SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ – – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 608 જેને ચામડી, જીભ અને નાક હોય તેને તેઈન્દ્રિય કહેવાય છે; જેમ કે મંકોડા, ધનેરા વગેરે. જેને ચામડી, જીભ, નાક અને આંખ હોય તેને ચઉરિન્દ્રિય કહેવાય છે; જેમ કે વીંછી, ભમરા વગેરે. જેને ચામડી, જીભ, નાક, આંખ અને કાન હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે; જેમ કે પશુ-પક્ષી, માનવ વગેરે. આ જીવોમાંથી કોઈ પણ જીવની હિંસા દશ પ્રકારે થતી હોય છે. કોઈ પણ જીવોને લાત મારવી, લાત મારીને દૂર-સુદૂર ફંગોળી દેવા= ધૂળ નીચે ઢાંકી દેવા, દાટી દેવા=વત્તિયા - ૨. જમીન સાથે ઘસી નાંખવા=સ્ટેસિયા - ૩. એકબીજાને ભેગા કરવા, અથડાવી મારવા=સંપાડ્યા - ૪. સામા જીવને દુઃખ થાય તેવો સ્પર્શ કરવો, દબાણ આપવું=સંઠ્ઠિયા - પ. કોઈ પણ જીવને પરિતાપ ઉપજાવવોપરિયાવિયા - ૬. કોઈ પણ જીવને મરવા જેવી સ્થિતિમાં મૂકી દેવો=ામિયા - ૭. કોઈ પણ જીવને ત્રાસ પમાડવો=૩વિયા - ૮. કોઈ પણ જીવને તેની મરજી વિરુદ્ધ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા, સ્થાનાંતર-સ્થળાંતર કરાવવું=ઠામાં કાઈ સંમિયા - ૯. અને કોઈ પણ જીવને તેના પ્રાણોથી મુક્ત કરવા, મૃત્યુ પમાડવા=ળવિચારો વવરોવિયા - ૧૦. આમ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને હું કહી ગયો તેમ દશમાંની કોઈ પણ રીતે દુઃખ આપવું તેને હિંસા કહેવાય છે. દુઃખને નાથવાનો સરળ ઉપાય : દુઃખનો પ્રતિકાર બંધ કરો ! એટલે જે કોઈ વ્યક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવને આ દશ પૈકી કોઈ પણ પ્રકારનું દુઃખ આપે તેણે તે જીવની હિંસા કરી કહેવાય. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy