SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પાવતીને પરિચય ૩૦૩ આગળ ચાલીને મેં તેને પૂછ્યું કે-હે સુંદરી ! તું કેણ છે ? આ પ્રદેશ કર્યો છે ? તું એકાકી કેમ છો?, તને શેક થવાનું શું કારણ છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે-“આ મારે વૃત્તાન્ત ઘણે લાંબો છે, તે તમે જ કૃપા કરે અને કહો કે, આપ કોણ છે? આપને યથાર્થ વૃત્તાન્ત કહે, કઈ તરફથી આવે છે? આ તરફ આવવાનું શું પ્રજન છે? તેનાં આ મધુરરસવાળાં વાક્યો, વિનયવાળા વચનની રચનાથી પ્રભાવિત થયેલા માનસવાળો હું કહેવા લાગ્યા કે “હે સુંદરી ! પંચાલાધિપતિ બ્રહ્મરાજાને પુત્ર હું બ્રહ્મદત્ત છું.” આ વચન સાંભળતાં જ તેના નેત્રયુગલમાં આનંદાશ્રુ છલકાઈ ગયાં, હર્ષાધીન થયેલી હોવાથી રોમાંચ-કંચુક પહેરેલા દેહવાળી બની એકદમ ઊભી થઈ ગઈ. હર્ષથી વિકસિત–પ્રસન્ન વદન-કમલવાળી મારા ચરણમાં પડી. અતિ કરુણુ–ગદ્દગદાક્ષરથી રુદન કરવા લાગી. પછી બલવા લાગી કે-- હે સુંદર ! મારા મનોહર વદન-કમળને વિકસાવનાર ! કુમુદને પ્રફુલ્લ કરનાર ચંદ્ર સમાન! અશરણને મને શરણ આપનાર! તમે અહીં આવ્યા, તે સુંદર થયું. સમગ્ર સામુદ્રિક લક્ષણોથી અલંકૃત વક્ષ:સ્થલ, હસ્ત–પાદ–શરીર–વિભાગો, તથા શ્રીવત્સ લાંછન દેખવાથી આપને જાણી જ લીધા છે, તદુપરાંત નેત્રનું ફરકવું, ભુજાઓ કંપવી ઈત્યાદિક શારીરિક નિમિત્તોથી પણ આપ ઓળખાઈ જ ગયા છે, છતાં પણ સંદેહ દૂર કરવા માટે મેં આપને પૂછયું છે કે, “આપ કેણ છો ? હે ઉત્તમકુલમાં જન્મેલા ! અમૃતસ્વરૂપ આનંદ આપનાર!, મારા અનાથ હે નાથ! તમારુ હું સ્વાગત કરું છું.” એ પ્રમાણે ઘણા પ્રકારનાં સ્વાગત–વચને કહીને તે રુદન કરવા લાગી. મને પણ તેના પ્રત્યે કરુણતા પ્રગટી, એટલે તેનું વદન-કમલ ઊંચું નમાવીને “રુદન ન કર’ એમ કહીને આશ્વાસન આપવા પૂર્વક બેસાડી અને કહ્યું કે– “હે સુંદરી! તું કેણુ છે? કયાંથી આવી છે? તને અહીં કોણ લાવ્યું ? પછી હથેળીથી પ્રફુલ્લ વદનકમલ સાફ કરીને તે કહેવા લાગી કે- હે કુમાર! હું તમારા મામા પુષ્પચૂલરાજાની પુત્રી છું. તમેને જ આપેલી છું. વિવાહદિવસની રાહ જોતી, અનેક મરથી આકુળ-વ્યાકુળ માનસવાળી હું મારા ગૃહઉદ્યાનમાં વાવડીને કિનારે ક્રીડા કરતી હતી, ત્યારે હતભાગી નાટ્યઉન્મત્ત નામના દઢવિદ્યાધરે મને અહીં આણી. એટલામાં હું માતા, પિતા, બંધુ, સહદર વગેરેના શેકાગ્નિમાં બની રહેલી છું, જેને મારી પાસે કઈ પ્રતિકાર નથી, મારા ભાગ્યને ઠપકો આપતી રહેલી છું, તેટલામાં અણધારી સુવર્ણ વૃષ્ટિ થાય-એમ એકદમ મને આપને સમાગમ થયે. હવે મને જીવવાની આશા પ્રગટી, લાંબા કાળના ચિંતવેલા મને રથો પૂર્ણ થયા, કે આપની સાથે મારું મિલન થયું.” પછી સુંદરીને મે પૂછ્યું કે, હે સુંદરી! તે મારે શત્રુ કયાં છે? જેથી હું તેનામાં કેટલું સામર્થ્ય છે, તે જાણી શકું. તેણે કહ્યું કે તે મારી દષ્ટિને સહન કરી શકતા ન હોવાથી એક વાંસના કુડંગમાં ઊંચે બે પગ લટકાવીને નીચે વદનમંડલ રાખી ઘણું ધૂમ્રપાન કરી વિદ્યા સિદ્ધ કરી રહેલે છે, વિદ્યા સિદ્ધ થતાં તે મારી સાથે લગ્ન કરશે. આજે જ તેની વિદ્યા સિદ્ધિ થવાને દિવસ છે.” આ સાંભળીને મેં પુષ્પ વતીને તેના વધને વૃત્તાન્ત કહ્યો. હર્ષપૂર્વક તે બેલી, “હે આર્યપુત્ર ! સુંદર કર્યું કે, તે દુરાચારીને અંત આર્યો. ત્યાર પછી તેણે ગાંધર્વ-વિવાહથી મારી સાથે લગ્ન કર્યા. નવીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy