SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વાવસ્થામાં પાર્શ્વ કુમારનાં પ્રભાવતી સાથે લગ્ન ૩૫૫ સરખા ઉજ્જવલ ચપળ, શ્યામ પાંપણયુક્ત નયના વડે પ્રભુ નજર કરતા હતા, ત્યારે ભવનના આંગણાના ભાગ જાણે ધવલ થઈ જતા હાય તેમ જણાતું હતું. તાજા રસવાળા વિકસિત કમલના તંતુઓના સરખા સુંગધવાળા મુખવડે ભ્રમણ કરતા અને લીન થતા ભમરાઓની માળા ઢગાતી હતી. શંખ, વજ, અંકુશ આદિ શુભ લક્ષણવાળા ચરણે ખેલ્યા વગર એમ જણાવતા હતા કે ભવિષ્યમાં ત્રણે લેાકના નાથ થનારા છે.’ આ પ્રમાણે સમગ્ર સુરેન્દ્રોના મુગુટાથી અČન કરવા ચાગ્ય ચરણકમળવાળા તેમ જ દુદુભિ સરખા ગભીર વચનવાળા, શ્રીવત્સ વડે અલંકૃત વક્ષસ્થલવાળા, અત્યંત સૌમ્ય દર્શન હોવાથી લેાકેાના મનને આન ઉપન્ન કરાવનાર એવા પાર્શ્વ કુમારના યૌવનકાળના આરભ થયા. સમુદ્રમથન કરતા જેમ શ્રેષ્ઠ અમૃતરસ, તેમ ત્રણે લોકોનાં મનને હરણ કરનાર શ્રેષ્ઠ સમ` ઉલ્લસાયમાન યૌવનારભ પ્રાપ્ત થયા. સમગ્ર કળા પ્રાપ્ત થયેલ સ`ધ્યા પછીના કાળમાં રાત્રિએ ઉદ્ભય પામેલ, ચંદ્રની જેમ સકલ લેાકેાનાં નયનયુગલ અને મનરૂપ રાત્રિવિકાસી કમળને આનંદ આપનાર, દન કરતાં સુખ ઉત્પન્ન કરનાર, કલ્પવૃક્ષ ઉપર જેમ પુષ્પોગમ તેમ પ્રક પણાને પામેલ, વિકસિત થતા પદ્મકમલ-વનને જેમ સૂય તેમ તથા ઘણાં નૃત્ય અને વિલાસ સ્થાનેથી મનેાહર મારના પીછાના સમૂહની જેમ તથા મેઘપ ́ક્તિમાં ઈન્દ્રધનુષના રંગાની જેમ પ્રભુના યૌવનકાળ પ્રગટ થયા. આ પ્રમાણે દેવથી અધિક રૂપ અને ભુજામળ વાળા પાર્શ્વકુમારના અદ્દભુત મનેાહર યૌવનાર ભ વૃદ્ધિ પામ્યા. સમગ્ર લેાકને સુખ આપનાર યૌવનાર ભ પ્રારભ થયા. નીલકમળ સરખી પાંપયુક્ત ઉજ્જવલ લાચન વૃદ્ધિ પામ્યાં. પ્રફુલ્લિત તાજા શિરીષપુષ્પના કેસરા સરખી કાંતિવાળા પ્રભુના શરીરની પ્રભાના પ્રક જેમ જેમ વધતા જતા હતા, તેમ તેમ સ્વાભાવિક લીલાપૂર્વક ગમન કરવુ તે રૂપ કમલથી અલંકૃત પૃથ્વીતલ તરફ મુત્રલય–પંક્તિની જેમ સમગ્ર લાકોની દૃષ્ટિમાળા વિસ્તાર પામી, એ પ્રમાણે કોઈક વખત હાથીઓના શિક્ષા-વિનેાદમાં, કેાઈક વખત ઉત્તમ જાતિવ'ત અશ્વો ઉપર સ્વારી કરવાના વિનાદમાં, કોઇક વખત આયુધ-ક્રીડામાં, કોઈક વખત વિવિધ કળાકૌશલ્યમાં, કાઈક વખત શાસ્ત્રોના અર્થની વિચારણામાં વિનાદ કરતાં તેમના યૌવન ભાગકાળ સુખ-સ'પત્તિથી પસાર થતા હતા. યૌવન સાથે કામદેવના વિકાસ થતા હતા. કામદેવ માક સૌભાગ્યાતિશય, સૌભાગ્યાતિશયની જેમ રૂપ-સમુદાય, રૂપ-સમુદાયની જેમ કળાસમૂહ, કળાસમૂહની જેમ વિવેક અને વિવેકની જેમ કલ્યાણુસ્થાના શૈાભી રહેલાં હતાં. ભગવંત સાથે સમગ્ર જીવલેાક પણ શોભતા હતા. આ સમયે સમગ્ર ગુણગણાલંકૃતથી વિશેષિત કરેલા રૂપ-સૌભાગ્યાતિશયવાળા ભગવંતને પ્રસેનજિત્ રાજાએ અત્યંત સૌભાગ્યશાલિની ‘પ્રભાવતી' નામની પોતાની પુત્રી આપી. તે કેવી હતી ? શરદ-પૂર્ણિમાની રાત્રિમાં ઉદ્દય પામેલ ચંદ્રમંડલ, અવલેાકન કરતાં મનેાહર લાગે તેમ કર્ણાભૂષણ અને હાથીદાંતના આભૂષણવાળી, ઉત્તમ જાતિના તપાવેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy