SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામી અને તાપસે ૪પ૧ ઉંડાણમાં પડી ગયું હતું. આ પ્રમાણે આર્તધ્યાન-રહિત ધર્મધ્યાનમાં તત્પર થએલાનો રાત્રિનો છેલ્લે પ્રહર ચાલી રહેલું હતું, ત્યારે વ્યાધિના વિકારને કઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કરેલ હોવાથી તીવ્ર વેદના ઉત્પન્ન થઈ તે પણ વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા તે મૃત્યુ પામીને ઉત્તમ દેવપણામાં ઉત્પન્ન થયા. માટે હે દેવાનુપ્રિય! અહીં દુર્બળતા કે બલિકતા, કે લાંબાકાળનો પર્યાય કે એક દિવસનો સાધુપણાનો પર્યાય એ કલ્યાણુ-પરંપરાનું કારણ નથી. કારણ કે, કર્મ પરિણતિ વિષમ છે. કર્માધીન થએલા છે સુખ-દુઃખને ભોગવનારા થાય છે.” આ પ્રમાણે ગૌતમ ગણધર ભગવંતે કહેલું સાંભળીને “એમ જ છે.” એમ બોલતે તે વિનયપૂર્વક પ્રણામ કરીને આકાશ-માગે ગયે અને ઈચ્છિત સ્થાનક તરફ પ્રયાણ કર્યું. ગૌતમસ્વામીજી પણ યથાવિધિ યુગાદિદેવની પર્યું. પાસના કરીને અષ્ટાપદૌલથી નીચે ઉતરવા લાગ્યા. તે સમયે તાપસ-સમૂહે તેમને જોયા. તે કેવા હતા? – હવે અષ્ટાપદપર્વતની મેખલાથી નીચે ઉતરતા, પરાકમથી ચાલતા, ધૈર્યવાળા સિંહ સરખા, વિશાલ કઠિન વક્ષસ્થલવાળા, ગૌતમ ગણધરને દેખીને પરસ્પર ઉત્પન્ન થયેલ આશ્ચર્ય અને વૃદ્ધિ પામતા આલાપવાળા તાપસ એમ કહેવા લાગ્યા કે–આટલી ભૂમિ સુધી આપણે મહા કષ્ટથી માંડ માંડ પહોંચ્યા. પ્રાપ્ત કરેલ પ્રચંડ દિવ્યશક્તિવાળા આ કઈ મહાનુભાવ પરિશ્રમ વગર આરોહણ કરીને ઉતરે છે. લોકોમાં તે એમ કહેવાય છે કે, “ડુંગર ચડવા દોહિલા, ઉતરતાં શી વાર” “ઉપર ચડતાં મુશ્કેલી પડે છે. ઉતરતાં સહેલાઈથી પરિશ્રમ વગર ઉતરી જવાય છે.” આ જગત-પ્રસિધ્ધ કહેવત આમણે ફરી પ્રગટ કરી. અથવા પ્રયત્ન કરનાર ધીરપુરુષ સહેલાઈથી ઉંચા પદ પર આરૂઢ થાય છે અને વળી દુઃખથી નીચે ઉતરે છે. આ અર્થને પ્રકાશિત કરવા માટે કેમ ન હોય ? માટે હવે ભુવનમાં કરેલા મોટા આશ્ચર્યવાળા એમના શરણનો જ સ્વીકાર કરીએ. આ જગતમાં અપૂર્વ પરાક્રમવાળા મહાનુભાવ એ જ માત્ર આપણને શરણ છે. આ મહામાના ચરણકમલના પ્રભાવથી ત્રિભુવનનાથના મુખનાં દર્શન અને પર્વતારોહણ કરવા સમર્થ બનીશું. આ જગતમાં પ્રભાવવાળા મહાપુરુષની સેવા કરનારને કેઈપણ પદાર્થ અસાધ્ય નથી, તે પછી જિનેન્દ્રના ચરણ-કમળને વંદન કરવા માટે પર્વતારોહણ કરવું, તે કઈમેટી વાત છે? સદ્ભાવપૂર્વક મહાનુભાવોની સેવા કરવાથી ઈટકાર્યોની સિદ્ધિ થાય છે, અથવા આશયાનુસારે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગણધર ભગવંતની મહાનુભાવતાથી આકર્ષાએલા ચિત્તવાળા તેઓ પરસ્પર મંત્રણા કરતા હતા, તે તાપસની વચ્ચેથી ગૌતમસ્વામી જઈ રહ્યા હતા. ત્યાર પછી તેમનાં દર્શનથી ઉત્પન્ન થએલા હર્ષ સમૂહવાળા, ભક્તિભરથી વિકસિત થએલ રેમરાજીવાળા તાપસ ગણે ગૌતમ મહર્ષિનાં દર્શન થતાં જ “અમે તમારું સ્વાગત કરીએ છીએ એમ બોલતા ઉભા થયા. બંને હસ્તની અંજલિ મસ્તક પર સ્થાપન કરીને કહેવા લાગ્યા કે-હે ભગવંત ! આપ તે અચિન્ય શક્તિશાળી માનુષવેષધારી કોઈક દિવ્ય આત્મા છે તે અમારા પર કૃપા કરીને અમને આપના શિષ્યપણે અમારો સ્વીકાર કરો, કૃપા કરીને અમને સંસાર-સાગરથી પાર ઉતારો”-એમ બેલતા પૃથ્વીતલને સ્પર્શ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy