SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ષભસ્વામીનો જન્મ અને જન્મોત્સવ દઃ એવી રીતે અર્થથી બહુશ્રુતેના અર્થના ધારકનું વાત્સલ્ય કરવું. ૭. તથા તપસ્વીઓની પ્રશંસા વિનોપચાર, ઔષધાદિકથી વાત્સલ્ય કરવું. ૮. તથા સમ્યગદર્શનને વિષે, ૯. જ્ઞાનાદિકના વિનયને વિષે ૧૦. અવશ્ય કરવા ગ્ય ઈચ્છાકાર, મિચ્છાકાર, આદિક દશવિધ ચક્રવાલ સામાચારીરૂપ વેગમાં પ્રવૃત્તિ કરવી. ૧૧. પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણે, સમિતિ-ગુપ્તિઓના પાલનરૂપ ઉત્તરગુણે-જે પ્રમાણે પાલન કરવા જણાવ્યા હોય તેનું નિરતિચારપણે પાલન કરવું તથા [૧૩. અપ્રમત્તપણે ક્ષણે ક્ષણે શુભ ધ્યાન કરવું.] ૧૪. યથાશક્તિ નિરંતર બાર પ્રકારના તપમાં ઉદ્યમ કર. ૧૫. યતિવર્ગને કપે તેવા પ્રાસુક દાન દેવા વડે નિર્મમત્વભાવ-ત્યાગબુદ્ધિ લાવે. ૧૬. હંમેશાં દશ પ્રકારના વૈયાવચ્ચમાં તત્પર રહે. ૧૭. આચાર્ય, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી વગેરેને યથાયોગ્ય ઔષધાદિક વડે સમાધિ ઉત્પન્ન કરે. ૧૮. તથા દરરોજ અપૂર્વે નવીન જ્ઞાન ગ્રહણ કરે. ૧૯. શ્રતમાં અત્યંત ભક્તિ ફેલાવે ૨૦. પ્રવચન-શાસનના પ્રભાવના સર્વ સામર્થ્યથી કરે.જણાવેલાં આ વીશ સ્થાનકેની આરાધના વડે વિશુદ્ધ થતા પરિણામ વાળાને સકલ લેકે વડે પ્રશંસવા લાયક તીર્થંકરનામ–ત્રકર્મ બંધાય છે. - વજીનાભ મુનિભગવંતે આ સર્વ સ્થાનકની સ્પર્શના–આરાધના કરી. બામુનિએ ઔષધ, આહારાદિક લાવી આપવારૂપ સાધુજનની વેયાવચ્ચ કરવા વડે કરીને ચકવતી પણાના કારણરૂપ કર્મ ઉપાર્જન કર્યું. સુબાહ મુનિએ સાધુઓની વિશ્રામણ,અંગમર્દન આદિ શુશ્રુષા કરવાવડે અત્યંત બાહુબલ પ્રાપ્ત કરવારૂપ કર્મ ઉપાર્જન કર્યું. વજીનાભ હમેશાં બાહુસુબાહુના ભક્તિ–વેયાવચ્ચ ગુણની, નિઃસ્વાર્થભાવે ગુણની ઉપખંહણ કરવા રૂપ પ્રશંસા કરતા હતા. ત્યારે પીઠ, મહાપીઠ બંને સાધુઓએ મનમાં વિચાર્યું કે, જે સેવા–ચાકરી. વિનય કરતો હોય, તેને વખાણે છે. અમે તે ધ્યાન, અધ્યયન કરીને દેહ દુર્બલ કરીએ છીએ, છતાં અમારી પ્રશંસા કરતા નથી. આવી ખોટી ધારણુ કરી અને ગુરુને ન જણાવ્યું, પિતે આત્મસાક્ષીએ પણ ગીંણા ન કરી, તેથી માયા–પ્રત્યયિક સ્ત્રી વિપાકને ફળવાળું કર્મ બાંધ્યું. એ પ્રમાણે ચૌદ લાખ પૂર્વ સંયમની સાધના, દુષ્કર તપ કરીને અંતે પાદપિગમ અનશનની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયું એટલે યે મૂતિઓ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેપણે ઉત્પન્ન થયા. રષભસ્વામીને જન્મ અને જન્મત્સવ ત્યાં બાધા વગરના સિદ્ધ સરખા સુખનો અનુભવ કરીને કેમે કરીને ચવ્યા. તેમાં પ્રથમ વજનાભ ચવીને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતાર્થના મધ્યખંડમાં ત્રીજો આરે ઘણે વીતી ગયા પછી રાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડિયાં બાકી રહ્યા ત્યારે આષાઢ વદિ ચોથના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે નાભિકુલકરની મરુદેવી સ્વામિનીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. જે રાત્રિએ ભગવંત ગર્ભમાં આવ્યા, તે રાત્રિએ શ્રેષ્ઠ પલંગમાં રતિઘરમાં સૂતેલાં હતાં, ત્યારે મરુદેવીએ આ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે–૧. સારી રીતે વિભક્ત થયેલી ત્રણ રેખાયુક્ત સ્થૂલ, વિશાળ ડેકવાળે, પુષ્ટ સ્કંધયુક્ત, દુર્બલ ઉદરવાળે, લાંબા પુછવાળે, શરદના આકાશ સરખા ઉજજવળ દેહવાળે સુવર્ણની ઘુઘરીઓની માળવાળે વૃષભ. તે પ્રમાણે ૨. હાથી, ૩. સિંહ, ૪. લહમીદેવી, ૫. પુષ્પમાળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. મહાધ્વજ, ૯, કળશ. ૧૦. પદ્મસરેવર, ૧૧. ક્ષીરસમુદ્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy