SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતે કરેલી ભગવંતની સ્તુતિ ચિતવતા ઉત્તરોત્તર શુભ ભાવના અને અધ્યવસાયમાં આરૂઢ થયેલાને સમ્યકત્વાદિક ગુણસ્થાનક પ્રાપ્ત થયાં. એકદમ અપૂર્વકરણ પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી પામ્યાં. મોહસેનાને ક્ષય કર્યો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોને નાશ કર્યો. કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. તરત જ શૈલેશીકરણના વિધાન વડે બાકી રહેલાં ભવેપગ્રાહી કમને ક્ષય કરીને હાથીના સ્કંધ પર બેઠેલ સ્થિતિમાં જ આયુષ્યનો ક્ષય કરી અંતકૃત-કેવલિપણે સિદ્ધ થયાં. આ અવસર્પિણીમાં આ પ્રથમસિદ્ધ છે.” એટલે દેએ તેને મહિમા કર્યો. દેવે અને અસુરે પાસેથી ભરતરાજાએ આ વૃત્તાન્ત જાણે. ત્યારપછી વિસ્મય, શોક અને કુતૂહલથી પૂર્ણ મનવાળા તે દૂરથી જ રાજચિહ્નને ત્યાગ કરી સપરિવાર પગે ચાલતા સમવસરણમાં પહોંચ્ચા. પૂર્વ દ્વારથી ત્યાં પ્રવેશ કર્યો. સિંહાસન પર બિરાજમાન થયેલા ભગવંતને જોયા. ત્રણ પ્રદક્ષિણા કરીને સ્તુતિ કરવા લાગ્યા. ભરતે કરેલી ભગવંતની સ્તુતિ હે મોક્ષમાર્ગના પ્રકાશક ! તમે જ્ય પામો સંસાર-સાગર તરવા માટે વહાણ-સમાન તમારે જય થાઓ ! ભયંકર નરક-પાતાલમાં પડતા આત્માને શેકવામાં સમર્થ તમારો જય હ! વિષયરૂપ વિષને દૂર કરવામાં મહાઔષધિ-સમાન તમે જય પામે ! ગાઢ કર્મની ગાંઠને ભેદનાર તમારે જય હો ! હે સમગ્ર ભુવનના આભૂષણઆપનો જય હો! સર્વ પાપને ત્યાગ કરનાર તમે જયવંતા વ. હે જળવાળા મેઘસમૂહના ગરવ સરખા ગંભીર કર્ણપ્રિય મધુર સ્વરવાળા! તમે જય પામે. સમગ્ર સંશય છેદ કરનાર તમે જ્યવંતા વર્તે, પ્રશંસનીય શાશ્વત સુખના સ્વામી તમે જય પામે! મોટા ભવના ભયથી ત્રાસ પામેલા અને રક્ષણ આપવાના વ્યસની !તમારે જ થાઓ. જગતમાં ફેલાયેલા યશગુણના ભંડાર! તમે જ્ય પામે. કામદેવને જિતનાર હે ભગવંત! તમારે જય . જેમણે ધ્યાનાગ્નિથી સમગ્ર સવિશેષ પાપકર્મ બાળી નાખ્યાં છે એવા આપ જ્ય પામે! જ્ઞાનવૃધેથી નમન કરાયેલા તમે જય પામે. હે. જગબંધવ! મુનિઓના સ્વામી ! આપજયવંતા વર્તો!bધને નિગ્રહ કરનારા, માનને મસળનારા, માયાનું મથન કરનાર હે મુનિઓના નાથ! તમે જય પામે. લેભગ્રહને નિગ્રહ કરનાર ! મિથ્યાત્વને ઉચ્છેદ કરવાની તૃષ્ણાવાળા હે ભગવંત! આપ જ્યવંતા વ. દે, અસુરો અને નરેન્દ્રોના મસ્તકના મણિરૂપ કટી પાષાણથી જેમનું પાદપીઠ સુવાળું થયું છે, એવા હે જિનેન્દ્ર! આપ જયવંતા વ. દરેક આત્મા પ્રત્યે ઉચિત કરનાર તમો ય પામે. પદાર્થોના યથાર્થ ધર્મ પ્રગટ કરનારા આપ જય પામે !” આ પ્રમાણે આદરસહિત ભક્તિપૂર્ણ ઉછળતા હૃદયવાળા અને ઘણુ રોમાંચવાળા ભરત ચક્રવતી સ્તુતિ કરીને પ્રભુના ચરણયુગલમાં લીન બન્યા. ત્યાર પછી ભગવંતે ધર્મકથા શરૂ કરી. પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી. વાષભસેન વગેરે રાશી કુમાને દીક્ષા આપી ગણધર પદે સ્થાપન કર્યા. ઋષભસેન ગણધરે ભારતના પાંચ પુત્રોને, સાતસે પૌત્રોને તથા બ્રાહ્મીને તે જ સમવસરણમાં દીક્ષા આપી. ત્યાર પછી ભગવંત ભવ્યજીરૂપ કમલખંડને પ્રતિબધ કરતા વિચરવા લાગ્યા. છખંડની સાધના માટે ભરતનું પ્રયાણ આ બાજુ ઉત્પન્ન થયેલા ચૌદ મહારત્નવાળા, અનેક રાજા, સામન્ત–સમુદાયથી પરિવરેલ ભરત મહારાજા સભામંડપમાં સિંહાસન પર બેઠેલા હતા, ત્યારે સુષેણ નામના સેનાપતિએ વિનંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy