SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આઠે પ્રકારના કર્મોનોઉપાર્જનકર્તાઅર્થતબાંધનાર છે. તે બાંધેલાકર્મોનોભોક્તા છે અર્થાત કર્મના ફળને ભોગવનાર છે. તે કર્મ ફળાનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. અને તે જ કર્મોને નિવારનાર અર્થાત ક્ષય કરનાર છે તે જ આત્મા (જીવ) છે. એમ વ્યવહારનય કહે છે. નિશ્ચય નયે તો જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ વાળો-ચૈતન્ય લક્ષણ યુકત સુખ-દુઃખને અનુભવતો એવો તે જીવ છે. - ઔપશમિક વગેરે ભાવોથી જોડાયેલ, સાકાર કે નિરાકાર સ્વરૂપ. શબ્દાદિ વિષયનો જાણનાર, અમૂર્ત સ્વભાવવાળો, ક્રિયાનો કર્તા, તે કર્મનો ભોકતા એવો જીવ છે. પાવણી ધારપેક્ષય ગીત મનીવી નવિષ્યતિ વા તિ નીવ: ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવી રહ્યો છે, જીવિત રહી ચૂક્યો છે કે ભવિષ્યમાં જીવવાનો છે તે જીવ છે. ગૌવ પ્રાણ ધારી ગ્વાદિગણની ધાતુને કર્તામાં પ્રત્યય લાગી નીવ+=ણીવશબ્દ થયો જ (૨)અજીવઃ- (૧)જે જીવ નથી તે અજીવ છે. (૨)જ્ઞાન-દર્શન ઉપયોગ રહિત કે ચેતન લક્ષણનો અભાવ તે અજીવ છે. (૩) જીવ કરતાં વિપરીત સ્વભાવવાળું કે લક્ષણવાળું તત્ત્વતે અજીવ. એટલે કે ચૈતન્ય લક્ષણ રહિત સુખ-દુઃખના અનુભવ વિનાનું અને જડ લક્ષણવાળું તત્ત્વ તે અજીવ. જેમ કે લાકડું-આકાશ વગેરે. આ અજીવ તત્ત્વોના ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ એવા પાંચ ભેદો છે. તેમાં પુદ્ગલ રૂપી છે.. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી યુકત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી છે. વર્ણાદિ ચતુષ્કથી રહિત છે. અરૂપી પદાર્થો ઈન્દ્રિયોથી જાણી શકાતા નથી. રૂપી પદાર્થો સ્થૂળ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાય છે પણ સૂક્ષ્મ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી. પુદ્ગલાદિ દ્રવ્યઅજીવ છે. ૪ વર્ણાદિતે ભાવઅજીવ છે. જગતમાં જીવ પછીનું મુખ્ય તત્ત્વ અજીવ છે. બાકીના તત્ત્વો આ બંને તત્ત્વોના વિસ્તાર સ્વરૂપ જ છે. ભાવપ્રાણધારપાપેક્ષાય ન નીવતિ નાનીવન ગાવિષ્યતિ તિ નીવ: ભાવ પ્રાણ ધારણ કરવાની અપેક્ષાએ જે જીવતો નથી, જીવ્યો નથી કે જીવવાનો નથી તે અજીવ ગીવ શબ્દ સાથે નગ તત્પરુષ સમાસ કરવાથી મળી શબ્દ બન્યો છે. (૩)આશ્રવાઃ- (૧) મન-વચન-કાયાની ક્રિયા તે યોગ છે અને કર્મનો સંબંધ કરાવનારી હોવાથી તે ક્રિયા જ આશ્રવ છે. (૨)જે પરિણામ [મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ કષાય-યોગ]દ્વારા કર્મ આવે છે તેને આશ્રવ કહે છે. (૩)શુભ કે અશુભ કર્મોને આત્મામાં આવવાનું કારતે આશ્રવ છે. જે ક્રિયાઓ વડેશુભાશુભ કર્મઆવેતેક્રિયા પણ આશ્રવતત્ત્વ છે. મન-વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એદ્રવ્ય આશ્રવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના પરિણામકેતે પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પરિણામને ભાવઆશ્રવ બીજા શબ્દોમાં કહીતો કર્મોનું આત્મામાં આગમનતેદવ્ય આશ્રવ છે અનેદવ્યાશ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ભાવઆશ્રવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy