SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અરિષ્ટનેમિ અને રાજિમતીના પૂર્વભવો ૨૭૫ સંસારની અનિત્યતા, અશરણતા, એકત્વ, સંસારની અસારતા, સમગ્ર જગતની સ્થિતિ જણાવી, તથા જેવી રીતે યાદવકુળના સિંહ સરખા કુમારે એ દીક્ષા અંગીકાર કરી, તથા ગજસુકુમાલે કેવી રીતે ટૂંકા કાળમાં મોક્ષની સાધના કરી વગેરે હકીકત જણાવી. આ ધર્મોપદેશ સંસારની અનિત્યતા, દ્વારકા નગરીને વિનાશ ઈત્યાદિક સાંભળીને પરમસંવેગ પામેલા “આ શરીર અશાશ્વત છે” એમ નિશ્ચય કરીને પાંડેએ સમગ્ર સંસારથી મુક્ત કરાવનાર મોક્ષમાર્ગ સાધી આપનાર શ્રમણપણું અંગીકાર કર્યું. કુંતી વગેરે સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. શાસ્ત્રમાં કહેલા વિવિધ અભિગ્રહ ધારણ કરનારા અતિદષ્કર તપ કરનારા તેઓ સત્રાર્થના અ કરીને ક્રિયાઓમાં નિપુણતા મેળવી ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. આ બાજુ નેમિનાથ ભગવત ગંગા નદીના નિર્મલ જળ વડે જેના બંને કિનારા છેવાયા છે, ભીલ યુવતીના નયનરૂપ કમલ-શ્રેણથી પૂજાયેલ દિશામુખવાળા, ચંદ્રના કિરણ કરવા ગ્ય શીતલ જળવાળા હિમાવાન પર્વતના બંને પડખે રહેલા “ઉત્તરાપથ” નામના પ્રદેશમાં વિચરીને ભગવંત ભવ્ય-કમલવનને ધર્મદેશનાથી વિસ્થર કરતા, સમગ્ર ભાવને પ્રકાશિત કરતા દે, મનુષ્ય અને તિર્યંચે ને ઉત્તમ મોક્ષમાર્ગમાં સ્થાપન કરતા, દરરોજ ધર્મોપદેશ આપતા આપતા, વિવિધ મણિમય શિલાતલયુક્ત, તેવાજ રત્નમય શિખરવાળા વિવિધવૃક્ષેથી શેભાયમાન ઉજજયન્ત પર્વત (ગિરનાર પર્વત) ઉપર અનેક મુનિગણ સાથે પધાર્યા. દેવોએ ત્રણ ગઢવાળું ત્યાં સમવસરણ રચ્યું. ભગવંત તેમાં બિરાજમાન થયા. પ્રભુએ ધર્મદેશના શરૂ કરી, અનેક પદાર્થના વિસ્તારવાળી ધર્મ–પ્રરૂપણ કરી. તેટલામાં કથાંતર સમજવા છતાં વરદત્ત નામના પ્રથમ ગણધરે પૂછ્યું- “હે ભગવંત ! આ રાજિમતીને આ મહાન નેહ ઉત્પન્ન થવાનું શું કારણ હશે ? કે હજુ પણ આપના પ્રત્યેને સ્નેહભાવ છોડતી નથી, તેના કારણે શેકવેગ પણ છોડતી નથી, ભજનની ઈચ્છા કરતી નથી, શરીરની સાર-સંભાળ રાખતી નથી. સખીઓ સાથે વાતચીતમાં પણ રસ લેતી નથી. ત્યાર પછી ભગવંતે કહ્યું-- આ ભવથી પહેલાના નવમા ભાવમાં હું સીમાડાની ભૂમિના સ્વામી, પોતાના અપૂર્વ પરાક્રમમાં આનંદ માનનાર, પિતાના વૈભવથી કુબેરના વૈભવને તિરરકાર કરનાર ધનદ નામના રાજાને “ધન” નામનો પુત્ર હતું. વિંધ્યાટવીના માર્ગમાં ભૂલા પડીને આવેલા મુનિચંદ્ર સાધુ પાસે સમ્યકત્વનું સ્વરૂપ જાણને સમ્યકત્વ અંગીકાર કર્યું. યથાવિધિ સમ્યફવનું પાલન કરીને આયુષ્ય પૂર્ણ થયું એટલે સમ્યવિના પરિણામના ગે સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલેકમાં ઉત્પન્ન થયે. ઈચ્છા પ્રમાણે મળતા ભેગોને ભેગવી ત્યાંથી ચ્યવીને નિર્મલ સુવર્ણ -ચાંદી–મણિમય શિખરવાળા વૈતાઢય પર્વતમાં કંચનપુરના સ્વામી સમગ્ર પરાક્રમી રાજાઓને જિતનાર શૂર નામના વિદ્યાધર રાજાના “ચિત્રગતિ” નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ મારી ઉજજવલ વિદ્યાના બલથી સમગ્ર વિદ્યાધરને જિતીને વિદ્યાધરપણું કરીને સર્વ પ્રકારના વિષયસુખને અનુભવ કરીને દમવર નામના મુનિ પાસે શ્રમણ પણું અંગીકાર કરીને કાલધર્મ પામીને સમગ્ર ઈન્દ્રિય-સુખપૂર્ણ માહેન્દ્ર કપમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ દેવાંગનાઓ સાથે મનહર વિલાસ ભેગવીને પશ્ચિમવિદેહમાં સિંહપુર નામના નગરમાં “અપરાજિત ” નામને મેટો નરેન્દ્રાધિપતિ થયા. ત્યાં પણ પ્રચંડ જાદંડથી સમગ્ર શત્રુવને સ્વાધીને કરીને અખંડ પૃથ્વીમંડલને ભેળવીને પછી શ્રમણપણું અંગીકાર કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy