SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ચોપન્ન મહાપુરુષનાં ચરિત ચારે દિશામાં પડેલા રનઢગલાયુક્ત ધનશ્રેણીનું અલંકૃત મંદિર જોયું. વિરમય પામવાથી પ્રફુલ્લિતનેત્રવાળા રાજા કહેવા લાગ્યા કે “હે મહારોથી! ખરેખર તમે ધન્ય છે. કે, જેના ઘરે ત્રણે ભુવનમાં તિલકભૂતિ એવી તમને પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્રીએ તે આ લેકમાં જ આવા પ્રકારનું ભગવંતને દાન આપવાનું ફળ પ્રાપ્ત કર્યું. સાંભળ-હું આ નગરીમાં રાજા છું, તમે તે એક કુટુંબીજન છે, આટલું મોટું આપણું આંતરું હોવા છતાં પ્રભુએ તમારા ઉપર ઉપકાર કર્યો. આ વિષયમાં વૈભવ, જાતિ, પ્રભુત્વ એ વગેરે કુશળકર્મનાં-પુણ્યનાં કારણ નથી, પરંતુ જેના ઘરે અતિથિઓનું આગમન થાય છે, તે પુણ્યનું કારણ છે. ભાગ્યશાળી ત્યારે જ આવા પ્રકારનું શ્રેષ્ઠ પાત્ર પામી શકે છે કે, જ્યારે જીવને નજીકમાં મહાકલ્યાણ થવા સંભવ હોય છે. આ પ્રમાણે રસ્તુતિ-સમૃદ્ધિના સંબંધવાળાં વચને વડે અભિનંદન કર્યું, તેમ જ સર્વાદર પૂર્વક શ્રેષ્ઠીનું ગૌરવ કર્યું. તે દરમિયાન ત્યાં સાથે આવેલા એક મેટા અધિકારીએ ચંદનાને દેખી. ફરી ફરી વિતર્ક કરતાં કરતાં ચંદનાને ઓળખી. ઓળખતાં જ પગમાં પડીને રુદન કરવા લાગ્યું. ત્યાર પછી તે પ્રમણે રુદન કરતા દેખીને તેને રાજાએ પૂછયું કે, શી હકીક્ત છે ? તેણે પણ ધાડ પાડી હતી વગેરે, આ તથા તેની માતા મૃત્યુ પામી ઈત્યાદિ સવિસ્તર વૃત્તાન્ત કહ્યો. બાકીનું એ પોતે જ કહેશે. ત્યાર પછી રાજાએ વસુમતીને પૂછ્યું. તેણે પણ જે બન્યું હતું, તે કહી જણાવ્યું, યાવત ધનશ્રેષ્ઠીના હસ્તમાં આગમન થયું. પુત્રી તરીકેનો સ્વીકાર. પુત્રી તરીકેના સ્નેહથી જેવી રીતે આજ સુધી પાલન કર્યું. હવે તે તમે અને શ્રેષ્ઠીથી અનુજ્ઞા પામી હું ધર્માચરણ કરવાની અભિલાષા રાખું છું. કારણ સાંભળો : ઘણું પ્રકારનાં સેંકડો ખેથી ભરેલા અસાર સંસારમાં કર્યો વિવેક કરનાર વૈષયિક સુખને સંગ કરવામાં મેહ પામી રમણતા કરે ? આ જ જન્મમાં તેવા પ્રકારની સુકુલ જન્મ આદિ સંપત્તિ દેખી. વળી ફરી પારકા ઘરે કલેશ ભેગવવામાંથી મુક્તિ પણ પ્રાપ્ત કરી. તેવા પ્રકારની અનેકવિધ શોભાવાળી મારી જે પૂર્વાવસ્થા, તેને જે કઈ મિત્રે વચ્ચે કહેવામાં આવે, તે પણ તે હકીકતમાં કેણ વિશ્વાસ કરે! એમ સંસારમાં કર્મના કારણે વિવિધ અવસ્થાએ જાણીને કર્યો સમજુ મનુષ્ય એક નિમેષ પણ આસક્તિ કરે ?” આ સાંભળીને રાજાએ કહ્યું કે હે પુત્રી ! આજે તારી બાલ્યવય છે, યૌવનના વિકારે રોકવા અશક્ય છે, મહારાજાને જિતવો સહેલો નથી, ઈન્દ્રિયે બળવાન છે, માટે સંસારના વિલાસે ભેગવીને સમગ્ર ઈન્દ્રિયના સુખને અનુભવ કરીને, ધનસમૃદ્ધિ સાર્થક કરીને પછી પાકી વય થાય, ત્યારે ધર્મ માટે ઉદ્યમ કરવો યોગ્ય ગણાય. અત્યારે તે ત્રણે લેકના જતુઓને વિસ્મય પમાડનાર તમારું આ રૂપ કયાં? અને લાવણ્યનો નાશ કરવા સમર્થ એ તાપવિશેષ કયાં! હિમના પવનથી કમલને જેમ વિનાશ થાય, તેમ મનહર કાંતિ અને લાવણ્યવાળા તમારા સુંદર રૂપને નાશ કરનાર તપ થાય છે. પંડિત પુરુષે જ્યારે જ્યાં જે એગ્ય હોય, તેમ જ કરે છે. શું કોઈ બાળક મદિરાના ઘડામાં હવન કરવાનું ઘી ભરે ખરે? આ પ્રમાણે તમારી મનહર લાવણ્યકાંતિથી શોભાયમાન શરીરલતા માટે કરેલો તપ નક્કી તેને નાશ કરનાર થાય છે. બીજું લાલકમળ સરખી પ્રભાવાળું તમારુ શરીર તીવ્રતાપને શી રીતે સહી શકશે? વૃક્ષ તીવ્રસૂર્યને તાપ સહી શકે, પરંતુ ન ઉગેલે ફણગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy