SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વૈપાયનના રાષ ૨૬૫ ત્યાર પછી કોઈકની પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને ખલદેવ અને કૃષ્ણ તેને પ્રસન્ન કરવા માટે તે સ્થાને આવ્યા. સારી રીતે આહુતિ અપાયેલા અગ્નિની જાળ સરખા ક્રોધાગ્નિથી લાલ નયન અને વદનવાળા દ્વૈપાયન મુનિને તેઓએ જોયા. પ્રણામ કરીને વિનયથી પ્રસન્ન કરવા કહેવા લાગ્યા—“ હે ભગવંત! મદ-પરવશ ખની ખાલ્ય-સ્વભાવથી કુમારે એ આપના જે અપરાધ કર્યાં છે, તેની આપ અમને ક્ષમા આપે. ત્યાર પછી ઘણા પ્રકારનાં મધુર વચનેાથી પણ કહેવાચેલા તે ક્રાધથી વિરમતા નથી, ત્યારે ખલદેવે કહ્યું- હું કૃષ્ણ ! હવે આટલી દીનતાથી કહેવાનું છાડી દે, ભગવંતના કહેલા વચનમાં ફરક પડતા નથી. તેણે જે ચિંતવ્યુ` હાય, તે ભલે કરે.' ત્યારે દ્વૈપાયને કહ્યું- હે કૃષ્ણ ! મને જ્યારે કુમારા હણી રહેલા હતા, ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે-તમારા એ સિવાય બીજા કેાઈ શ્વાન માત્ર જીવને પણ છૂટકારે થવાના નથી. મારા કાપાગ્નિ વડે દ્વારવતી નક્કી વિનાશ પામશે, ભગતનુ વચન અસત્ય હૈાતું નથી, તેમ જ મારી પ્રતિજ્ઞા નિષ્કુલ જવાની નથી, માટે તમે જાઓ. ત્યાર પછી વિષાદ પામવાના ચેગે શ્યામ વદન-કમલવાળા તે પેાતાના ભવન તરફ ચાલ્યા. આ હકીકત સાંભળીને કેટલાક મનુષ્યએ દીક્ષા અંગીકાર કરી કેટલાકો છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા. આ ખાજુ દ્વૈપાયન ઋષિ કઠણ માલતપના પ્રકારાનું સેવન કરીને કથના થવાના કારણે ઉત્પન્ન થયેલા રાષવાળા અનશન કરીને કાલ પામી, ભવનવાસી દેવલેાકમાં અગ્નિકુમારપણે ઉત્પન્ન થયા. અધિજ્ઞાનના ઉપયાગથી આગલા ભવન વૃત્તાંત જાણીને દ્વારવતી નગરીમાં આન્યા. તે સમયે નગરમાં લેાકેા તપ કરવામાં તદ્દીન બનેલા હાવાથી લગાર પણ કાઈ ના અપરાધ મેળવી શકતા નથી. તેમ દ્વારકા નગરીમાં લેાકાનાં છિદ્ર ખાળતાં ખાળતાં દ્વૈપાયન દેવના અગિયાર વર્ષાં વીતી ગયાં. ત્યાર પછી બારમા વર્ષે અમારા તપ+વિશેષથી દ્વૈપાયનની શક્તિ હણાઈ ગઈ છે.’ એ પ્રમાણે વિચારી નગરલીકા નિર્ભય થઈ ગયા. વાહન, ખાન-પાન આદિક રતિક્રીડા કરવામાં યાદવ લેાકો મશગુલ બની ગયા. એટલે દ્વૈપાયન દેવને છિદ્ર મળી ગયું. એટલે દ્વારકાનગર વિનાશ કરનાર અમંગલ ઉત્પાતા ખતાવવા લાગ્યા. કેવી રીતે ? લેખમય પ્રતિમાએ ખડખડ હાસ્ય કરવા લાગી. ભિંત પરનાં ચિત્રોનાં નેત્રો ઉઘડવા-મી’ચાવા લાગ્યાં, જળમાં અગ્નિ પ્રગટવા લાગ્યા, નગરીની અંદર જંગલી શ્વાપદો પ્રવેશ કરવા લાગ્યા, લાક સ્વપ્રમાં લાલ પુષ્પ અખરનુ' વિલેપન દેખવા લાગ્યા. કિલ્લાના દરવાજા આદિમાં "અણુગમતા સ્વરથી શિયાળા શબ્દ કરવા લાગી. બલદેવ અને દામેાદરનાં ચક્રાદિ રત્નો અદૃશ્ય થયાં, પ્રલયકાળના ઉત્પાત જણાવનાર સ ́વક વાયુ પ્રગટયો. ખાણ, પાશ, તલવાર પકડેલા હસ્તવાળા યમરાજા અને અગ્નિદેવ દેખાવા લાગ્યા. ભયથી વિકૃત બનેલા લોકોને ઉંચકીને ફેંકતા તે દેવ પવનના ખલથી ઉદ્યાનના વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને નગરમાં ફેંકતા હતા. વળી આઠે દિશામાં યમરાજ માફક સર્વના કોળીયા કરવા માટે મહાઅગ્નિ ઉત્પન્ન કર્યાં. હવે દ્વૈપાયને કરેલા કેાપાગ્નિજ્વાળા-સમૂહ રૂપ વદન વડે કરીને પ્રલયકાળના અગ્નિ જેવા અગ્નિ ભક્ષણ કરવા-ખાળવા લાગ્યા. વિવિધ પ્રકારનાં મણિકિરણાથી મનોહર, ઉંચા શિખરવાળા વિશાલ મહેલે આકાશમાંથી વિમાના નીચે પડે તેમ ધડાધડ તૂટીને એકદમ નીચે પડવા લાગ્યા. મરણુકાલમાં પણ સ્નેહશીલ આલિંગનમાં વ્યાકુલ યુગલ, પ્રજ્વલિત થયેલા ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy