SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ વસુમતી—ચન્દના ૪૦૧ તે તાપ સહી શકતું નથી. પાકટ વયવાળા તપસ્યાને તીવ્ર સંતાપ સહન કરી શકે, પણ બાળકનું શરીર ને સહી શકે. નાના ખાબોચીયાનું જંળ તડકે દેખવા માત્રથી શોષાઈ જાય છે. અહ જ કેળવાએલ અવયવવાળે પ્રાણી તપ કરવા શક્તિમાન થાય છે-એ વાત ચોક્કસ છે. શં કોઈ દિવસ અગ્નિકણ કયાંય પણ ઘણું ઇંધણા વગર જળી શકે ખરે? આ કારણે ઈષ્ટકાર્ય સિદ્ધ કરવામાં વય-પરિણામ એ કારણ છે. પૂર્ણચંદ્ર સમગ્ર જગતને ઉદ્દઘાત કરે છે, પરંતુ ચંદ્રલેખા નહિં કરી શકે.” આ સાંભળીને કંઈક વદન-કમલ વિકસિત કરીને ચંદના બેલવા લાગી કે મહારાજ ! પંડિતબુદ્ધિવાળા પુરુષે આવા પ્રકારનું બેલે ખરા ? કારણ આ૫ સાંભળે- (૨૭૦ મી ગાથા ખંડિત છે) સામર્થ્યવાળું પ્રાણી પ્રથમ યૌવનવયમાં જ સમગ્ર કરવા લાયક કાર્ય કરવામાં સમર્થ થાય છે. જ્યારે ઈન્દ્રિયોનું બળ ઘટી જાય છે, વેદનાથી અશક્ત શરીરવાળો થાય છે, ત્યારે ઉભા થવાની તાકાત રહેતી નથી, તે પછી બીજું કરવાની વાત તે કયાં રહી? વજ મોટા પર્વતને ભેદી શકે છે, નહિં કે માટીને પિંડ કદાપિ પર્વતને ભેદનાર થાય. (પૂર્વાદ ખંડિત છે.) આ પ્રમાણે વૃદ્ધવયમાં સામર્થ્ય-રહિત મનુષ્ય કેવી રીતે તરી શકે? તે કારણથી યૌવનવયમાં જ હું ધર્મબુદ્ધિ કરવા ઈછા રાખું છું. બીજું આ રત્નવૃષ્ટિ મને ધર્મમાં ઉદ્યમ કરવાની પ્રેરણા આપે છે. પંડિત પુરુષએ કહેલી આ વાત તમે શું નથી સાંભળી?—ધર્મરહિત પુરુષે સર્વ સંપત્તિઓના પાત્ર બની શકતા નથી. આ સમયે ઈ આવીને શતાનીક રાજાને કહ્યું કે, હે રાજન્ ! આમ રખે ન બોલતા, કારણ તમે સાંભળે શીલ-ગુણવૈભવ પામેલી આને તમે શું ન ઓળખી? ચંદનવૃક્ષની શાખા સરખી શીલની મૂર્તિ સ્વરૂપ આ ચંદના છે.' આ ચંદના વર્ધમાન તીર્થકર ભગવંતની સહુ પ્રથમ સાધ્વીઓને સંયમમાં પ્રવર્તાવનાર પૂજનીય સાધ્વી થશે. જેના હૃદયમાં હર્ષ સમાતું નથી અને દીક્ષાના કાળની અતિઉત્કંઠાવાળી આને બીજી વાત કરવી ઉચિત નથી. અહીં વધારે શું કહેવું? જગદગુરુથી પ્રવ્રજ્યા આપવાના અનુગ્રહને ગ્ય જે સમય, તે કાળ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી, તમારા ઘરે તે રહે. વળી દેએ વરસાવેલી રત્નવૃષ્ટિનું ધન પણ તેનું જ છે, તેને ગ્રહણ કરે અને તેની ઇચ્છા પ્રમાણે જેને આપવું હોય તેને તે ભલે આપે.” ત્યાર પછી ઈન્દ્રની અનુમતિથી સર્વ ધન ગ્રહણ કરીને શતાનીક રાજા ઘણું ગૌરવ કરીને ચંદનાને પિતાને મહેલે લઈ ગયે. આ ધનમાંથી એક ભાગ રાજાને, બીજો ભાગ શ્રેષ્ઠીને, ત્રીજો ભાગ પિતે ગ્રહણ કરીને રાજમંદિરે ગઈ આ પ્રમાણે દીન, અનાથ વગેરેને ઈચ્છા પ્રમાણે ધન આપતી શ્રેષ્ઠીના ઘરેથી પ્રયાણ કર્યું. રાજા પણ ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બની ધન શેઠને પૂછીને તેની સમ્મતિથી વસુમતીને પિતાના મંદિરે વિધિપૂર્વક લઈ ગયો અને તેને કન્યાના અંતઃપુરમાં સ્થાપન કરી. ત્યાર પછી તે સમગ્ર અલંકારનો ત્યાગ કરેલ હોવા છતાં પણ, સ્વાધીન શીલાલંકારથી વિભૂષિત અવયવવાળી. અત્યંત મનહર ઉત્પન્ન થએલ લાવણ્ય અને યૌવનના પ્રકર્ષવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy