SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પન્ન મહાપુરુષનાં ચરિત આપવાના સ્વીકાર્યા હતા, તે બદલ હાલ ચુમ્માલીસ હજારને હાર આ પુરુષહરતક મેકલા છે. આભૂષણની મંજૂષા ખેલીને હાર બતાવ્યું, તેને જોતાં જોતાં મેં “બ્રહ્મદત્ત નામથી અંક્તિ લેખ જોયો. તે જોઈને મેં પૂછ્યું કે, “આ લેખ કેને છે? વરધનુએ કહ્યું કે, કોને ખબર? બ્રહ્મદત્તના નામથી ઓળખાતા ઘણુ પુરુષે હોય છે. એમાં શું આશ્ચર્ય લાગે છે? આ પ્રમાણે જેટલામાં પરસ્પર વાર્તાલાપ ચાલતું હતું, તેટલામાં ત્રણ તિલક કરી શોભિત કરેલા દેહવાળી વત્સા” નામની એક પરિત્રાજિકા આવી. અક્ષત-પુ મસ્તક પર વધાવીને હે પુત્ર! તું હજાર વર્ષના આયુષ્યવાળો થા” એમ બેલતાં તેણે વરધનુને એકાંતમાં બેલા બે. તેની સાથે કેટલીક મંત્રણ કરીને પાછી ગયા પછી મેં વરધનુને પૂછ્યું કે, “એ શું કહી ગઈ?” ત્યારે વરધનુએ કહ્યું કે, એણે એમ કહ્યું કે, બુદ્ધિલે રત્નકરંડકમાં જે હાર મોકલ્યો છે, તેમ જ તેની સાથે જે લેખ મોકલ્યો છે, તે તમને અર્પણ કરે.” મેં કહ્યું કે એ તે બ્રહ્મદત્ત' નામથી અંક્તિ છે. તે કૃપા કરીને કહે કે, તે બ્રહ્મદરા રાજા કેણ છે? તેણુએ કહ્યું કે, હે વત્સ! સાંભળ, પરંતુ આ વાત તારે કોઈને કહેવી નહિં. આજ નગરીમાં રત્નવતી નામની શેઠની પુત્રી છે. તે કેવી છે? રત્નાવતીનું વર્ણન સારી રીતે જોડાયેલી સંગત અંગુલી-દલમાં પ્રગટ નસોના વિભગવાળી, સુશ્લિષ્ટ અને ઉન્નત ગૂઢચરણયુક્ત, લાવણ્યથી નિર્મલ એવા તેના લઘુ પાદયુગલમાં સ્થાન પામેલે રાગ પાદસેવા કરવાની અભિલાષાવાળો હોય તેમ લાગતો હતો. માંસથી પુષ્ટ ગૂઢ દઢ ઘુંટી સુકુમાર સુંદર આકારવાળા, ન જણાય તેવા રેમ અને પિંડીવાળા જંઘાયુગલથી યુકત, અન્ય અન્ય જોડાયેલા મૂળમાંથી મળેલા સ્કૂલ વિશાળ નિતંબવાળી, મનહર સ્વાભાવિક ગંભીર નાભિના વર્તુલાકાર વર્તવાળી, હાથીની સૂંઢની જેમ ચડ-ઉતરવાળી સુંદર કમળ વિલાસી બાહુલતાનું આલંબન કરતા કર-પલ્લવવાળી, અતિપ્રશસ્ત ત્રણ રેખાથી અને આભરણથી મનહર કંધરાવાળી, અતિવિસ્તીર્ણ લાંબા માગવાળી મનહર નગરીની જેમ અતિવિસ્તીર્ણ, દીર્ષ, અંજન કરેલ ઉજ્જવળ નેત્રવાળી, વનહાથી જેવી અપ્રતિમ દાંતની શોભાથી વિભૂષિત, સારી રીતે હવન કરેલ અગ્નિથી બળતા બલિમાંથી નીકળતા ધૂમાડાના પડલ સરખા શ્યામ ગીચ કેશસમૂહને ખભા પર વહન કરતી, નિર્મલ કપાલતલ પર લટકતા ચપળ કેશની લટવાળી, સંપૂર્ણ ગંડમંડલ અને વિકસિત મનહર મુખની શોભાવાળી શ્વેત બારીક રેશમી વસ્ત્રના બનાવેલ કંચુકથી આચ્છાદિત સ્તનમંડળવાળી, ચંદ્રલેખાની શ્રેષ્ઠ ઉજજવલતાનું અનુકરણ કરતી હોય તેવા ઉજજવલ પહેરેલા વસ્ત્રવાળી. આ પ્રમાણે ચકાવલિયુક્ત ગરદન અને ચંદ્રની શંકા કરાવનાર રહિણીના પરિવાર જેવા વદનને વહન કરતી હતી. ' આવા પ્રકારની આ “રત્નાવતી છેક બાલ્યભાવથી જ મારી સાથે પૂર્ણ વિશ્વાસભાવથી વર્તતી અને વિશ્વાસુ વાત કરતી રહેલી છે. પોતાના સમગ્ર પરિવારમાં મારા ઉપર જ વિશ્વાસ રાખતી, મને જ વલ્લભ માનતી સુંદર કથામાં કાળ નિગમન કરે છે. કેઈક સમયે સૂર્યોદય થયા પછી કેટલાક સમયે પિતાના હૃદયમાં રહેલા કેઈક અર્થનું ધ્યાન કરતી, શ્રેષ્ઠ પલંગમાં તનુલતાને આળોટતી, એક હાથરૂપ કુંપળથી શ્રવણમંજરીને સાફ કરતી, ડાબી ભુજાથી કરેલા વદનમંડલના તકિયાવાળી, નિર્નિમેષ નયન-કમળવાળી જાણે આગળ સંકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy