SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કાપાલિક વેષ ૩૦૯ મનુષ્યનાં મસ્તકેની ખોપરીને હાર પહેરેલ, મેરપિંછના કરેલ ઉંચા આભરણયુક્ત, ઉભટ વિચિત્ર વના ટૂકડા અને ચીંથરાં સાંધીને પહેરેલા બીભત્સ વસ્ત્રવાળે, વિવિધ અનેક જાતિના પક્ષીઓના પિંછા એકઠાં કરી કાપાલિકપણાનું ચિહ્ન મસ્તક પર રાખતે, હસ્તતલથી તાડન કરી ડમરુકને ભયંકર શબ્દ કરતે, મદવશ ડેલ, દીર્ઘ રક્તનેત્રવાળે, પોતાની પાછળ ચાલતા કુતૂહળીઓના મધુર કાકલી સ્વરવિશેષથી ગીત કરાતે, આ પ્રમાણે સમગ્ર લેકેનાં નયને અને મનને આશ્ચર્ય અને પ્રભાવ ઉત્પન્ન કરતે, મનથી કંઈક નિર્ધાર કરીને કાપાલિકપણાના વેષનું અવલંબન કર્યું. ત્યાર પછી નિરંતર ત્યાં આમ તેમ ફરતાં ફરતાં ચંડાળના પાડામાં ગયા. ખોટાં નિમિત્તે કહેતે કહેતે દરેક ઘરે પરિભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી તે ચંડાળે પૂછવા લાગ્યા કે, હે ભગવંત ! આ શું છે? મેં તેમને જવાબ આપ્યો કે, ભગવતી માતંગી વિદ્યા સાધવાનો આ કલ્પ છે.” એમ દરરોજ ત્યાં ભ્રમણ કરતાં કરતાં એ કોટવાળને પુત્ર મારે મિત્ર થયે. કેઈક સમયે મેં તેને કહ્યું કે, તું વરધનુની માતા પાસે જા. અને કહે કે, તમારા પુત્રના પ્રિય મિત્ર કુંડિલ્લે તમેને પગેલાગણે કહેવરાવ્યાં છે. કહેવું કે ચિત્તમાં ખેદ ન કર, ટૂંક સમયમાં કલેશની શાંતિ થઈ જશે. મારા કહ્યા પ્રમાણે ત્યાં જઈને કહ્યું. બીજા દિવસે હું ત્યાં જાતે ગયે. મેં માતાને દેખી. તેમને પ્રણામ કરીને અંદર ગુલિકા સ્થાપન કરીને બીજેરાનું ફળ આપ્યું. હું તે પ્રદેશમાંથી નીકળી ગયે. માતાએ તે ફળ ખાધું, તેને પ્રભાવથી તે ધરણિતલમાં ઢળી પડી, ચેષ્ટા વગરની થઈ, ઉરવાસ-નિઃશ્વાસ બંધ થયા. પછી ચંડાળાએ રાજાને જઈને જણાવ્યું કે, અમાત્યની પત્ની પરલોક પામી.” તેને સંસ્કાર કરી લે.' રાજાએ પોતાનાં માણસ એકલાવ્યા, તેઓ જોઈને રાજાના હુકમને અમલ કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે જે આ સમયે તમે તેને અગ્નિ-સંસ્કાર કરશે, તે તમારા રાજા માટે સારું નથી. એ સાંભળી ચંડાળના આગેવાને રાજપુરુષોને મેકલી આપ્યા. રાજપુરુષ ગયા પછી મેં મારા મિત્રને કહ્યું કે, “આ કાળી ચતુર્દશી છે. ખરા સમયે જ મહાઅમાત્યની સર્વલક્ષણયુક્ત પત્ની પ્રાપ્ત કરેલી છે, જે તું સહાયક બની ઉત્તરસાધક થાય, હું મંત્રની સાધના કમંત્ર સિદ્ધ થયા પછી જે કઈ એક પદાર્થ વિચારવામાં આવે, તે પ્રાપ્ત થાય છે. એકાન્તમાં ચંડાળના આગેવાનને મારા મિત્રે મેં કહ્યું હતું તે જઈને જણાવ્યું. તે વાત તેણે સ્વીકારી. એટલામાં રાત્રિ પડી. તેઓ બંને મારી માતાને લઈને એકાન્ત દૂરપ્રદેશમાં લઈ ગયા. પછી મેં પણ આડંબર કરીને એક મંડળ આલેખ્યું. બલિ અને પુષ્પાદિક સામગ્રીથી દિશાપોળની પૂજા કરી. તેને દક્ષિણ દિશામાં મસ્તક સ્થાપન કરી, પગે પૂજા કરી. અગ્નિ પ્રગટાવ્યા, મંત્રજાપ-સહિત આહૂતિને પ્રક્ષેપ કર્યો. ચર તૈયાર થયે. તે બંનેને મેં કહ્યું કે, “આ ચ, અને પુષ્પ લઈને તમે જાવ, નગરવાસી દેવતા અને માતાનું પૂજન કરીને પાછા આવે. ત્યાર પછી તેઓ ગયા. તેઓ ગયા પછી મેં માતાને બીજી ગુલિકા આપી. તેના પ્રભાવથી જાણે સૂતેલી જાગી ન હોય તેમ માતા બગાસું ખાતી ઉભી થઈ. હું તેમના ચરણ-યુગલમાં પડે. મેં મારી ઓળખાણ આપી, એટલે તે રુદન કરવા લાગી. મેં કહ્યું કે, “આ રુદન કરવાને કાળ નથી ચાલે, જલ્દી અહીંથી ચાલ્યા જઈએ.” જલદી જલ્દી પગલાં ભરતાં ઉત્તરદિશા તરફ એક યેજન દૂર નીકળી ગયા. અનુક્રમે કરછ નામના ગામે પહોંચ્યા. ત્યાં મારા પિતાને મિત્ર “દેવશર્મા નામને હતું, તેના ઘરમાં માતાને રાખીને રહેલે હતા. માતા સ્વસ્થ થયાં, ત્યારે હું કુમાર ! તમારે સર્વ વૃત્તાન્ત તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy