SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત પ્રદેશવાળું, જેમાં દેવગણના સંચારથી મણિજડિત મુકુટેનાં કિરણે વિશેષ ઉલ્લાસ પામેલા છે, દેવવારાંગનાઓના હસ્તમાં રહેલ સુંદર ચામરોએ જેમાં શભા કરેલી છે, પવનના કારણે પરસ્પર અથડાતી અને મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળું વિમાનરત્ન જોયું. ત્યારપછી રાવણ હાથીપર આરૂઢ થએલા ઈન્દ્રમહારાજા આવ્યા. તે કેવા હતા ? મરકત મણિમય, નીલકમલ અને સુવર્ણકમલ પર એક એક પગને સ્થાપન કરતા, મદપૂર્ણ ગંડસ્થળમાંથી ઝરતા મદજળથી શોભાયમાન, મણિમય અંબાડીવાળા, મજબૂત લાંબી સૂંઢવાળા, મેટા મુશલ સરખા ઊંચા દંકૂશળવાળા દેવતાઈ હાથી પર પ્રથમ દેવાંગનાઓને આરોહણ કરાવીને ત્યાર પછી ભક્તિ અને બહુમાનવાળા ઈન્દ્રમહારાજા જગદ્ગુરુને વંદન કરવા માટે આવ્યા. જે વખતે દરેક દિશામાં તરુણ દેવાંગનાઓ વિવિધ પ્રકારનાં નૃત્યનાટક હાવ-ભાવપૂર્વક બતાવતી હતી. સુર-સમુદાય મંગલ જયકાર શબ્દને કેલાહલ કરતા હતા, તે વખતે ઈન્દ્ર મહારાજા મનુષ્યલેકમાં ઉતરીને નીચે આવ્યા. સમવસરણમાં બેઠેલા દે અને મનુષ્યએ જયકાન્ત” વિમાનને કેવા પ્રકારનું દેખ્યું? તે વિમાનની સર્વદિશાઓમાં સ્ફટિક રત્નમય તેજસ્વી મોટી વાવડી સહિત, તેમાં પ્રક્ષા લિત ઈન્દ્રનીલ કમલિનીઓ તેમજ સુંદર સુવર્ણકમલ-સમૂહયુક્ત, એક એક કમલપર નવરસગુણવાળ કરાતા નવીન નાટકવાળું, ત્રણે ભુવનને વિમય પમાડનાર, દેવાંગનાઓ વડે કરાતા નૃત્ય-નાટકવાળું, એક એક નાટકના ખેલમાં ઈન્દ્રના સરખા રૂપ અને વૈભવવસ્ત્રવાળ સુંદર દેવ હ. એક એક તેવા દેવના શ્રેષ્ઠ વૈભવના ઉપભેગ-સહિત ઈન્દ્રસભા સરખી અત્યંત ગુણયુક્ત પર્ષદા શોભતી હતી. આ પ્રમાણે ઈન્દ્રમહારાજાનું પિતાનું શ્રેષ્ઠ વિમાન દેખીને તેની રમ્યતાથી ક્ષણવાર પિતે મનમાં વિમય પામ્યા. દે અને મનુષ્ય સમવસણમાં બેઠેલા હતા. તેઓ આ જોઈને શું દેવલેક જાતે જ ભક્તિ-બહુમાનથી અહીં ઉતરી આવ્યો કે શું ? અથવા તે ઈન્દ્રજાલ તે નથી ? આમ બેલતા હતા ત્યારે ઈન્દ્ર મહારાજા ભગવંતને પ્રદક્ષિણા કરવા લાગ્યા અત્યંત મહર લાવણ્યની શોભા અને આભૂષણે ધારણ કરનાર, તપાવેલા સુવર્ણ કરતાં અધિક દીપતી અંગશેભાવાળા, ભગવંતની સ્તુતિના અખલિત અક્ષરે બેલતાં જ વિકસિત થએલ વદનકમલવાળા, બિમ્બફલ સરખા લાલ ચલાયમાન મનહર એક્કપત્રવાળા, એકઠાં થતાં દંતકિરણોની પ્રભાથી શોભતા વદનવાળા, ભક્તિપૂર્ણ નમાવેલા મસ્તક પર સ્થાપન કરેલ હસ્તયુગલની અંજલિપુટવાળા, પવનથી ઉડતા વસ્ત્રને સંયમિત કરતા, આદરવાળા, પહેરેલા મનહર વસ્ત્રની પ્રભાથી અંગની ભાવાળા, પરિવારભૂત દેવેની સાથે રહેલા ઈન્દ્રમહારાજા સ્તુતિ બોલવા લાગ્યા. શું બોલવા લાગ્યા ?– “દુખસમૂહરૂપ પ્રચંડ જળથી પૂર્ણ, ઈષ્ટવિયોગ અને અનિષ્ટ-સગરૂપ ભયંકર જળચરોથી વ્યાપ્ત, અગાધ જન્મરૂપી આવર્તવાળા, ભયંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy