SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત ૧૨. દેવિવમાન, ૧૩. રત્નરાશિ, ૧૪. નિધૂમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ના જોઈને જાગ્યાં. ત્યાર પછી નિદ્રા ખાકી રહેલી હાવાથી લાલ નેત્રવાળાં, ચપળ, મનેાહર, બહુલસ્યામ પાંપણને વિકસ્વર કરતાં નેત્રપત્રવાળાં, તેજપુંજ જેમ સૂર્ય મંડળ તરફ, ધનસંપત્તિ જેમ કુબેર પાસે, કૌમુદી જેમ ચદ્રષિ’» તરફ, રિત જેમ કામદેવ પાસે, ઈન્દ્રાણી જેમ ઈન્દ્ર પાસે, હંમેશા નજીક અને અનુરાગવાળા હૈાવા છતાં મરુદેવી નાભિ કુલકરની પાસે આવ્યાં, અને વિધિપૂર્વક પોતે દેખેલાં ચૌદ મહાસ્વપ્ના પતિને નિવેદન કર્યાં. ટુથી ઉછળતા હૃદયવાળા આનંદપૂર્ણ લેાચનવાળા રામાંચિત થયેલા નાભિકુલકરે કહ્યું- હે સુંદરી ! પૂર્વે કરેલ સુકૃતવૃક્ષ આજે ફ્ળ્યુ. વડીલ વર્ગની આશિષા સમૃદ્ધ થઈ. ચૌદ મહાસ્વપ્નાથી સૂચિત ત્રણે લેાકમાં આશ્ચય - ભૂત, સમગ્ર લાકે વડે પ્રશ’સવા યેાગ્ય, સુરે અસુરાના તથા મનુષ્યેાના ઇન્દ્રો રાજેન્દ્રોના મુગુટ-મણિએથી જેમના પાદપીડ ઘસાઈને સુંવાળા થયા છે—અર્થાત્-દેવેન્દ્રો અને નરેન્દ્રો જેમના ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કરશે એવા પુણ્યના ઢગલા સરખા પુત્ર તને થશે. માટે હે દેવી ! તે' અમારા મનેરથા પૂર્ણ કર્યાં. જગતના લોકોનાં નેત્રોને શાંતિ આપનાર થઈ છે. તે પ્રિય પતિના વચન સાંભળીને સ્વપ્નનાં યથાર્થ ફૂલને જાણીને હૃદયની શંકાને વેગ ચાલ્યું ગયે. શરીર અને મનેરથા શ્વાસ લેવા લાગ્યા. હર્ષથી વિકસિત નેત્રવાળી મરુદેવી પતિના વચનને અભિનદન આપીને પુત્રજન્મ માટે ઉત્સુક હૃદયવાળી થઈ અત્યંત સતાષ પામી. આ સમયે ચલાયમાન થયેલા સિંહાસન પર રહેલા સૌધ ઇન્દ્રે નાભિકુલકરને અભિનંદન કયું કે. · હું મહારાજાધિરાજ ! સમગ્ર જગતમાં ચૂડામણિ સમાન, ત્રણે લેાકના પિતામહ (દાદા), સંસાર અને મેાક્ષના માર્ગને પ્રગટ કરનાર, પરહિત કરનાર, સર્વાર્થસિદ્ધ વિમાનના સુખને ત્યાગ કરીને ઉત્તમ વિવેક સહિત, માક્ષમાર્ગ જ્યાં અટકી ગયા છે, એવા ભરતક્ષેત્રમાં તમારા કુલરૂપી આકાશમાં ચંદ્ર સરખા શ્રેષ્ઠ પ્રથમ ધર્મચક્રવર્તી તીથ કર ઉત્પન્ન થયા છે. એ પ્રમાણે નાભિકુલકરને અભિનંદીને, મધુર વાણીથી મરુદેવી સ્વામિનીની પ્રશંસા કરીને ઈન્દ્ર મહારાજા પેાતાના સ્થાને ગયા. પ૬ દિકુમારિકાઓ સ્વામિની મરુદેવી પણ ત્યારથી માંડીને ઉય પામતા પૂર્ણિમાના ચંદ્રવાળી પૂર્વ દિશાની જેમ, લગાર લગાર ઉજ્જવલ ગડતળવાળી, સિડવાળી ગુફા સરખી, અમૃતપૂર્ણ શશિલેખા જેવી, વિશેષ પ્રકારે અભયદાન દેવાના મનેરથવાળી થઈ. હ ંમેશાં વૃદ્ધિ પામતા શુભ પરિણામના યેાગે ઉત્પન્ન થતી ધર્મ અભિલાષાવાળી ગુપ્તગ વાળી ગર્ભને વહન કરતી હતી. નાભિકુલકર પણ મેાક્ષવૃક્ષના સફળ બીજભૂત પુત્ર થવાના પ્રભાવ વડે યુગલિક પુરુષા દ્વારા વિશેષ અભિનંદનપાત્ર થયા. કલ્પવૃક્ષાના પ્રભાવ અધિક અધિક સુખ આપનારા થયા. ઈક્ષ્વાકુભૂમિમાં સર્વત્ર તિય ચા અને મનુષ્યાના વેરાનુબા ઉપશાંત થયા. ત્યાર પછી નવ માસ અને સાડા આઠ દિવસે પસાર થયા પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે મધ્યરાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ થયા ત્યારે, તથા સર્વાં ઉચ્ચ ગ્રહેા ઉત્તમ સ્થાનકમાં આવ્યા ત્યારે પ્રસૂતિવેદના ન જણાય તેવી રીતે ત્રણેલેાકના આનંદના કારણભૂત પૂર્વ દિશા જેમ સૂર્ય ને તેમ મરુદેવી સ્વામિનીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યા. તે ક્ષણે ઉડતી રજ ઉપશાન્ત થવાથી દિશામંડલ પ્રસન્ન બન્યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy