SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત - અવશ્ય બનનારા અને બનતા ભાવ કાર્ય કરવા તૈયાર થયેલી ભવિતવ્યતા વડે સર્વસામગ્રી સહિત તૈયાર કરાય છે. નહિંતર કયાં આ કુમારનું અહીં આગમન ! આપણે પણ કન્યાદાન કરવા માટે કેમ તૈયાર થયા ? તથા વિવાહ પછી તરત જ કયાં કાળાસર્પના બચ્ચાનું કન્યાન આભૂષણની ઢાંકેલી છાબડીમાં દાખલ થવું અને દાસી વડે તે અહીં લાવવું. વળી ચપળતાથી કુમારે તેમાં હસ્તક્ષેપ કરે, અને તરત જ કુમારને ડંખ મારે, તે સાથે જ તેનું મૃત્યુ થવું! આવી પડતાં સંકટ નિવારણ કરવાં અતિમુશ્કેલ છે. સંસારમાં રહેલા અને નિયતિ પ્રમાણે થનારા ચેકસ ભાવો સર્વથા ઉદયમાં આવે જ છે. તેને અગ્નિસંસ્કારના સમાચાર જાણવા માટે મોકલેલ કંચુકીને આવતાં ઘણે વિલંબ થયો છે. ( ત્યાર પછી કંચુકી પ્રવેશ કરે છે. ). કંચુકી- હે દેવ ! કપૂર–ચંદન–અગરના કાછની બનાવેલી ચિતામાં સારી રીતે ઘી સિંચેલા, છિદ્ર વગરના, ભયંકર વૃદ્ધિ પામતા અગ્નિજ્વાલાના ભડકાઓથી વીંટળાયેલી દેહવાળી કુંવરીએ પણ લહમીધર કુમારને આલિંગન આપીને પિતાને દેહ ભસ્મીભૂત કર્યો ! રાજા- શાશ્વત યમય દેહ કરનારી, તે બંનેનું શું બન્યું ? સાચી વાત કહીએ તે આ વિષયમાં અકસ્માત્ આવી પડેલા દુઃખરૂપ વજગ્નિ વડે અમે જ બળી ગયા છીએ. ચિત્રલેખા- હા! મંદભાગ્યવાળી હું મૃત્યુ પામી. હે નિર્દય દૈવ ! હું હતાશ થઈ, આમ કરવું તને યેગ્ય ન ગણાય. હે પુત્રિ ! અનુરાગ-નિર્ભર, ત્રિભુવનમાં પણ અતિદુર્લભ એવા પતિને પ્રાપ્ત કરીને અમારા મને પૂર્ણ ન કર્યા. તે પુત્રિ ! હું તમારા દુઃખમાં કયારે ભાગ પડાવીશ? (એમ વિલાપ કરતી મૂછ પામે છે.) મદનિકા- હે સ્વામિની ! શાંત થાવ, શાંત થાવ. ચિત્રલેખા- (આશ્વાસન પામીને અને લાંબે નીસાસો મૂકીને) હે આર્યપુત્ર! એકાએક મૃત્યુ મુખમાં જતી મંદભાગ્યવાળી મારી એકજ પુત્રીને ધારણ કરી ન શક્યા ? રાજા- આ વાત તું કેવી ટૂંકી કરે છે? તારે એમ પણ કહેવું જોઈએ કે, કુમારને કેમ ન રેકી શક્યા ? શું મૃત્યુ-મુખ તરફ જવાની ઈચ્છાવાળાને કઈ દિવસ કઈ વડે કોઈ પ્રકારે ધારણ કરી રાખવે, એ આપણું હાથની વાત કહેવાય ખરી? કારણકે- મંત્રો, વેગ કે રસાયણે અગર શાંતિ આપનાર ધાર્મિક અનુષ્ઠાને વડે નિરંતર આરાધના કરવામાં આવે, યુક્તિથી શાસ્ત્રનાં વિધાન કરવાથી, ઔષધ–સેવનથી કે નેહી બંધુઓના પાલનથી અત્યંગ, ધન, સુંદરનીતિ કે શૌર્યાદિથી રક્ષણ કરવામાં આવે, તે પણ આયુષ્ય ક્ષીણ થયા પછી કદાપિ કઈ રીતે મનુષ્ય બચાવવા શક્તિમાન થઈ શક્તા નથી. આવા પ્રકારનું કારશ્ય જોઈને હું ક્ષણવાર પણ ગૃહમાં રહેવા શક્તિમાન નથી. માટે તું જા અને હું તે પૂર્વના પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષાને સ્વીકાર કરી આત્માનું કલ્યાણ કરીશ. લક્ષ્મીધર રાજકુમારને અનુસરનારી વિવાહ-સુખ પામેલી બંધુમતીને પરણાવીને, સમસ્ત જગતને વિસ્મય કરનાર પુત્રને પણ રાજ્યાભિષેક કરીને ત્યાર પછી સમતાભાવથી આત્મસાધનાના મનોરથ કરીશ; પરંતુ તે તે અત્યારે જ કરવાનો સમય પાકી ગયો. હે આયે ! ક્રમપૂર્વક મારશે પૂર્ણ કરીશ” તેને દૈવ સહી શકતો નથી, તેમાં આપણું શું ચાલે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy