SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પન્ન મહાપુરુષોનાં ચરિત તાડન કરવાથી થયેલ માત્સર્ય–પૂર્વકને ઉત્સાહ તેના કારણે આપ રેષથી દુપ્રેક્ષ્ય થતા નથી એવા હે ભગવંત! આપ જયવંતા વ. જ્ઞાન-દર્શનયુક્ત ક્રિયાકલાપ અર્થાત્ ચારિત્રરૂપ એક્ષમાર્ગ સ્થાપન કરનારા, ભવભ્રમણના કારણે વિનાશ કરી શાશ્વત સુખના સ્વામી થયેલા આપ જયવંતા વર્તો. હે અરિષ્ટનેમી ભગવંત! દુષ્ટ આઠ કર્મોને અંત કરવામાં પરાક્રમ કરનાર હે જિનેન્દ્ર! આપના ચરણકમલની સેવાથી અને ફરી પણ ધિલાભ હેજે. ભવસમુદ્રનો પાર પમાડનાર હે મહા નિર્ધામક ! દુઃખી જેનું રક્ષણ કરનારે હે મહાપ! હે નિષ્કમાં ! કર્મરૂપી મહાકાદવમાં ખેંચી ગયેલા પ્રાણીઓનું આપ રક્ષણ કરે. દુષ્ટઈન્દ્રિયોને ચૂરે કરનાર! ગહન ગાઢકર્મ–પર્વતને ભેદનાર! ચારે પ્રકારના કષાયેનું શેષણ કરનાર! ગુણ-ગૌરવથી સમગ્ર પ્રકારે પૂજાયેલા ! સમગ્ર સુરે અને અસુરોને માન્ય! મદરહિત! કષાય અને પરિષહોને જિતનારા! કામદેવ-મહાસુભટને હાર આપનાર હે જગતના ગુરુ! હે ગીશ ! તમારો જય હે, જય હે. માનનું ઉન્મેલન કરવામાં સમર્થ! ઉગ્ર રાગાગ્નિને સંગને ભંગ કરનાર! મદ-મેહ-માયાને દબાવનાર ! ઉત્તમ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર! લેભ-અભિમાનને નાશ કરનાર ! સંસારવાસના પ્રપંચને નાશ કરનાર, જગતના જીવને શિવપદ બતાવનાર હે શિવામાતાના પુત્ર ! અમે તમારા ચરણોમાં નમન કરીએ છીએ. અજ્ઞાન--નદી પ્રવાહમાં વહેતા સેંકડે ભવાવમાં બૂડતા એવા અમને રક્ષણ કરવા સમર્થ નાવ–સમાન જિનેન્દ્ર ! તમે હવે અમારું રક્ષણ કરે છે જગદ્ગુરુ! તમારા નામ-શેત્રના પ્રભાવથી અમે જમે જન્મ તમારા ચરણકમળની ભ્રમર માફક સેવાની યાચના કરીએ છીએ. આ પ્રમાણે મોટા આડંબરથી નિર્વાણગમનને મહત્સવ કરીને બાકી રહેલાં અસ્થિઓ ગ્રહણ કરીને મસ્તક વડે ભૂતિને-રક્ષાને વંદન કરીને દેવ-સમુદાયે પિતાના સ્થાનકે ગયા. આ બાજુ દુર્ધર અભિગ્રહ-વિશેષ ધારણ કરી, કાયાને શેષાવી ભગવંતનાં દર્શનની અભિલાષા કરતા પાંડે ઉજજયંત પર્વતથી બાર યોજન દૂર રહેલા ભૂમિ–પ્રદેશમાં આવ્યા. એટલામાં નિર્વાણ-મહેસવમાં ગયેલા અને પાછા ફરતા વિદ્યાસિદ્ધા, ગંધર્વો અને વિધાધરો પાસેથી નેમિજિનના નિર્વાણ-ગમન વિષયક સમાચાર સાંભળ્યા. તેવા સમાચાર સાંભળતાં જ તેઓના દેહ-વનાંતરમાં બંધુવિરહને ધૂમ પ્રકાર હોય, અરતિ જવાલાશ્રેણીવાળે અંગાર-સમુદાય ફેલાવા લાગ્યો, શેકાગ્નિ પ્રગટ “આ આપણે પરિશ્રમ નકામે થયે.” એમ માનતા પાંડ શ્રી શેત્રુજ્ય ગિરિવર પાસે પહોંચ્યા. શત્રુંજયગિરિ તે કેવે છે ? અનેક વિવિધ શિખરોથી રેકાયેલા દિશિમાગ વાળો, ઊંચા શિખરવાળે જે સ્થાને અનેક મુનિગણ સિદ્ધિપદને પામેલા છે, જેના દર્શન થતાં જ પાપ-સમુદાય શાંત થાય છે, પ્રસિદ્ધ એવાં સિદ્ધાયતના પ્રગટ શિખરવાળે, વિદ્યા ધરો સિદ્ધો, ગંધ અને કિન્નરોએ ગાયેલાં ગીતથી મુખર, દેવાંગનાઓએ કલ્પવૃક્ષોના પુષ્પથી જેને વધાવ્યો છે, એવા શ્રી શત્રુંજય ગિરિવર ઉપર ચડીને મહાવૈરાગ્ય પામેલા માનસવાળા પાંડેએ વિધિપૂર્વક અનશન અંગીકાર કર્યું, ત્યાર પછી એકત્વાદિ ભાવના ભાવવામાં ઉઘુક્ત થયેલા વૃદ્ધિ પામતા શભધ્યાનવાળા, અપૂર્વ શુકલધ્યાના નિવડે સમગ્ર કમેંન્શન બાળી નાખી શૈલેશીકરણ વિધિથી પાંચે પાંડવેએ કેવલજ્ઞાન પ્રગટ કર્યું. ત્યાર પછી તેઓ નિર્વાણ પામ્યા. હવે આ બાજુ બલદેવમુનિ મહાસંવેગ પામેલા છે, એટલે શુભ અધ્યવસાય માનસવાળા છ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ, અર્ધમાસ, માસાદિક તપશ્ચર્યા કરવામાં ઉદ્યમવાળા, ગુરુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy