SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ પન્ન મહાપુરુષોનાં ચરિત અપૂર્વ કુતડળ વૃદ્ધિ પામ્યું અને દરેક દિશામાં ચંચળ દષ્ટિ સ્થાપન કરતે, ચારે બાજુ નજર કરતે હતો, ત્યારે નજીકમાં ઢાલ અને તરવાર મૂકેલા છે, એવું પ્રગટ વંશજાળું જોવામાં આવ્યું. તે જોઈને મેં વિચાર્યું કે, આ ઢાલ-તરવાર કેવા રમણીય છે?, તે પરીક્ષા કરી જેવું કે આ કેવી છે ? એમ વિચારી ગ્રહણ કરીને તેનાથી ખેલવા લાગ્યું. કીડા કરતા તે વાંસના જંડ ઉપર તરવારને પ્રયોગ કર્યો. એકજ ઝાટકા સાથે વાંસની લાકડી નીચે પડી અને વાંસની વચ્ચે રહેલ લગાર ફડફડતા હેઠવાળું મને હર આકૃતિવાળું એક મસ્તક-કમલ પણ ભોંય પર પડ્યું. બ્રાંતિ પૂર્વક મેં તે જોયું. “અરે રે ! આ મારા વ્યવસાયને ધિક્કાર થાઓ.” એ પ્રમાણે મારા બાહબલની નિંદા કરતા મેં મારા આત્માને ઠપકો આયે. પશ્ચાત્તાપપરાધીન બનેલો હું જ્યાં અંદર નજર કરું છું, તે પગ ઉપર બાંધીને નીચે ધૂમ્રપાન કરતું કબંધ(ધડ) જોઉં છું. જેઈને અધિક અતિ ઉત્પન્ન થઈ. વળી આગળ નજર કરું છું, તે દેખતાં જ માર્ગને પરિશ્રમ દૂર કરનાર શ્રેષ્ઠ વૃક્ષેથી અધિષ્ઠિત, મને હર ગોઠવણ પૂર્વક કરેલી તરુવર શ્રેણિથી શેભાયમાન શ્રેષ્ઠ ઉદ્યાન જોયું. પુષ્પાવતીનું વર્ણન રમ્યપણાથી આકર્ષાયેલ માનસવાળે હું તે ઉદ્યાનમાં ગયે. ત્યાં ચારે બાજુથી અશોક વક્ષેથી પરિવરેલ, કઈ કઈ સ્થળે કેળમંડપ વળી પુષ્પવૃક્ષેથી યુક્ત, સૂર્ય-કિરણોના સમડથી વિકસિત થયેલ પુંડરીક કમળની પ્રભાથી અધિક ભાવાળા સાત ભૂમિવાળા પ્રાસાદને મેં દેખે. દેખીને તેમાં પ્રવેશ કર્યો, ક્રમે કરી સાતમા માળે પહોંચ્યા. ત્યાં વેત રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરેલ મણિમય મનહર પલંગ પર બીછાવેલ શયન જોયું. તેમાં દેવાંગનાસરખી સવગે સુંદર એવી એક શ્રેષ્ઠ રમણીને જોઈ. તે કેવી હતી ? સારી રીતે સિંચેલા હતાશનના તેજરાશિની જેમ દીપતી, વિસરાઈ ગયેલી વિદ્યાવાળી વિદ્યાધર સુંદરી જેવી ચિત્રામણમાં ચિતરેલી હોય તેમ ચિંતામાં ડૂબેલી સ્થિર દેહવાળી-વળી કેવી ? શરદના ચંદ્રબિંબ સરખા મુખકમળવાળી, કમલપત્રની કાંતિ સરખા અને કાન સુધી પહોંચે તેવા નયનવાળી, રસવાળા તાજા દાડિમના પુષ્પસરખા લાલ હોઠવાળી, પોતાનાં દાંતનાં કિરણોથી સમગ્ર દિશાઓને ઉજજવલ કરનારી, સુવર્ણના કળશ સરખી કાંતિવાળા પુષ્ટ મોટા સ્તનને ધારણ કરનારી, તપ તપનાર મુનિજનના મનને પણ હરણ કરનારી, નિર્મલ કપોલતલ પર પ્રતિ બિંબિત થયેલ ચંદ્રબિંબવાળી, તપાવેલા સુવર્ણની વિશાલ શિલા સરખા સુંદર નિતંબ-પ્રદેશ વાળી, મુઠ્ઠીમાં પકડી શકાય તેવા મધ્યપ્રદેશથી શોભતી, શ્યામ-સૂમ રોમરાજિથી શોભાયમાન, ગંભીર નાભિ-નિધનથી શોભતી, સુવર્ણમય અને વિજળીના પુંજ સરખા ચમકતા સુંદરદેહવાળી, માલતીપુષ્પની માળા સરખા સુકુમાર ભુજાયુગલવાળી, કદલીના ગર્ભની ઉપમાવાળા સુંદર સાથળ-યુગલવાળી, કામદેવના ધનુષ સરખા કુટિલ ભૂયુગલથી મનેહર, અશોકવૃક્ષના નવીન કુંપલ સરખા લાલ હસ્તતલવાળી, ઈન્દ્રાણી સાથે સ્પર્ધા કરનાર સૌભાગ્યવાળી, તરુણવર્ગના સમૂડના મનમાં કામાગ્નિ પ્રગટાવનાર, પિતાના દેહની સુંદરતાથી રતિના ગર્વને ખંડિત કરનાર, અમૃતરસ સરખા લાવણ્યરસની ખાણસમાન, લાલ કમલપત્ર સરખા ચરણતલથી શોભતી...... ......મનહર પંચવર્ણવાળા પુષ્પ-સમૂહથી મસ્તક પર કરેલા શેખરવાળી. રૂપવાળી રમણને દેખી. ખરેખર પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રયત્નપૂર્વક સજેલી આવા અનુપમ રૂપને ધારણ કરનારી દેવતાઓને પણ વિસ્મય કરનારી એવી એક બાલિકાને દેખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy