SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. મુકામ ૧૨ દંડ વગેરે કઈ પણ વસ્તુ, તેમની રજા માગ્યા વિના કે (રજ મળે ત્યારે) જયા-તપાસ્યા વિના, કે સાફ કર્યા વિના ન લેવી. [૧/૧]. ભિક્ષુએ મુસાફરખાનાં વગેરે સ્થળે જઈને, પહેલાં તે સ્થળ પોતાને ગ્ય છે કે નહિ તે વિચારીને, પછી ત્યાંના માલિક કે અધિપતિ પાસે, ત્યાં રહેવાની આગળ જણાવ્યા પ્રમાણે (પા. ૯૬-૭) રજા માગવી. [૧/૨] . રહેવાની જગા મળ્યા બાદ, તે મકાનમાં જે બીજા શ્રમણબ્રાહ્મણદિ અગાઉથી ઊતર્યા હોય, તેમની છત્ર પાત્ર વગેરે વસ્તુઓ આઘીપાછી ન કરવી, તથા તે ઊંઘતા હોય તે તેમને ને જગાડવા. ટૂંકમાં, તેમને પીડાકાર કે પ્રતિકૂળ એવું કાંઈ જ ન કરવું. [૨/૧] ઉતારે કર્યા બાદ, ત્યાં પોતાના સમાનધર્મી કે સહભોજ જે સદાચારી સાધુઓ આવે, તેમને પોતે માગી આણેલાં ખાનપાન, સુવાસવાનાં પાટિયાં, પથારી, પાથરણું વગેરે માટે નિમંત્રિત કરવા; પરંતુ બીજાએ આણેલાં અનપાન વગેરે માટે બહુ આગ્રહ કરીને નિમંત્રિત ન કરવા. ૧૩-૪] ત્યાં ગૃહસ્થ કે તેમના પુત્ર વગેરે પાસેથી સેય, અસ્તરો, કાન ખોતરણું કે નરેણી વગેરે વસ્તુઓ પાછી આપવાની શરતે, પોતાને એકલાના ઉપગ માટે માગી આણી હોય, તે તે એકબીજાને આપવી નહિ; પણ પોતાનું કામ પૂરું થતાં, તેને લઈ ગૃહસ્થ પાસે જવું, અને તેને ખુલ્લા હાથમાં રાખીને કે જમીન ઉપર ૧. છતાં, મત્તા, ટૂંઢ ગ્રામ ૨. ત્યાંની જમીન ભીની કે જીવજંતુવાળી ન હોવી જોઈએ; તે હેઠાણ ખાંભી, કેટડા, સ્તંભ વગેરે ઉપર અદ્ધર ઝઝૂમતું રહેતું ન હોવું જોઈએ; તે રહેઠાણ ગૃહસ્થ, અગ્નિ, પાણી, સ્ત્રીઓ, બાળકે, પશુઓ, આહારપાણીની તૈયારીઓ વગેરેવાળું ન લેવું જોઈએ, પેસવા-નીકળવામાં કે ધર્મવિચારણામાં અગવડવાળું ન હોવું જોઈએ; જુઓ ૫, ૯૬ ૩૫-૧૨; તથા પા. ૯૪, ૧૯. [૧૬-૧૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy