SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અરિષ્ટનેમિ તીથ કરનું નિર્વાણ ૨૭૭ નેમિનાથ ભગવંતનું નિર્વાણુ જાણી મસ્તકે અંજલિ જોડીને નમસ્કાર કર્યાં. ઈન્દ્ર મહારાજા અને હથેલી એકઠી કરી ખેાબે ભરી કેસર-સમૂહને ઉછાળતા હતા. તેમજ સુગ'ધીથી આકષિત થયેલા ભમરાઓના ગુંજારવથી મુખરિત પુષ્પોની વૃષ્ટિ કરતા, હૃદયના ભક્તિભાવ સાથે મનેાહર આલાપ કરતા, સમગ્ર સુરસમૂહે કરેલા જયજયકાર શબ્દોને વિસ્તાર પમાડતા હતા. સર્વ દેવાના સમુદાય એક સાથે ચાલતા હતા, ત્યારે ત્યાં માર્ગ એટલે શકાઈ ગયા હતા કે, પગ મૂકવા જેટલું સ્થાન મેળવી શકાતું ન હતુ. જવાની ઉતાવળમાં ચાલતા દેવતાઓના વક્ષ:સ્થળ પર રહેલા હાર ઉછળતા હતા. કાન પાસેની કેશની લટથી ભુંસાઈ ગયેલી કપાલતલની પત્રલેખાવાળા, જયજયકાર શબ્દોના મધુર ઉચ્ચારણ કરતા દેવાંગનાઓને તરુણીસમૂહ સાથે ચાલતા હતા. પહેા, કાંસીજોડાના મિશ્રિત શબ્દોથી મુખર, દેવાએ પેાતાના હાથ અફાળીને વગાડેલાં વિવિધ વાજિંત્રોના અવાજ આકાશમાં ઉછળતા હતા. વિકસિત ભાવનાપૂર્ણ ઈન્દ્ર મહારાજાએ પેાતાની ઋદ્ધિ અને વૈભવાનુસાર નેમીશ્વર ભગવંતને નિર્વાણ દિવસને મહાત્સવ કર્યાં. કેવે મહેાત્સવ કર્યા? મણીએની જાળીયુક્ત દૃઢ શિબિકામાં સ્થાપન કરેલ પ્રભુના દેહ ઉપર કુસુમ અને સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરી. ફેલાતા સુગધવાળા વાયરાથી પૃથ્વીતલ વાળીને કચરા કાંકરા દૂર કર્યાં. મનેાહર હથેળીથી સુગંધી જળનો છંટકાવ કરી ઉડતી રજને પ્રશાંત કરી. કાલાગરું, કપૂર આદિ ઉત્તમ સુગંધી પદાર્થ મિશ્રિત સળગતા ગ્રૂપના સુગંધવાળા ધૂપની ઘટા ચારે બાજુ ફેલાવા લાગી. વિષિધ પ્રકારના વાજિંત્રોના શબ્દોના પડઘા સંભળાતા હતા. વેણુ અને વીણાના સમાન સ્વર અને તાલની એકતા કરવા પૂર્વક મંગલગીત ગવાતુ હતું. આ પ્રમાણે દેવો ય જયકાર ઉચ્ચારણ કરી દિશામડળા પૂર્ણ કરતા હતા. ચંદન, કાલાગરુ, ઉત્તમ જાતિવાળા લવલી, લવંગ આદિ કાષ્ઠ-સમૂહ ગાઢવીને પ્રભુના શરીરના સંસ્કાર કર્યાં. ‘ અત્યારે જિનેશ્વર રૂપી સૂર્યના અસ્ત થયા. તે સાથે અતિશયવાળી જ્ઞાનપ્રભા પણ અસ્ત પામી. કુમતરૂપ અંધકારનાં વાદળાં ચારેબાજુ વિસ્તાર પામ્યાં. સમગ્ર ત્રણે લેાક નેત્ર વગરના થયા. આ ભરતક્ષેત્ર સ્વામી વગર અનાથ બન્યું.’ એમ કહીને ઈન્દ્રાદિક દેવાએ પૃથ્વીને પોતાના પહેરેલા હારને સ્પર્શ થાય, તે પ્રમાણે પ્રભુના દેહને પ્રણામ કરીને પછી ઇન્દ્ર અને દેવા ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા : હું જિનેન્દ્ર ! આપ જયવતા વતા. સુર, અસુરા અને નરેન્દ્રોના મુગુટાના મણીઓથી રંગાયેલા ચરણુ-યુગલવાળા ! સેંકડો ભવાના ઉપાર્જન કરેલો અનેક કમાની તાકાતને તાડનારા હે પ્રભુ! આપ જય પામેા, જન્મ-મરણના કારણરૂપ કર્મોના ચૂરા કરનારા ! લેાકેાના મનમાં આનંદ ઉત્પન્ન કરનાર ! સંસાર–અટવીમાં ભ્રમણ કરતા ત્રણે લાકને ઉદ્ધાર કરવાના ચિત્તવાળા ! આપ જયવંતા વર્તો. મન-ધનુષની દોરીથી ખેંચેલા કામદેવના ખાણુના સમૂહને વિનાશ કરનાર ! કુવાદીઓના કુમતને વિવિધ નય, હેતુ, યુક્તિ, પ્રમાણાદિથી નિરુત્તર કરનાર હૈ ભગવંત ! આપના જય થાઓ. વિવિધ પંથ-સમૂહથી પૂર્ણ ભુવનમાં માર્ગ ભૂલેલા મૂઢા ઉપર ભાવકરુણા કરીને ભવ્યાત્માઓને સાચા મેાક્ષમાગ બતાવનાર હોય તા માત્ર આપ જ છે. પાતાના વિષયામાં ફેલાવા પામતી, જેના રોધ કરવા કઠણ છે, તેવા દુર્ધર ઇન્દ્રિયા રૂપ શત્રુઓના ભંગ કરનાર, આકરા પરિષહોના અસહ્ય દના મહિંમાના નાશ કરનાર હે ભગવંત! આપ જય પામે. સ્તુતિ કરવા છતાં પણ જેમના હૃદયમાં આન ંદને પ્રક થતા નથી, બીજા શત્રુ આદિને મારણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy