SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ - ૩ - બંધન જાણે ! બંધન તોડો ! - 610 બોલો ! હવે આમાં શું બાકી રહ્યું ? તમે તમારા સમગ્ર જીવન વ્યવહારને તપાસશો તો તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં કેવા, કેવા જીવોને તમે કેવી કેવી રીતે દુઃખ આપીને એમની હિંસા કરો છો અને એ દ્વારા તમે તે તે જીવો સાથે વૈરની પરંપરા સર્જીને કેવાં કેવાં દુઃખ અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરો છો ? કદાચ તમે તમારા જીવનમાં મનુષ્યના જીવિતનું અપહરણ નહિ કર્યું હોય, મતલબ કે એનો પ્રાણઘાત નહિ કર્યો હોય, પણ બાકીની બાબતો મનુષ્યની સાથે પણ કેટલીવાર કરી, એ બરાબર વિચારો ! અને “મનુષ્યના જીવિતનું અપહરણ નહિ કર્યું હોય એવું જે હું બોલ્યો તે મનવાળા, સંજ્ઞી મનુષ્યની અપેક્ષાએ જ બોલ્યો. બાકી સંમૂચ્છિમ, મન વગરના, અસંજ્ઞી મનુષ્યોની હિંસા તો કેવી કેવી રીતે અને કેટ-કેટલી કરી અને કરી રહ્યા છો એ તો એનું જ્ઞાન મેળવો તો જ જણાય. આ જ્ઞાન કેવળ જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. સભા : સાહેબ! અમને એનું જ્ઞાન આપો ને? તમને જાણવાનું મન થયું એ સારી વાત છે. જાણીને એ જીવોને બચાવવાનો પુરુષાર્થ કરશો તો એનાથી એ મનુષ્ય-જીવોની હિંસા તો અટકશે જ, સાથોસાથ એનાથી તમને થતો પ્રચંડ કર્મબંધ પણ અટકશે. પરિણામે તમે દુઃખી થતા અટકશો. સંભૂમિ મનુષ્યો ચૌદ સ્થાનોમાં ઉત્પન્ન થઈ મરણ પામતા હોય છે, એ અંગે “પ્રજ્ઞાપના સૂત્ર’ આગમ વગેરે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે – ૧ - વિષ્ટા, ૨ - પેશાબ, ૩ - કફ (બળખો), ૪ - નાકનો મેલ (ડો), ૫ - વમન (ઉલટી), - પિત્ત, ૭ - પરૂ (સડેલું લોહી), ૮ - લોહી, ૯ - શુક્ર (ધાતુ), ૧૦ - ત્યજેલા શુક્રના ભીનાં પુદ્ગલો, ૧૧ - મડદું, ૧૨ - સ્ત્રીપુરુષનો સમાગમ, ૧૩ - નગરની ખાળ (ગટર) અને ૧૪ - બધા જ અશુચિ સ્થાનો : આટલા ચૌદ સ્થાનોમાં સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય જીવો ઉત્પન્ન થઈ મરણ પામતા હોય છે. આ બધા જ જીવો કેવળ આંગળના અસંખ્યાતમા ભાગ જેવડા સૂક્ષ્મ હોય છે, એમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે અને તે આંખ દ્વારા જોઈ શકાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy