SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પિન્ન મહાપુરુષોનાં ચરિત જિનેશ્વરેને નમસ્કાર થાઓ. જે ભગવંતે કેવલજ્ઞાન વડે સમગ્ર કાલકની અંદર રહેલા જીવાદિક પદાર્થોને જોયા-જાણ્યા છે, એવા અરિષ્ટનેમિ ભગવંતને નમસ્કાર થાઓ. પિતાના આત્મહિતને સાધનારા શબ, પ્રદ્યુમ્નાદિ કુમારોને ધન્ય છે.” એમ બોલીને કપડું ઓઢીને સુઈ ગયા. એટલામાં જીવિતને અંત કરનાર વાયરે વાવા લાગ્યા. ત્યાર પછી ઘેર ભયંકર અટવીમાં નેત્રપત્ર બીડાઈ ગયાં અને પિતાનું હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું, એટલે કૃષ્ણજી મૃત્યુ પામ્યા. બીજી બાજુ કમલપત્રના પડિયામાં સરેવરમાંથી જળ ગ્રહણ કરીને શેકાવેગ-પૂર્ણ હૃદયવાળા અનિષ્ટ અમંગલ નિમિત્તે જોતા જોતા બલદેવ પણ તે પ્રદેશમાં આવી પહોંચ્યા. “માર્ગના થાકને લીધે કૃષ્ણજી ઊંઘી ગયા છે.” એમ માનતા જળને એક પ્રદેશમાં સ્થાપન કરીને સ્નેહાકલ માનસવાળા તે નજીકના પ્રદેશમાં બેઠા. એટલામાં કૃષ્ણના મુખકમલ ઉપર આકાશના રંગ સરખી માખીઓ આવીને બેસવા લાગી. તે દેખી સંભ્રમ અને ભય- વિષ ઉત્પન્ન થયા અને હસ્તવડે મુખ ઉપરનું રેશમી વસ્ત્ર દૂર કર્યું. બંધુને નિજીવ દેખીને બલદેવની આંખે બંધ થઈ ગઈ અને મૂચ્છ આવી એટલે તે પૃથ્વીતલ પર ઢળી પડ્યા. મૂરછ ઉતરી ભાન આવ્યું, એટલે રેષાયમાન થયેલા તેણે એ સિંહનાદ છેડ્યો, જેથી આખું વન ગાજી ઉઠયું. પગ એવા અફાન્યા, જેથી પૃથ્વીતલ કંપાયમાન થયું. અંધાના ઘસારાથી વૃક્ષેના ટૂકડા ચૂરેચૂરા કરી નાખ્યા. ભુજાઓ ઉપર હસ્તતલ અફાળીને એવા શબ્દો કર્યા, જેથી વનમાં પડઘા ફુટવા લાગ્યા. તે સમયે તે આવેશથી બોલવા લાગ્યા :– “અરે સ્વેચ્છાધમ ! ભીરુ ! દીન ! નિર્લજજ ! અધમ દૈવ ! આ મારા બંધુને આમ મારી નાખો તને એગ્ય લાગે છે? જે પુરુષ સુતેલા, ગાંડા, પ્રમાદી, બાળક, વર્ગને નિદિત અચરણથી હણી નાખે છે, તેને ખરેખર મુખ જોવા લાયક ગ નથી. જે તને સુભટપણાને ગર્વ જ હોય, બાહુબલ હોય અને તારા શરીરમાં સામર્થ્ય હેય તે, હે નિંદિત આચરણ કરનારા નિર્લજજ ! મારી સામે આવી જા. આ પ્રમાણે દુઃસહુ શોક-સાગરમાં ડૂબેલા બલરામ ઘડીક દોડે છે, વળી પાછા આવે છે અને ફરી નજીકમાં આવીને બેસી જાય છે. નજીકમાં આવીને ગળતા અશ્રજળથી મુખ ભીજવતા આકંદ પૂર્વક મુક્ત રુદન કરતા વિલાપ કરવા લાગ્યા– મારે મેળો ખુંદનારા ! હે મારા લઘુબાંધવ! ત્રણ ભુવનમાં અદ્વિતીય વીર! હે મહારથી ! તુ મને રોહિણીના પુત્ર કહીને બોલાવતા હતા અને તું મને અત્યંત વહ્રભ હતે.” એમ એલતા બલદેવે વળી કહ્યું કે, “અત્યારે આમ વિપરીત આચરણ કેમ કરે છે કે, મારી સાથે બોલતે પણ નથી ! સુભટ પુરુષે આપત્તિમાં આવી પડેલા બીજા પુરુષને પણ ત્યાગ કરે ગ્ય ન ગણાય, તે પછી પિતા સરખા વત્સલતા રાખનાર મેટા બંધુને ત્યાગ કેમ કરાય ? બાલ્યકાળમાં આપણે સરખે સરખા હતા, ત્યારે અનેક ક્રીડાઓ સાથે રમતા હતા અને અત્યારે એ સર્વ ભૂલી જઈને મને એકાકી છોડીને તું ચાલ્યા ગયા ! હે ત્રણ ભુવનમાં અદ્વિતીય મહાપરાક્રમી ! નેહપૂર્ણ અને ઉત્પનન થયેલા શેકવાળા તારા ભાઈને અરણ્યમાં એકાકી છેડીને ચાલ્યા જવાનું તાર સરખાને બિલકુલ ઘટતું નથી.” તે સમયે અધુરામાં પુરું વળી નિસ્તેજ આકાશને ત્યાગ કરીને કિરણ-સમૂહને છોડીને બલરામના શેક માફક સૂર્ય અસ્ત પામે. ૧ બલરામના પક્ષે શક હોવાથી પ્લાન વદનવાળા હોવાથી નિસ્તેજ, વસ્ત્રને ત્યાગ કરીને અમપ્રવાહ ગાળતે બલરામ બીજી અવસ્થાને પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy