SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~~~ પન્ન મહાપુરુષોનાં ચરિત પર ચડી આવ્યા, ત્યારે અમે આ પર્વત પર કિલ્લામાં સૈન્ય-વાહન સહિત આશ્રય કર્યો. અનેક દુષ્ટ જનેના પરિવારવાળા ગામ-નગરને નાશ કરીને પરિવારની વૃત્તિ કરતા હતા. દુર્ગના બળથી ઘણું ભિલ, પુલિંદ, શબરાદિકના પરિવારવાળા પલ્લી કરીને રહેતા હતા. એ પ્રમાણે કેટલેક કાળ પસાર થયે. શ્રીમતી દેવીને ચાર પુત્રો ઉપર હે પાંચમી પત્રી મારો બાલ્યભાવ પૂર્ણ થયે. પિતાને મારા ઉપર ઘણે નેહ હતું. જ્યારે હું કંઈક યૌવનના વિલાસમાં પહોંચી ત્યારે એક સમયે પિતાજીને પગે લાગવા ગઈ. મને દેખીને પિતાજીએ કહ્યું, હે પુત્રિ! આ સર્વ રાજાઓ મારા વિરોધીઓ છે, તે હું તને કેને આપું? માટે તું જ પતે અહીં સ્વયંવરની પસંદગી કરી છે. આ પલ્લીમાં જે કઈ તે ભદ્રાકૃતિવાળા, વિશિષ્ટ રૂપવાળા, નેત્રને પસંદ પડતા કેઈ આવે અને તું દેખે, તે તારે મને જણાવે.” એમ કહીને મને વિસર્જન કરી. ત્યાર પછી દરાજ પલ્લીમાંથી બહાર નીકળીને મહાસરોવરના કાંઠાના પ્રદેશમાં બેસીને હું આવતા પુરુષવર્ગને અવકન કરતી રહેલી હતીએટલામાં મારાં સુકૃતકર્મની પરિણતિથી તમે દર્શન આપ્યાં. તમને દેખીને મેં વિચાર્યું કે, “મારા મનેર સિદ્ધ થયા, જે દેવ અનુકૂળ થશે તે, એમ ધારીને વનકિશલ યકાને તમારી પાસે મોકલી. મેં પણ માતા પાસે જઈને તમારાં દર્શનનો વૃત્તાન્ત નિવેદન કર્યો. તેણે પણ મારા પિતાને, પિતાએ પણ મને તમારા પ્રત્યે અત્યંત ગૌરવ કરીને તમને અર્પણ કરી. તે પછીની વાત તે તમે જાણે જ છે. ત્યાર પછી શ્રીકાંતા સાથે સર્વ કામગુણિત વિષયસુખ અનુભવતાં દિવસો પસાર થઈ રહેલા છે. કેઈક સમયે પલિનાથ પિતાના સૈન્ય-પરિવાર સાથે કે દેશને વિનાશ કરવા નીકળ્યા. હું પણ કુતૂહળથી તેની સાથે ગયે. તેઓ તે ગામે હણવા લાગ્યા. ફરતે ફરતે હું આગળના ગામમાં ગયે. તેટલામાં તે ગામની બહાર નજીકમાં કમળ સરોવરના કાંઠે ગંભીર વનઝાડીમાંથી બહાર નીકળતે “વરનું અણધાર્યો જેવામાં આવ્યું. મને ઓળખીને તે પણ અસંભવિત દર્શનની સંભાવના કરીને ગળે વળગીને મેટી પિક મૂકીને રુદન કરવા લાગ્યા. કઈ રીતે મહામુશ્કેલીથી તેને છાને રાખ્યા ફરી જન્મ ધારણ કરવા માફક અમે મોટા ઝાડની વચ્ચે છાયામાં બેઠા. સુખેથી બેઠા પછી વરધનુએ પૂછયું કે હે કુમાર! તે સમયે મેં તમને પલાયન થવાની સંજ્ઞા કરી અને તમે ત્યાંથી નાસી ગયા, પછી તમે કેવી કેવી અવસ્થાઓ પ્રાપ્ત કરી? તે સર્વ અમને કહો’ ત્યાર પછી જે જે અનુભવ કર્યા, તે સર્વ કહીને વરધનુને કહ્યું કે, “તેં પણ મારા વિયોગ પછી જે જે સુખ-દુઃખ અનુભવ્યાં હોય, તે મને કહે. ત્યારે વરધનુએ કહ્યું, “હે કુમાર! સાંભળે. તે સમયે હું તમને વડલાના વૃક્ષ નીચે છાયડામાં બેસાડીને પાણી ખેળવા ગયે. ત્યાં મેં એક સરેવ મહાસરોવરનું વર્ણન પટુ પવનથી પ્રેરિત ઊંચા-નીચા ચાલતા તરંગમાં અથડાતા મત્યેના પુચ્છના પ્રહારથી ઉછળતા કલ્લેલવાળા, પાળ પર બેઠેલા અનેક હિંસ વગેરે પક્ષિવિશેષોથી અને શંખસમૂહથી ક્ષોભાયમાન ઊંડા જળના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારના જળજંતુઓનું આશ્રયસ્થાન, અતિસુગંધી મંદ પવનથી ઉછળતા કલ્લેલથી ચલાયમાન વિકસ્વર નીલકમળની સુગંધમાં આસક્ત થયેલ ભ્રમરશ્રેણિના એક સાથેના પ્રચંડ ગુંજારવવાળા, કિનારા પર ઉગેલા વૃક્ષોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy