SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ઋષભસ્વામી અને ૨ ભરત ચક્રવર્તીનું ચરિત્ર ૧૫ C : ક્ષેાનો પ્રભાવ પણ આ થઈ ગયા. તે આ પ્રમાણે :- મત્તંગ' નામના કલ્પવૃક્ષ અલ્પ અને વિરસ સ્વાદ મઘરસાવાળા બની ગયા હતા. વાદ્ય આપનાર ‘ તુર્યાં ગ ’ કલ્પવૃક્ષા પણ ઓછા પ્રભાવવાળા થઈ ગયા. · સુખાસન અને શયન આપનાર ‘ભૃંગા’ પણ તેવા થયા. ‘દીપશિખ’ કલ્પવૃક્ષ અરાખર અજવાળું આપતા ન હતા, પુષ્પમાળાદિક આપનાર ‘ચિત્રાંગદા' પણ પ્રભાવહીન મની ગયા ‘ ચિત્રરસ ’નામના કલ્પવૃક્ષે પહેલાંની માફક સારાં ભાજન કે અેમાં રસ આપતા ન હતા. ‘ મયિંગ ’વિવિધ આભૂષણેાના ઉત્કર્ષ - રહિત અની ગયા. ‘ ભવનવૃક્ષ' નામના કલ્પવૃક્ષેા વિવિધ મકાના વિષે શૈાભા-રહિત થવા લાગ્યા. · આકીણું 'કલ્પવૃક્ષો સુકુમાર વસ્ત્રો આપતા ન હતા. આ પ્રમાણે દસ પ્રકારના કલ્પવૃક્ષાનો પ્રભાવ આછે થઇ ગયા અને યુગલિકામાં લગાર લગાર કષાયાના ફેલાવા થવા લાગ્યા અને કલ્પવૃક્ષામાં મમત્વભાવ વધવા લાગ્યા; એટલે પરસ્પર મમત્વના અંગે . પરાભવને કલેશ ઉત્પન્ન થવા લાગ્યું. ત્યાર પછી યુગલિક પુરુષાએ એકઠા થઈને બુદ્ધિ, પરાક્રમ અને રૂપમાં આ અધિક તથા વિમલ વાહનવાળા છે' એમ જાણી તેનુ · વિમલવાહન ' નામ સ્થાપન કરીને પેાતાના સ્વામી તરીકે તેને સ્વીકાર કર્યાં. જાતિસ્મરણ થવાથી વિવેકી અનેલ તે લેાકસ્થિતિ જાણીને તેઓને ઉપદેશ આપવા લાગ્યા. તેએને કલ્પવૃક્ષોની વહેંચણી કરી આપી, અને મર્યાદા સ્થાપી કે જે મર્યાદાનું ઉલ્લંઘન કરશે, તેને ‘હાકાર’ એવા શબ્દથી દંડ કરવામાં આવશે. કેવી રીતે તે દુષ્ટ કાર્ય કર્યું ? ગુનેા કરનાર પણ ‘ હા ' એ પ્રમાણે દંડથી દડાએલા તે મરણાધિક દુ:ખ માનતા હતા. k આ પ્રમાણે પ્રથમ વ્યવસ્થાવાળી હાકાર નીતિવાળા, પલ્યાપમના દશમા ભાગ-પ્રમાણુ આયુષ્યવાળા, નવસા ધનુષની કાયાવાળા હતા. તેને છ માસ આયુષ્ય માકી રહ્યું, ત્યારે તેની ચદ્રયશા ભાર્યાને ખીજું મિથુન ઉત્પન્ન થયું. તે મિથુનમાં પુત્રનું નામ ચક્ષુષ્માન' અને પુત્રીનું નામ ‘ચંદ્રકાન્તા ’પાડ્યું. ઘેાડા દિવસ પાલન-પાષણ કરી માતા-પિતા પરલેાક પામ્યા. અને બાળકે ક્રમે કરી યૌવન પામ્યા, અને ભેગા ભાગવતા હતા. આઠસો ધનુષ-પ્રમાણ શરીરવાળા તેમને તે જ હાકાર શબ્દોથી નિષ્ઠુરતાથી દંડ કરવામાં આવતા હતા. મર્યાદા ઉલ્લંઘન કરનારને રોકનાર દડધર તે પણ તેઓના રાજા થયા. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ–પ્રમાણુ આયુષ્યવાળા તેને આયુષ્યના પાછલા કાળમાં ચંદ્રકાન્તા ભાર્યાને મિથુન ઉત્પન્ન થયું. ખાલકનું યશસ્વી’ અને માલાનું ‘સુરૂપા’ એવાં નામેા પાડયાં. પૂર્વના ક્રમથી અને યૌવન પામ્યા. યુગલિકાએ યશસ્વીને રાજા તરીકે સ્થાપન કર્યાં. તેણે પણ પહેલાની હાકાર અને બીજી માકાર નીતિએ પ્રવર્તાવી. અલ્પ અપરાધમાં પહેલી, મધ્યમ પ્રકારમાં ખીજી અને મેટા અપરાધમાં અને દંડનીતિ. અથવા પ્રથમ ગુને કર્યાં હાય, ત્યારે પહેલી, બીજી વખતમાં ખીજી અને ત્રીજી વખત અપરાધ કરે, તે તે અને દંડનીતિના ઉપયોગ કરતા હતા. સાડાસાતસા ધનુષ-પ્રમાણ દેહવાળા તેમને આયુષ્યના છેલ્લા ભાગમાં યુગલિક જન્મ્યું. તેઓનાં અનુક્રમે ‘ અભિચંદ્ર' અને પ્રતિરૂપા ’એવાં નામેા સ્થાપન કર્યાં. આગલા કુલકરા કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન આયુષ્ય અનુભવીને ભાર્યા સાથે તે પંચત્વ પામ્યા. જન્મેલું યુગલ ક્રમે કરી યૌવન પામ્યું”, પછી કુલકરપણું પામી આગળ કહેલી દંડનીતિએ વિશેષપણે પ્રવર્તાવી. એવી રીતે એ જ ક્રમે બીજા ત્રણ મિથુનો થયાં. તે આ પ્રમાણે પ્રસેનજિત્ ’રાજા અને ‘ચક્ષુઃકાન્તા ’ ભાર્યાં, તેણે આગળ કહેલી અને દંડનીતિઓને ‘ ધિકકાર’ સાથે પ્રવર્તાવી. છઠ્ઠા 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy