SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પડતા હતા ત્યારે પર્વતથી પ્રેરાયેલા તેઓ કંપતા હતા. આ પ્રમાણે વૃદ્ધિ પામતા આદરથી દેએ અભિષેક કર્યો, ત્યાર પછી વસ્ત્ર, વિલેપન આદિ રૂપ પૂજા-સત્કાર કર્યો. ત્યાર પછી દેવાંગનાઓ કાલાગરુ, કપૂર, આદિથી મિશ્રિત ધૂપ ઉખેવવા લાગી. વળી સદ્ભૂત ગુણગણપૂર્ણ સ્તોત્રોથી સ્તુતિ કરતા રોમાંચિત ગાત્રવાળા, ચરણતલના અને મુગટના રત્નનાં કિરણોને મીલાવતા એટલે કે પંચાંગ પ્રણિપાત કરતા, ભૂમિતલ પર ઝૂલતા હારવાળા, હૃદયમાં વૃદ્ધિ પામતા ભાવવાળા ઈન્દ્ર મહારાજાએ ભગવંતને પ્રણામ કર્યા. ત્યાર પછી ત્યાંથી લઈ જઈને માતાના શયનના મધ્યભાગમાં મૂક્યા, અને દેવસમૂહ જ્યાંથી આવ્યા હતા, ત્યાં પાછા ગયા. તેટલામાં રાત્રિ પૂર્ણ થઈ. કમલિની માફક ભગવતી રામાદેવી જાગ્યાં. સરસ ચંદનરસથી વિલેપન કરાયેલા, નિર્મળ દેહકાંતિવાળા, વિકસિત કલ્પવૃક્ષના અધિક પ્રમાણુવાળા મણિ સરખા પુષ્પના કરેલા કર્ણ—આભૂષણવાળા, અસાધારણ રૂપવાળા બાળકને જોયે. આ અવસરે દેવીને બાળક ઉત્પન્ન થયે છે એમ જાણીને ઉતાવળે ચાલવાથી સ્મલિત થતા–પરસ્પર અથડાતા મણિજડિત નપુરના રણકાર શબ્દથી મુખર અંતઃપુર-સેવકે આમ તેમ જતા-આવતા ગીરદીમાં અથડાતા મુજો, વામને અને કિરાત ભૂમિ પર પડી ગયા હતા. વળી મદિરાપાનમાં મત્ત થયેલ, ડોલતે ડોલતે ચાલી રહેલ વિલાસિનીવર્ગ પૂર્ણપાત્રો આપલે કરતા હતા. મેરુ પર્વતથી મથન કરાતા સમુદ્રના સરખા ગંભીર આનંદ ઉત્પન્ન કરનાર શબ્દથી મિશ્રિત મધુર મંગલ-વધામણાના શબ્દો રાજભવનમાં પ્રસરી ગયા. તે કેવા પ્રકારનાં વધામણું પ્રવર્યા? દેવેએ હાથ ઠોકીને વગાડેલ દુંદુભિના ગંભીર શબ્દને વિશ્વમ કરાવનાર, મંદ અવાજવાળા મૃદંગ, પ્રચંડ અવાજવાળા કહલ-કાંસી, વાજિંત્ર અને શંખના શબ્દથી મિશ્રિત મંગલગીતે ગવાતાં હતાં, સાથે લય, તાલ, ગમને અનુસરતા પડહહેલને વગાડતા હતા, તેના અનુસાર મદવિઠ્ઠલ વિલાસિનીઓ વિલાસપૂર્વક આડંબરવાળું નૃત્ય કરતી હતી. વળી નગરસુંદરીઓની મેટી ભીડ થવાના યેગે તેઓના મણિજડિત કંદરા તૂટી જતા હતા. મહોત્સવ યેગ્ય વેષભૂષા સજીને કિરાત અને વામનગર મહાલત હતું. આ પ્રમાણે સામતે, મંત્રીઓ, નગરના વૃદ્ધો એકઠા થઈને આનંદ-પ્રમોદ કરતા હતા અને રાજાના ઘરે ચારે બાજુથી વધામણને આનંદ વૃદ્ધિ પામતું હતું. ત્યાર પછી સમગ્ર સામંતવર્ગનું સન્માન કરીને, વધામણું કરનાર લોકોને ભેટશું આપીને, દેવતા આદિકની પૂજા કરીને વધામણુને મહત્સવ પૂર્ણ કર્યા. એમ કરતાં કેટલાક દિવસો પસાર થયા પછી ગુરુવેગે “પાર્શ્વ” એવા નામની સ્થાપના કરી. ત્યાર પછી શરદઋતુના વિકસિત કમળ સરખા મુખવાળા, કમલસરેવર માફક, કુવલયપત્ર સરખા ઉજજવલ ભગવંત જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ ચંદ્રની જેમ તેમને કલાતિશય પણ વૃદ્ધિ પામવા લાગ્યો. સૂર્યમંડલની જેમ અજ્ઞાન-અંધકારસમૂહ દૂર થયે. વળી પાર્શ્વકુમાર કેવા હતા? ફેલાયેલા શ્યામ કુટિલ કેશના અગ્રભાગયુક્ત દેદીપ્યમાન પંચમીના ચંદ્ર સરખા મનહર આકર્ષક ભાલતલ વડે શોભતા હતા. વિકસિત તાજા પદ્મકમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy