SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ થાપન મહાપુરુષોનાં ચરિત યુગલિકમાં “મરુદેવ કુલકર અને શ્રીકાન્તા' ભાય. સાતમા યુગલિકમાં કુલકર “નાભિ અને તેની ‘મરુદેવી ભાર્યા. તેમણે વધારે પ્રમાણવાળી ત્રણેય દંડનીતિઓ પ્રવર્તાવી. તેઓ પલ્ટેપમના અસંખ્યય ભાગ-ન્યૂન આયુષ્યવાળા હતા. અને શરીર-પ્રમાણ પણ ક્રમસર ઓછું છું થવા લાગ્યું. તે આ પ્રમાણે-ચેથા કુલકરનું શરીર–પ્રમાણ સાતસે ધનુષ, પાંચમાનું છું, છઠ્ઠાનું સાડાપાંચ, સાતમા નાભિ કુલકરનું શરીર-પ્રમાણુ પાંચ પચ્ચીશ ધનુષ અને આયુષ્ય તે સંખ્યાતા પૂર્વેનું હતું. અલ્પકષાયપણાથી સર્વ કુલકરે દેવપણું પામ્યા. નાભિ કુલકર અને મરુદેવી ભાર્યાથી “ષભ સ્વામી” અને “સુમંગલા'નું યુગલિક ઉત્પન્ન થયું. નાભિ કુલકર મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થયા. ઋષભદેવે જેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું અને જેટલો કાળ સંસાર-પરિભ્રમણ કર્યું, તે હવે કહેવાય છે– જંબૂઢીપ નામના આ દ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ‘ક્ષિતિપ્રતિષ્ઠિત’ નામનું નગર હતું. તે નગરની ચારે બાજુ આકાશતલ સુધી ઊંચે કિલ્લો અને પાતાલ સુધી ઊંડી ખાઈ ફરી વળેલી હતી. સુંદર બેઠવણી કરેલા ત્રિભેટા, ચેકના માર્ગોવાળું તેમ જ નગર–ગ્ય સમગ્ર ગુણોવાળું આ નગર હતું. પરંતુ ત્યાં એક દોષ એ હતું કે હાથી, ઘડા, તરણ અને વારાંગનાઓવાળા સ્વામીસેવક અને રાજાએમાં કંઈ પણ તફાવત સમજી શકાતું ન હતું. “પ્રસન્નચંદ્ર નામના રાજા તે નગરીનું પાલન કરતા હતા. ત્યાં કુબેરના વૈભવને તિરસ્કાર કરનાર સુરલોકના રૂપતિશયને હરાવનાર ધનનામની સાથેવાહ રહેતું હતું. કેઈક સમયે તે વેચવા લાયક વસ્તુઓ વાહનમાં ભરીને વસંતપુર નગર જવા તૈયાર થયે. નગરમાં ડિડિમવડે ઘેષણ કરાવી કે – “ધને સાર્થવાહ વસંતપુર નગર તરફ પ્રયાણ કરે છે, તે તેની સાથે જનારાઓની રહેવા, ભાતા વગેરેની, તથા જંગલમાં ચોર, વાઘ આદિથી રક્ષણ કરવા આદિની સર્વ પ્રકારની સાર-સંભાળ તે કરશે, માટે ભિક્ષુઓએ સાથે ચાલવું, વેપારીઓએ સાથે આવવા તૈયાર થવું, ધમીઓએ પ્રસ્થાન કરવું. જે કેઈને વસ્તુ, મૂલ્ય, વાહન, વસ્ત્ર, પાત્ર કે ઔષધ ન હોય, તેને સાર્થવાહ દરેક સામગ્રી પૂરી પાડશે.” આ પ્રમાણે ઘોષણું સાંભળીને ઘણું દેશમાં મુસાફરી કરેલ અને નગરમાં સારભૂત પદાર્થો જોયેલ એક વૃદ્ધવયવાળ કોઈ વણિક પુરુષ ઈર્ષ્યાથી ધનના સર્વાધિકારની ચિંતા કરનાર “માણિભદ્ર પાસે આવ્યો. અને તેને પૂછ્યું કે - અરે ભાગ્યશાળી ! તારા સાર્થવાહ પાસે તમામ પદાર્થો છે? તેના ગુણો કેવા છે? શું ઘણું ધન છે? તે શું આપવા સમર્થ છે? આ સાંભળીને વિસ્મયથી વિકસિત નયનવાળા માણિભદ્રે કહ્યું, “હે ભાગ્યશાળી ! અમારા સાર્થવાહ પાસે કંઈક છે પણ ખરું અને કંઈક નથી પણ ખરું. આ વાત તે સામાન્ય થઈ. વિશેષથી કહેવી જોઈએ. જો તમે વિશેષ જાણવા માટે ઈચ્છા રાખે છે, તે સાંભળે- “અમારા સ્વામી પાસે એક વિવેકીપણું છે અને એક અનાચાર નથી. અથવા બે પદાર્થ હોય તે પરોપકારિતા અને ધર્માભિલાષા છે, તથા ગર્વ અને ખરાબ-સંસર્ગ આ બે નથી. કુલ, શીલ અને રૂપ ત્રણ છે અને મારા-તારાપણું, અભિમાન અને પદારાને પ્રસંગ આ ત્રણ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર છે અને નિદાન (નિયાણું) બાંધવું, અદ્ધિ-ગારવ, વિષય-લોલુપતા, સુખરહિત દુઃખપણું આ ચારે ય નથી. પાંચ છે- જ્ઞાન, વિજ્ઞાન, વિનય, કૃતજ્ઞતા અને સ્નેહીજનના મને રથો પૂર્ણ કરવા. પાંચ નથી- બેટો આગ્રહ, ખરાબ વર્તન, દીનભાવ, પદાર્થોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy