જેના વડે કર્મ ગ્રહણ કરાય તે આશ્રવ કહેવાય. શ્રિય-૩૫ર્ચત વર્મ : જેના વડેકર્મઉપાર્જન કરાય છે તે આશ્રવ. ના ઉપસર્ગપૂર્વક જૂવાદિ ગણની મતી ધાતુ છે. તેને પ્રત્યય લાગી --ગ એમ આશ્રવ શબ્દ બન્યો છે. * (૪)બંધઃ- (૧)જીવ સાથે કર્મ વર્ગણાનું (એકમેક થવું) ચોટવું તેને બંધ કહે છે. (૨)જીવ સાથે કર્મનું જે ક્ષીરનીરવત [દુધમાં પાણી મળી જાય તે રીતે જે જોડાવું તેને બંધ કહે છે. અહીં આત્મા સાથે કર્મયુગલોનો જે સંબંધ થવો તે દ્રવ્યબંધ અને દ્રવ્યબંધના કારણ રૂપ આત્માનો જે અધ્યવસાય તે ભાવબંધ કહેવાય. - મિથ્યાત્વાદિ કારણોથી થતો જે કર્મ આશ્રવ જીવ સાથે જે એક ક્ષેત્રાવગાહ થઇ જાય તેને બંધ કહે છે. જેવી રીતે બેડી વડે જકડાયેલ પ્રાણી પરતંત્ર બને છે, તેમ કર્મથી બંધાયેલો જીવ પરતંત્ર બને છે અને ઈષ્ટ વિકાસ સાધી શકતો નથી. વધ્યો અને વન્ય માર્ગ વા વન્ય: જેના વડે જીવ બંધાય અથવા જીવ અને કર્મનું એક મેક સાથે બંધાવું તે બંધ છે. અહીં કયાદિ ગણની ધાતુ વન્ય-વન્ધ ને કારણ અથવા ભાવ અર્થમાં ધન પ્રત્યય લાગીને વન્ય શબ્દ બનેલો છે. * * (૫)સંવરઃ- (૧)આશ્રવનો નિરોધ એ જ સંવર. (૨)કર્મોને આવતા અટકાવવા અથવા [ગુપ્તિ-સમિતિ -ધર્મ-અનુપ્રેક્ષા-પરિષહજયચારિત્ર) એ પરિણામોથી કર્મોનું આવવું રોકાઈ જાય તેને સંવર કહેછે. (૩) આશ્રવનો નિરોધ તે જ સંવર. આવતા કર્મોને રોકવા અથવા કર્મોને આત્મા તરફ ઝવતા અટકાવવા તે જ સંવર. સમિતિ ગુપ્તિ પરિષહ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ પણ સંવરતત્ત્વ જ છે. શુભાશુભ કર્મનું રોકવું અથવા સંવરના પરિણામ રહિત સંવરની ક્રિયા અનુષ્ઠાનમાં વર્તવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરના કારણભૂત આત્માનાં પરિણામને ભાવસંવર છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર છે અને વ્યસંવરના કારણભૂત સમિતિગુપ્તિ વગેરે ભાવ સંવર છે. જે રીતે બારી-બારણા બંધ થવાથી મકાનમાં કચરો આવતો નથી અથવા જે નગરના દ્વાર સારી રીતે બંધ હોય તે નગર દુશ્મનો માટે અગમ્ય બની જાય છે એ જ રીતે સમિતિગુપ્તિ વગેરેથી સુસંવૃત આત્મા કર્મશત્રુ માટે અગમ્ય બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy