SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ચિતવીને પિતે જ વિલ બની ગયો કે, લાંબા કાળના સંસારના સ્વભાવથી હ ઠગાયે. સમગ્ર જગતના ઉદ્ધાર કરવામાં સમર્થ તીર્થંકર પરમાત્મા ક્યાં? અને અનેક ના નાશ કરવાના સ્વભાવવાળું માત્ર આ લેકમાં જ રહેનારું આ ચક્ર ક્યાં ? માટે પ્રથમ પિતાજીની પૂજા કરું, તેમની પૂજા કરી એટલે ચકાદિક સમગ્રની પૂજા આપોઆપ થઈ ગઈ એમ ચિતવીને કેવલજ્ઞાનને મહેસવ કરવા માટે તૈયાર થયો. મોટા પ્રતિહારને આજ્ઞા આપી કે, “યાન–વાહનાદિક તૈયાર કરે.” મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણ મરુદેવી સ્વામિનીને પણ વિનંતિ કરી કે, હે ભગવતી માતાજી! તમે હંમેશા વારંવાર મને ઠપકો આપતા હતા કે, “મારો પુત્ર વર્ષાકાળમાં સતત વર્ષની ધારામાં જળથી ભીંજાયા કરે છે. શિયાળામાં હિમના ઠંડા વાયરાથી ધ્રુજતા શરીરવાળે અને ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી તપેલા દેહવાળે, સદાકાળ દુઃખને અનુભવ કરે છે.” તે હે માતાજી! આપ ચાલે અને આપના પુત્રની અને મારી ત્રાધિને તફાવત જૂઓ” એમ કહીને માતાજીને હાથીની ખાંધ પર બેસાડયાં. મોટા પરિવાર અને બંધુવર્ગ સાથે ભરત મહારાજા પ્રભુના સમવસરણ તરફ ચાલ્યા. વિનીતા નગરીને પુરિમતાલ નામના સ્થળમાં ભરતરાજા જલ્દી ગયા, જ્યાં ભગવંત સમોસર્યા હતા. દૂરથી જ નમન કરનાર લેકને ઉધાર કરવામાં સમર્થ, અભયદાનની પ્રવૃત્તિ કરનાર હાથની જેમ ભગવંતને ધર્મધ્વજ જે. સુવર્ણની ઘુઘરીઓના સમૂહથી ઉત્પન્ન થયેલ કોલાહલયુક્ત, વગર પ્રયત્ન પ્રાપ્ત કરેલા જગતના નાથના સંગમથી ઊંચા કરેલા ઉત્તરેત્તર હાથીની સૂંઢ સરખા ગેળ અને પાતળી હજાર ભુજાઓ વડે નૃત્ય કરતું હોય તેમ પવનથી ઉછળતી અને ફરકતી ધ્વજાઓના સમૂહવાળું પૃથ્વીમંડલ, ત્રણ કિલ્લા સહિત, ત્રણ છત્ર યુક્ત, અશેકવૃક્ષથી અધિષિત, દેવેએ અને અસુરોએ રચેલ સમવસરણ જોયું. એકદમ નીચે ઉતરી આવેલા દે અને અસુરના ઈન્દ્રોએ પહેરેલાં આભૂષણોના સમૂહની પ્રભાઓ એકઠી થવાથી સૂર્યમંડળને આચ્છાદિત કરતું સમવસરણ જેઈને વિસ્મયથી વિકસ્વર નયનવાળા, જેમના દેહમાં આનંદ ઉભરાઈ રહેલો છે એવા ભરત મહારાજા મરુદેવી સ્વામિ નીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે-હે માતાજી! ત્રણ ભુવનના ગુરુ, જગતના ભૂષણ, આપના પત્રની સદ્વિને જુઓ ! એમની આ સમૃદ્ધિ જોવાથી મારી ચકવતીની ફધિ તેની આગળ તણ કરતાં પણ તુચ્છ જણાય છે.” દેવાએ, અસુરે એ, મનુષ્યએ અને વિદ્યાધરેએ કરેલે જ્ય જ્યારવ મરુદેવી માતાએ સાંભળે, લેકનાં મન અને શ્રવણેન્દ્રિયને આનંદ પમાડનારી તીર્થકરની અમૃતમય વાણી સાંભળી. વાણી સાંભળીને મરુદેવીમાતાને કર્મરાશિ પીગળી ગયે. મેહજાળ વિનાશ પામ્યું, શુભભાવ પ્રગટ થયા, અંધકાર દૂર થયે, વિમય ઉત્પન્ન કરનાર ભગવંતના અતિશય જેવા લાગ્યાં અને વિચારવા લાગ્યાં કે, “નકકી ત્રણે ભુવનમાં સહુથી ચડીયાતે મારો પુત્ર છે, નહિતર વિવેકી દેવતાઓ તેમની સેવા કરવામાં તત્પર કેમ બને? કરુણાથી ભરપૂર હદયવાળા આવા તીર્થકરેની સંસારમાં ઉત્પત્તિ (અવતાર) એ ત્રિભુવનના પ્રતિબંધ નિમિત્તે છે. માતા-પિતાદિક તે ઉપકરણ–નિમિત્ત માત્ર છે. આમ હોવાથી નેહ-મમતા રાખવાને અવસર જ કયાં છે? માટે પહેલાં નેહથી મહિત બની વિલાપ કર્યો તે ખોટું કર્યું, સંસારમાં પરિભ્રમણ કરતા અને કર્માધીન બનેલા સર્વ જે સર્વના પિતા, માતા, બંધુ, સ્વજન, શત્રુ, દુર્જન, મધ્યસ્થ બને છે.” આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy