SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકાન્તા સાથે લગ્ન ૩૦૫ મે કહ્યું છે અને મને વળી કહ્યું છે કે, “અરે વનકિશલયિકા ! પિતાનાં દર્શન આપીને જેમણે મને સમગ્ર જન-સમૂહનું સુખ આપેલું છે, એવા આ મહાનુભાવને આપણું પિતાજીના મંત્રીના ઘરે સૂવા-રહેવાની વ્યવસ્થા કરાવજે અને મેં કહેલ સંદેશે તેમને જણાવજે.” એ પ્રમાણે દુબહુમાનપૂર્વક કહીને વસ્ત્રાલંકારથી અલંકૃત થયેલા નાગદેવમંત્રીને ત્યાં લઈ ગઈ. તે દાસીએ નાગદેવમંત્રીને કહ્યું કે, તમારા સ્વામીની “શ્રીકાન્તા'નામની પુત્રીએ શયન કરવા નિમિત્તે તમારે ત્યાં મોકલ્યા છે, તે તેમની ગૌરવ પૂર્વક સ્વાગત, નાનભેજનાદિ પરણાગત કરજે” એમ કહીને વનકિશલયિકા દાસી ગઈ તે મહામંત્રીએ પણ પિતાના સ્વામી સરખા ઉપચારથી બહુમાન પૂર્વક સેવા કરી અને હું ત્યાં જ રોકાયે. પ્રભાત-સમયે હજારકિરણવાળા સૂર્યનો ઉદય થયો, ત્યારે તે મંત્રીએ સુગંધી શ્રેષ્ઠ વિલેપન આદિ કરીને સમલંકૃત કર્યો. કાર્યદિશા બતાવતાં તે મને રાજા પાસે લઈ ગયો. દેખતાં જ રાજાએ ઉતાવળા ઉતાવળા ઉભા થઈને આદરથી મારી તરફ નજર કરી. મહારાજા સામે બેસવા માટે કિંમતી આસન અપાવ્યું. હું બેઠા પછી રાજા બેઠા. તાંબૂલ વગેરેથી મારું બહુમાન કર્યું. નેહપૂર્ણ વચનથી તે કહેવા લાગ્યા કે હે મહાભાગ્યશાલી ! આપના ચરણ કમળથી અમારું ગૃહાંગણ તમે પવિત્ર કર્યું, તે સુંદર કયું". આપના મુખ ચંદ્રના દર્શન વડે અમારા નેત્ર-કુવલય-યુગલને આનંદિત કર્યું. સૂર્યના કિરણને અનુસરતા તમારા લાવણ્ય-સમૂહથી મારા વદનારવિંદને વિકસિત કર્યું. અથવા નિપુણ્યકના ઘરમાં સમગ્ર દારિદ્દ દૂર કરનાર, વિવિધ વર્ણવાળા મણિઓ સહિત મનહર વસુધારાની વૃષ્ટિ થતી નથી. સમગ્ર ઈચ્છાઓને પૂર્ણ કરનાર, આનંદની વૃદ્ધિ પમાડનાર, પદાર્થોના વિસ્તારવાળાં શ્રેષ્ઠ નિધાનો પુણ્ય વગરના કોના ઘરે આવે? ઉત્તમ જાતિવંત સમગ્ર કલા–સમૂહથી યુક્ત હિતોપદેશ કરનાર સુમિત્ર અને સુભાય મંદભાગ્યવાળાને પ્રાપ્ત થતા નથી. તમારા સરખા પુરુષ સાથે એક માત્ર દર્શનને વેગ મંદપુણ્યવાળાને થતો નથી, તે પછી પરિચયની વાત તે દૂર રહી.” આ પ્રમાણે આદરપૂર્વક અનેક પ્રકારના વાર્તાલાપમાં તેમને ઘણે સમય વીતી ગયે. મધ્યાહ્ન-સમય થયે. સાથે જનવિધિ કરી. વાસભવન મને આપ્યું. ત્યાં રહેલા મને મંત્રી દ્વારા એમ કહેવરાવ્યું કે, અમારા સરખા તમારી વિશેષ પ્રકારની ચડીયાતી બીજી કેઈસેવા કરી શકીએ તેમ નથી, તો પણ અમારી આ શ્રીકાંતા' નામની પુત્રી છે. તેને તમે સ્વીકાર કરે.” એમ કહ્યું, એટલે તેને સ્વીકાર કર્યો. એ પ્રમાણે નિમિત્તિયાએ કહેલા ઉત્તમ દિવસે વૈભવ અનુસાર આડંબરથી પાણિગ્રહણ કર્યું. વાસભવન સજાવ્યું. તેની સાથે શ્રેષ્ઠ પલંગમાં બેઠે. તેની સાથે ઈચ્છા પ્રમાણે રતિક્રીડા કરીને સુખેથી સુઈ ગયે. એ પ્રમાણે કેટલાક દિવસે પસાર કર્યા. કેઈક સમયે રતિક્રીડા કરી રહ્યા પછી મેં શ્રીકાન્તાને પૂછયું કે, કયા પ્રજનને આશ્રીને એકલવાયા રખડતા મને તારા પિતાજીએ અર્પણ કરી. ત્યારે તેણે કહ્યું, “હે આર્યપુત્ર! આપ સાંભળો–આ મારા પિતાજી વસંતપુરના સ્વામી નરસેન રાજાના પુત્ર છે. જ્યારે મારા પિતાજી રાજ્ય પર બેઠા, ત્યારે ગમે તે કારણ ઉભું કરીને અમારી ઈર્ષ્યા કરનારા અમારા ભાયાતો અમારા - ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy