SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ દશાણુભદ્રરાજા અને ઈન્દ્ર ४५७ મરણરૂપ ઉછળતા કèલવાળા, વૃદ્ધિ પામતા ક્રોધાદિ ચાર કષાયરૂપ દાવાનળવાળા, દુર્દાન્ત ઈન્દ્રિયેના વિષયે રૂપી હિંસક પ્રાણીઓથી ભરેલા સંસાર-સમુદ્રમાં ભવરૂપી મગરમચ્છના મુખને આશ્રય કરીને રહેલા ને હે જિનેશ્વર ! હે મહાગુણનિધાન ! ત્રણે લોકના નાથ ! તમે જ માત્ર તેઓનું રક્ષણ કરનાર છે. કર્મરૂપી પ્રચંડ સૂર્યકિરણોના સ્પર્શથી તાપ પામેલા ખરેખર તમારા ચરણરૂપી વૃક્ષની છાયાને આશ્રય કરનાર જેને તમે શાંતિ આપનાર અને રક્ષણ કરનાર થાઓ છે. વિવિધ દુઃખસમૂહથી ઉભટપણે ભેદાએલા ગાત્રવાળી નારકી ગતિમાં, ડામ સહેવા, અંકન કરવાના, આર ભેંકાવવાના, ગજ ઉપરાંત ભાર વહે, ભૂખ, તરશ સહેવાં, પરાધીનતા આદિ અનેક દુખવાળી તિર્યંચગતિમાં, આધિ, વ્યાધિ, ઉપાધિ, દરિદ્રતા આદિ દુખેથી ભરેલી મનુષ્યગતિમાં તમને પ્રણામ કરનાર પ્રાણિસમુદાય સેંકડો દુખેથી સદા મુક્ત થાય છે. દેવાંગનાઓના સમાગમથી ઉત્પન્ન થનારા વિવિધ સુખવાળે દેવભવ, સમગ્ર કર્મ ખપાવીને જીવે જે મેક્ષસુખને પામે છે. મનુષ્યપણામાં પણ શ્રમણપણામાં તલ્લીન બનેલા અને સમતા સુખને અનુભવ કરી રહેલા છે, જેઓ તમારા ચરણકમલની સેવામાં અનુરાગવાળા થાય છે, તે જ પ્રાપ્ત કરે છે. “આપના ચરણકમલની સેવા કદાપિ નિષ્ફળ જતી નથી.” આ પ્રમાણે ઈન્દ્રમહારાજાએ સ્તુતિ કરીને ફરી ફરી પ્રદક્ષિણા કરીને જિનેશ્વરના ચરણમાં પહેરેલે ચપળ હાર પૃથ્વીતલ પર લે- તેમ પ્રણામ કર્યા. ત્યાર પછી દશાર્ણભદ્રરાજા ઈન્દ્ર મહારાજાના ત્રાદ્ધિ-સમૃદ્ધિના સમૂહને દેખીને મહાવિસ્મયથી પરવશ થએલા દેહાવયવવાળે ક્ષણવાર તે ખંભિત થયેલ હોય તેમ રહીને વિચારવા લાગે કે-“અહો ! આ વિમાન-રત્નને શાભાસમૂહ, અહો ! ઈન્દ્રના હસ્તીન્દ્રને મનહર દેહ ! અહા ! ઈન્દ્રને વૈભવ-વિસ્તાર ! અરે! આ વિમાન તે જુઓ. શું આ મણિમય પુના ગુરછાઓમાંથી નીકળતા મકરંદની ત્રાદ્ધિવાળા કલ્પવૃક્ષો સહિત નંદનવન હશે કે શું? અથવા તે મણિમય સ્તંભવાળા નજીક અનેક પટ્ટદવજાની શ્રેણિવાળા અતિશય ચમકતાં મોતીઓની માળા સહિત ઊંચા શિખરની પંક્તિવાળાં સુન્દર મંદિર હશે? અથવા તો નિર્મળ ફટિકની ભિત્તિમાં પ્રતિબિંબિત થએલ દેવ-મનુષ્યના સમૂહવાળું વેગથી ઉડતી પવનથી ઉલાસ પામતી ધ્વજશ્રેણિરૂપ લહેરેવાળું જળ તે નહિ હોય ? અથવા તે પૃથ્વીતલમાં સ્થાપિત કરેલી દેવસુંદરીઓથી મનેહર, ઘણુ દેવના સંચારના કારણે કરેલા આદરવાળા ચરણેથી સ્પર્શ કરાતું પવિત્ર સ્થલ તે નહીં હશે ? અથવા તે આકાશના અગ્રભાગ સુધી ઊંચાઈવાળા પ્રગટ મેટા શિખર તટવાળા ઐરાવણ હાથીના બાનાથી પર્વત તે નહીં હશે? આ પ્રમાણે આચર્યથી ચકિત અને સ્થિર નેત્રવાળે જાણે ચિત્રામણમાં ચિન્નેલ ન હોય તેમ થોડો સમય તે નવી દુનિયામાં આવ્યા હોય–તેમ આશ્ચર્ય પામ્ય. આ પ્રમાણે આખા આકાશસ્થળમાં દેવતાઓ પથરાએલા હોવાથી સમગ્ર જીવલોકને દેવમય માન, સર્વ દિશામુને દેવાંગનાઓમય જત, ભુવન જાણે દેવતાઈ યાન-વાહનમય થઈ ગયું હોય, તેમ ભાવ, મણિ-રત્નસુવર્ણ–ભરેલ જાણે આખો દેશ થઈ ગયે, હાય તેમ અવ. લેખન કરતે, “હું નિષ્ફળ પ્રતિજ્ઞા ફળવાળો થયે છું” એમ ચિંતવવા લાગ્યું કે-“આ સુરેન્દ્રની ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy