SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ વાસુદેવનાં અંતિમ શાકમય વચના ૨૬૯ વચન સાંભળ્યું જ હતુ, તુ' તે માત્ર નિમિત્ત જ થયું છે, આમાં તારા ભાવદોષ નથી. કારણ કે, સસારની અંદર રહેલા સવ પ્રાણીઓને આ વસ્તુઓ સુલભ છે. આપત્તિએ સુલભ છે, સંપત્તિ દુંભ છે, જગતમાં દુઃખ ઘણું છે, સુખ અલ્પ છે, વિયેાગા પ્રાપ્ત થવા સુલભ છે, દૂર રહેલા પ્રિયજનના સમાગમા દુર્લભ છે. કારણ કે, દૈવના યેાગે દેવનગરી સરખી તે દ્વારકા, ક્રિપાલ દેવાના રૂપને તિરસ્કાર કરનારા યાદવનરેન્દ્રો, દેવાના સેનાપતિના પરાક્રમની અવજ્ઞા કરનાર મારા સામતા, દેવાંગનાઓનાં રૂપને જિતનાર મારું અતઃપુર, કુબેરની ઋદ્ધિ-સમૃદ્ધિની સ્પર્ધા કરનાર મારી ધન-સમૃદ્ધિ, જેની શક્તિ કેઈ દિવસ કુતિ ન થાય, તેવુ' મારું ચક્રાયુદ્ધ, આ સર્વ એક પગલે જ વિનાશ પામ્યાં, તે તું જો. મણુિ-રત્ન સુવણૅ થી અનાવેલાં ભવનાથી શેાભાયમાન ઇન્દ્રનગરી સરખી તે દ્વારકા નગરી જોત જોતામાં નજર સમક્ષ નાશ પામી, મનેાહર કડાંથી શેાભતા, માન વડે ઉન્નત, કોઈને ન નમનારા, ઈન્દ્રવડે કઠિન વજ્રથી અફળાયેલ પર્વત માફક એવા મારા તે નરેન્દ્રોને વિનાશ પમાડયા. દેવાંગનાએ સરખા, વિલાસપૂર્ણાંક ચાલતાં ઘુઘરીઓના મધુર શબ્દ કરતી મણિજડિત ઝાંઝર પહેરેલા ચરણ-કમલવાળા રમણીવગ અદૃશ્ય થયા. તે મહાન હાથીએ, અશ્વો, રથા, સમથ કેળવાયેલ પાયદલ સૈન્ય પડછાયાની રમત માૐ ક્ષણવારમાં નાશ પામ્યું ! કુબેરની ઋદ્ધિને પરાભવ કરનાર મારી મણુિ–સુવર્ણ –રત્નાદિકની ઋદ્ધિ ઇન્દ્રજાળના દેખાવ માક ક્ષણવારમાં વિનાશ પામી. મારા તે પાંચજન્યશ`ખ, ચક્ર, સાર’ગધનુષ, ખડ્ગ, ગદા, મુગર વગેરે સર્વે આયુધવિશેષે નપુ ંસકને વિષે મદનબાણુ માફક નિરર્થક નીવડ્યા. મારા માતા-પિતા, ભાઈ આ, ભગિનીઓ, ભાર્યાઓ, સ્વજનાજેએ મારા પર સ્નેહવાળા હતા, તે સર્વે ખળી રહ્યા હતા, તેમની સામાન્ય ગામડીયા માસ માફક ઉપેક્ષા કરી અને કોઈને હું ખચાવી શકયા નહિં ! યુદ્ધમાં અનેક સુભટાને હાર આપનાર એવુ મારુ સૈન્ય ખરેખર કુપાત્રમાં આપેલા દાનની માફક એક ડગલામાં વિનાશ પામ્યું. ચિત્તના સમગ્ર સતાપને નાશ કરનાર આ મારા કૌસ્તુભમણિ પણ અત્યારે પત્થરના ટુકડા સરખા પલટાઈ ગયા ! હે ધીરપુરુષ ! દૈવયેાગે અમારી આ સ્થિતિ થઈ છે એમ સમજીને હવે તું શેકને ત્યાગ કર અને કાં કરવામાં મન દે. આ અમારી સર્વ હકીક્ત જાણીને, શાકાવેગને દૂર કરીને, હૃદયમાં ઉત્સાહનું અવલંબન કરીને, મગજ સમતાલ કરીને, શાકના ત્યાગ કરીને ‘દક્ષિણુ મથુરા’ નગરીએ તું પાંડવોની પાસે જા, નહિંતર જળ લેવા માટે ગયેલે બળદેવ આવી પહેાંચશે અને ભાઈ ના વધ કરશે. પાંડવોને અભિજ્ઞાન તરીકે આ ‘કૌસ્તુભરત્ન' આપજે અને મેં કહેલા સ સમાચાર તારે તેમને જણાવવા. મારા વચનથી તારે આ પણ કહેવું કે, 'જન્મેલા પ્રાણીનુ અવશ્ય મૃત્યુ થાય છે, સવ સંપત્તિએ અસ્થિર છે, એવી રીતે તમારુ અમારું દર્શન પણ આવા છેડાવાળું જાણવું, માટે અમારા તરફથી કંઈ પણ અવિનયવાળી ચેષ્ટા થઈ હાય, તે ક્ષમા આપવી.” એમ કહીને આવેલા પગલા ઉપર પાછા ડગલે એકદમ તું ચાલ્યા જા.” એમ કહેવાયેલા જરાકુમાર ગયા. પગમાં માણુ ભેાંકાવાથી જેને લેાહીના પ્રવાહ અસ્ખલિતપણે વહી રહેલા છે, એવા કૃષ્ણજી અતિશય વેદનાધીન બનેલા, તરશ વડે સુકાઈ ગયેલા તાળુ અને એપુટવાળા, અંજલિ મસ્તક પર સ્થાપન કરીને નમો ઝળાળ, નમો માવો Xિળેમિન, ઝેન જેવટનાળેળ સયો यालोयवत्तिणो दिट्ठा जीवाइणो पयत्था, धन्ना ते संबाईणो कुमारा, जेहिं सहियमणुट्ठियं ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy