SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત કરતા નથી. જે શરીરના કારણે વિષય-સુખની આશા, તેની જ અભિલાષા અને તેના જ લાભથી સસારના લેશેાના અનુભવ કરી રહેલા છે, પરંતુ પવનથી કંપાવેલા લીબડાના ફળ માફ્ક આ શરીર પણ ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવવાળું છે. તથા યૌવન પણ શરદકાળના વિકસિત શતપત્રના પુષ્પ સરખું છે, જે અલ્પકાળમાં કરમાવાના સ્વભાવવાળુ છે. તેમ યૌવનકાળ પૂર્ણ થયા પછી વિષયા અને મદનના ઉન્માદ પણ આપેાઆપ છૂટી જાય છે. પેાતાની પ્રિયા પણ જ્યાં સુધી પ્રિય વિષયાની પ્રાપ્તિ, મધુર વચના અને હૃદયના સંતેષ આપીએ, ત્યાં સુધી જ સ્નેહ રાખનારી છે અને ચૌવનકાળ વીત્યા પછી તે પણ વિપરીત મુખવાળી થાય છે. જરાના પરાભવથી પણુ મનુષ્યાને જો વૈરાગ્ય ઉત્પન્ન થાય નહીં, તે તરુણીજનની સંભાવનાથી પણ ઉપદેશ અપાયેલાને વૈરાગ્ય થતા નથી. અહીં જે ભાઈ, ભગિની, ભાર્યાં, સ્વજન કે સ્નેહવાળા હાય, તેઓ મૃત્યુ-મુખમાં આવી પડેલાને રક્ષણ કરવા સમર્થ થઈ શકતા નથી. એટલુંજ નહિં, પરંતુ ભરપૂર મઢવાળા ગંડસ્થલમાંથી ઝરતા દાનજળવાળા દુય ચેાધ્ધા સરખા હાથીએવડે પણ મરણુ નિવારવા માટે કોઈ સમર્થ નથી. અતિશય તેજસ્વી ચપલ કઠોર ખરી વડે ઉખાડેલ પૃથ્વીતલની રજ ઉડાડીને ફેલાવનાર, તીક્ષ્ણ, માણુ, તરવાર ઉગામેલ હસ્તવાળા અશ્વવારા પણ મૃત્યુનું નિવારણ કરી શકતા નથી. ઘણા સુભટ સાથે અથડામણુ સઘ ઉત્પન્ન કરનાર, યુદ્ધભાર વહન કરનાર, કવચ અને આયુધ ધારણ કરનાર સારથીઓ અને અગ્રયાદ્ધાઓવાળા રથાથી પણ મૃત્યુના બચાવ કરી શકાતા નથી. હાથમાં તીક્ષ્ણ તરવાર ધારણ કરનાર, ઘણા ફૂંકાર અને હાકાટા કરનાર, સર્વ તરફના શત્રુના વેગને શકનાર પાયદળસેના વડે પણ મૃત્યુના ભયથી ખચી શકાતું નથી. ગમે તેટલા ઉપદેશ આપીએ, અગર રસાયણા, વિદ્યા, મંત્રો, ઔષધ, દાન કરવાવડે કે દેવ, દાનવા થડે પણ મૃત્યુ અટકાવી શકાતું નથી. આ પ્રકારે તમામ જીવાતું જીવન અધ્રુવ અને મૃત્યુ ધ્રુવ છે; તે પછી કયા ખાલિશ-ખશિરોમણિ પાતાના આત્માની ઉપેક્ષા કરે? તેથી લા બે દેવાનુપ્રિયે ! શરીર ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે, શરદના મેઘ સરખુ' ચંચળ જીવિત છે, વિજળીના વિલાસ જેવુ અતિચંચળ યૌવન છે, દેખાવમાં સુંદર, સ્વાદમાં મધુર અને પિરણામે મૃત્યુ પમાડનાર એવાં કપાકનાં ાની ઉપમાવાળા વિષયેાના ભેગા છે, સખ્યા-સમયના રંગ સરખા, ક્ષણમાં અદૃશ્ય થનાર વિષયસુખા છે, લક્ષ્મી ઘાસની અણી પર લાગેલા જમિન્ટુની સમાન ચંચલ દુઃખ સુલભ છે, સુખ દુર્લભ છે, જેના વેગ કાઈ પણ રાકી શકતુ નથી, એવું મૃત્યુ દરેક જન્મેલા માટે નક્કી નિર્માણ થયેલ છે. આ સ્થિતિ હોવાથી મેહના વેગના ત્યાગ કરો, સમગ્ર ઇન્દ્રિયાના વિષયોનું રાકાણુ કરી, સંસારસ્વરૂપની ભાવના ભાવેા. જિનેશ્વર-પ્રરૂપિત ધર્યુંમાં મન પરોવા” મુનિવરની ધ દેશના શ્રવણુ કરીને પૃથ્વીપીઠ પર સ્પર્શ કરતા ભાલતલવડે મુનિને પ્રણામ કરીને હે ભગવંત! એમ જ છે' એમ કહીને મુનિ—ગુણની પ્રશ ંસા કરતા સુર-સમુદાયો જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પાછા ગયા. સમય પ્રાપ્ત થવાથી અમારા પિતાના મિત્રે પૂછ્યુ કે હે ભગવંત! આ ખાલિકાના ભર્તાર કાણુ થશે ?” તેમણે કહ્યું-ભાઇના વધ કરનારની આ પત્ની થશે.' મુનિનું આ વચન સાંભળીને ચિતા-વશ શ્યામ થયેલા મુખમ'ડલવાળા રાજા નીચુ મુખ કરીને રહ્યો. તે સમયે અમે પિતાને કહ્યું કે, હું પિતાજી ! હમણાં જે પ્રમાણે મુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy