SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બિરાજમાન થયેલા ભગવંતે સમગ્ર જીવને હિતકારી જીવાદિક પદાર્થોને વિસ્તારથી અર્થ સમજાવનાર ધર્મ કહ્યો હતો, તેને યાદ કરે. સંસારને અસ્થિર સ્વભાવ અને ઋદ્ધિની અનિત્યતા સમજીને એવા પ્રકારનો ધર્મ કરે, જેથી કરીને પ્રિય મનુષ્યને વિગ ન થાય. હે હલીશ! બલરામ ! આટલું ઊંચે ચડવાનું, ત્યાંથી વળી નીચે પટકાવાનું જાતે અનુભવ્યું, તે હવે નેમિનાથ ભગવંતે કહેલ વચન પ્રમાણે સર્વોરંભ-પરિગ્રહને સર્વથા ત્યાગ કરો.” - બલરામ સિદ્ધાર્થ દેવનું વચન સાંભળીને કહેવા લાગ્યા કે, તેં જે વાત કહી તેને સ્વીકાર કર છું, પરંતુ આ કૃષ્ણના કલેવરને શું કરું? તે સાંભળીને સિદ્ધાર્થ દેવે કહ્યું કે, તીર્થંકર, ચક્રવતી, બલદેવનો કલેવરે હંમેશાં પૂજા-સત્કાર કરવા ગ્ય ગણેલાં છે, તે એની પૂજા કરે. ત્યાર પછી તે કલેવરની સત્કાર-સંસ્કાર–પૂજા કરી. એટલામાં આકાશ માર્ગેથી તે સ્થળે ભગવંતની પાસેથી એક વિદ્યાધર-શ્રમણ આવી પહોંચ્યા. તેમને દેખીને હર્ષવશ વિકસિત રોમાંચવાળા બલરામે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. અતિવૈરાગ્ય પામેલા બલરામમુનિ તપ કરવા લાગ્યા. આ બાજુ કૌસ્તુભરત્ન આપીને પાછલે પગલે પાછા મેકલેલા જરાકુમાર કે જેના હૃદયમાં કૃષ્ણજીને બાણ માર્યું', તેની છેલ્લી અવસ્થા, દ્વારકા-દાહ, યાદવકુળને વિનાશ ઈત્યાદિને શેકાવેગ વૃદ્ધિ પામતે જાય છે, નેત્રમાંથી નીકળતી દડદડ અશ્રુધારાથી મુખ સુકાતું નથી- આ સ્થિતિમાં કેટલાક કાળે “દક્ષિણ મથુરા ” નગરીએ પહોંચ્યું. રાજભવનના સિંહદ્વારે પહોંચીને પ્રતિહાર પાસે સંદેશો મોકલાવ્યું કે, રાજાને નિવેદન કરો કે, “ કૃણુ પાસેથી દૂત આવ્યું છે.' એમ નિવેદન કરતાં જ “ તરત પ્રવેશ કરાવો ” એમ કહ્યું. જરાકુમારને રાજસભામાં પ્રવેશ કરાવ્યું. રાજાએ ઉચિત સન્માન કર્યું, એટલે સુંદર આસન પર બેઠે. સુખાસન પર બેઠા પછી યાદ ના કૃષ્ણ–બલદેવના કુશલ સમાચાર પૂછ્યા એટલે છુપું ગૂઢ આળ કે પાપશલ્ય કઈ પ્રગટ કરે અને હૃદયમાં પ્રચંડ ચિંતાગ્નિ સળગે, તેની જેમ સતત ગળતા અઋજળ વડે ભીંજાયેલા મુખ-કમળવાળા જરાકુમારે ભગવતે જે પ્રમાણે કારમતીને વિનાશ વગેરે હકીકત કહી હતી અને છેલ્લે કૃષ્ણનું અવસાન જોયું હતું, તે સર્વ સમાચાર પાંડવોને જણાવ્યા. દ્વારકા, યાદ, વસુદેવ, દેવકી, કૃષ્ણ, બળદેવ સંબંધી હકીકત સાંભળીને છેદાઈ ગયેલ મહાવૃક્ષની જેમ બંધુઓના મૃ યુથી ઉત્પન્ન થયેલ મહાશકાવાળા મૂચ્છ પામવાના યોગે બીડાઈ ગયેલા નેત્રપુટવાળા પાંડવો ધસ કરતા ધરણીતલમાં ઢળી પડ્યા. કુંતી, માદ્રી વગેરે મહિલા વર્ગ પણ વિલાપ કરતા રુદન કરવા લાગ્યા. જરા પુત્રે - કૌસ્તુભમણિ” સમર્પણ કર્યો. કૃષ્ણની યાદગીરી અને અભિજ્ઞાન કરાવનાર તે મણિને સર્વેએ હૃદયથી આલિંગન કરી તેની સાથે અત્યંત શેક કરીને તેની મરણોત્તર ક્રિયા કરી. એક વર્ષ વીત્યા પછી સમગ્ર સામંત રાજાઓની સાથે મંત્રણા કરીને જરાકુમારને પિતાના રાજ્ય પર સ્થાપન કર્યો. તે સમયે નેમિનાથ ભગવંતની પાસેથી ચરમશરીરી ચારજ્ઞાનવાળા સર્વ ભાવના જાણનારા ઘણા શ્રમણના પરિવારવાળા “ ધર્મઘોષ” નામના મહામુનિ તે નગરીના બહારના ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણીને સમગ્ર રાજાઓના પરિવાર સાથે પાંડુપુત્રી વંદન કરવા માટે નીકળ્યા. ત્યાં જઈને ભક્તિ પૂર્ણ હૃદયથી મસ્તકવડે મુનીશ્વરને વંદના કરી, સુખપૂર્વક ત્યાં બેઠા એટલે ભગવંતે કહેલ નયભંગથી મને હર એ ધર્મોપદેશ આપે, તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy