SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ nnnnnnnnnnnnnnnn ૪૫૨ ચોપન મહાપુરુષનાં ચરિત તેમ, જાનુ અને મસ્તક નમાવતા ચરણકમળમાં પડયા. આ જ દિવસથી તમે જ અમારા ગુરુ”-એમ બેલી રહ્યા, એટલે ગણધર ભગવંતે તેમને કહ્યું કે, દે અને અસુરે મુગુટવાળા મસ્તકથી જેમના ચરણયુગલમાં પ્રણામ કરે છે, તેવા વીર વદ્ધમાનસ્વામી તમારા અને મારા ગુરુ છે. અરે એકલા તમારા કે અમારા નહીં, પરંતુ સમગ્ર ત્રણે ભુવનના ગુરુ છે. જે હું છું, તેવા તે મહાપ્રભાવવાળા તેમને અનેક શિષ્યમુનિઓ છે. ત્યાર પછી તેઓ કહેવા લાગ્યા કે જે તમારા ગુરુ છે, તે અમને વિશેષ વંદનીય છે.” ફરી ગૌતમ સ્વામીએ કહ્યું કે-“મારા પ્રભાવથી આ પર્વત ઉપર ચડીને યુગાદિ પ્રભુને વંદન કરીને પાછા આવે, પછી આપણે ગુરુને વંદન કરવા ચાલીએ.” પછી તાપસે તેમના પ્રભાવથી અષ્ટાપદ ગિરિવર ઉપર આરૂઢ થયા. ભક્તિપૂર્ણ માનસવાળા તેઓ અષભસ્વામીને વાંદીને ગણધર પાસે પાછા આવ્યા. તમારાં દર્શન થયાં, તેથી અમારો આ પરિશ્રમ સફળ થયે.” એમ બોલતા ફરી પદયુગલમાં પડીને વંદન કર્યું ગૌતમે કહ્યું કે-“ચાલો આપણે ગુરુને વંદન કરીએ. હર્ષ પૂર્વક આગળ ચાલ્યા. પર્વત પરથી નીચે ઉતર્યા અને ચાલવા લાગ્યા એક નાના ગામમાં ગયા પછી ગૌતમગણધરે તેમને પૂછ્યું કે-“તમે આજે શાનું ભજન કરશે? તમને કયા ભેજનની અભિરુચિ થાય છે?' તેઓએ કહ્યું કે- દૂધની ખીરનું ભેજન.” ગૌતમે કહ્યું કે-“આ પ્રદેશમાં બે ઘડી રોકાઈ જાવ, હમણું હું લઈને આવ્યું. તે વાત તેઓએ “તહત્તિ કહીને અંગીકાર કરી. મુહૂર્તની અંદરના કાળમાં પ્રવર ક્ષીરજનનું પાત્ર ભરીને આવ્યા. તેઓને કહ્યું કે-બેસી જાવ અને ભોજન કરે.” ત્યારે પરસ્પર એક બીજાના મુખનું અવલોકન કરતા હસવા લાગ્યા કે-“એકને થાય એટલું ભેજન પંદરસોને કેમ પહોંથશે ? અથવા તે આ વિચાર આપણે શા માટે કરે ?” “ગુરુ જે આજ્ઞા કરે, તેમ આપણે કરવું એમ વિચારીને યથાનુક્રમે બેસી ગયા. કેમ?-હૃદયમાં ઉલાસ પામતા વિશુદ્ધ પરિણામ વાળા અને વિકસિત બિસકમલની જેમ ગાઢ રોમાંચિત દેહભાગવાળા ગૌતમસ્વામીએ ખીલેલા મોગરાના અને ચંદ્રના સરખા ઉજજવલ વર્ણની શોભાવાળા અખંડ શાલિ-તંદુલથી બનાવેલ ઉત્તમ પાસ ભજન પીરસ્યું. અધિક પ્રીતિ પામેલા પંદરસોએ તાપસોને આશ્ચર્ય ઉત્પન્ન એવા ગૌતમ સ્વામીએ “અક્ષીણ મહાન સી” લબ્ધિના પ્રભાવથી સર્વ તાપસને તૃપ્તિવાળું ભેજન કરાવીને, પછી છેવટે પિતે ભેજન કર્યું. ગણધર ભગવંતના મહાપ્રભાવવાળી લબ્ધિના વૈભવને દેખીને તે તાપસે પિતે ઝૂરાવા લાગ્યા કે, આપણે ઘણુ કાળ સુધી આત્માને ખેદ પમાડ્યો અને દુઃખ સહન કર્યું. કેવી રીતે?— પ્રભાવશાળી અનેક ગુણયુક્ત બીજા પણ આવા શિષ્ય જેને છે, તે તે ત્રણે લોકમાં અત્યંત અદ્દભુત કેઈ તેમના ગુરુ હશે ગુરુઓ યેગ્ય ઉત્તમ શિષ્યોને વિશે સમગ્ર જ્ઞાન વિજ્ઞાન સંક્રમાવે છે. આ અનુમાનથી તેમના ગુરુ કેઈ મહાન ગુરુ હોવા જોઈએ. તેથી તેમણે જે કહ્યું હતું કે, “મારા ગુરુ તે બીજા છે તે વાત વિવાદ વગરની છે. નહિંતર ગુરુકુળવાસમાં રહી તેમની ઉપાસના કર્યા વગર અ ટલી સિદ્ધિ કેમ સંભવે ? તે હવે ભુવન પર ઉપકાર કરનાર એવા જગદ્ગુની પાસે આપણે હવે ચાલીએ અને સંસાર-સાગર પાર ઉતારનાર એવા તેમના ચરણની ઉપાસના કરીએ..... (૬૯૬ ગા૦ ખંડિત.) આ પ્રમાણે સમ્યગ્દર્શનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy