SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ચાપન્ન મહાપુરુષાનાં ચિરત તે સાંભળી દેવકીના શાકાવેગ પીગળી ગયા. બીજાઓએ પણ પ્રતિધ પામીને દીક્ષા અંગીકાર કરી. કેટલાકોએ શ્રાવકપણું સ્વીકાર્યું”. ત્યાર પછી પારસીને ઘણા કાળ વીતી ગયા પછી ભગવંત ઉભા થયા. દેવા, અસુરે, મનુષ્યા, તિય ચા પાતપેાતાના સ્થાનકે પાછા ગયા. વસુદેવ, દેવકી અને સમગ્ર યાદવે સાથે વાસુદેવે પણ પેાતાની દ્વારકાનગરીમાં પ્રવેશ કર્યો. ફરી પણ ભગવંત પૃથ્વીતલમાં વિચરીને દ્વારકામાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ભગવંત તેમાં બિરાજમાન થયા. ધ દેશના શરૂ કરી. વંદન નિમિત્તે યાદવા આવ્યા. બહુ દૂર નહિ એવા સ્થાનકે બેઠા. સમય મળ્યે એટલે ખલદેવે પૂછ્યું કે, “હે ભગવંત ! કેટલા લાંખા કાળ પછી આ નગરીના અંત આવશે ? અને આ વાસુદેવના અંત કેાનાથી થશે ?’’ ભગવંતે કહ્યું કે, હું સૌમ્ય ! સાંભળ, ખાર વર્ષ ના સમય વીત્યા પછી મદ્યપાનથી પરવશ બનેલા યાદવકુમારાએ ક્રોધિત કરેલા દ્વૈપાયન ઋષિથી અગ્નિના ઉપદ્રવથી દ્વારકા નગરીના વિનાશ થશે. પોતાના ભાઈ જરાકુમારથી વાસુદેવનુ મૃત્યુ થશે.” . આ સ સાંભળીને કેટલાક યાદવ રાજાએ વૈરાગ્ય પામ્યા, ઘણાએએ દીક્ષા અંગીકાર કરી, ખીજાએ વળી સમ્યક્ત્વ પામ્યા. · મારાથી ભાઈ ના વિનાશ થશે ’ એવું ભગવંતનું વચન સાંભળીને જરાકુમાર વૈરાગ્ય પામ્યા, પેાતાના પુરુષકારનેનિ દ્યો, પેાતાના જન્મની અવગણના કરીને, સ્વજનવગ ના ત્યાગ કરીને મારા જીવતરને ધિક્કાર થાએ’ એમ વિચાર કરીને તેણે કાદમ્બક વનમાં પ્રવેશ કર્યાં. યાદવાએ ઉપસના પ્રતિકાર નિમિત્તે આખી દ્વારકા નગરીમાંથી મનાહર જાતિના સમગ્ર મદ્યવિશેષો બહાર કાઢીને પતાની ગુફા અને પેાલાણમાં છેાડી દીધા. દ્વૈપાયન પણ ભગવંતનાં વચન સાંભળીને મહાવૈરાગી થયેલે પર્વતની ગુફામાં ગયા. દ્વારકા નગરીના બાકીના લાકો પણ તપ આદિ ધર્મોનુષ્ઠાન કરવામાં ઉદ્યમવાળા થયા. આ વાતને ઘણા કાળ થયેા. પછી કોઈક સમયે યાદવકુમારી ઘણા પ્રકારની ક્રીડાવિનાદ કરતાં કરતાં સજ્જડ તૃષાવાળા થયા અને જળની શેાધ કરતાં કરતાં તે પ્રદેશમાં આવ્યા, જ્યાં તે કાદમ્બરી વન હતું. ત્યાં નજીકના સરોવરમાં પૂર્વની ત્યાગ કરેલી મદિરા સાથે મિશ્રણ થવાથી જળ મદિરા-સ્વાદ સરખું સ્વાષ્ટિ બની ગયું. આ બાજુ કુમારે અતિ તૃષાતુર થયા હતા. યાદવકુમારેાને લાંબા કાળથી મદિરાની અભિલાષા હતી, તેથી · અહા ! ઈચ્છા પૂર્ણ થઈ.' એમ ખેલતા તે મદિરા-મિશ્રિત જળ પીવા લાગ્યા. ત્યાર પછી તે યાદવકુમારે મંદિરાના મદ ચડવાથી ઘેરાતા લાલ નેત્રવાળા, પ્રચંડ મ વૃદ્ધિ પામવાના કારણે પરવશ અનેલા દેડવાળા, નિર કુશપણે કૃદતા, વસ્ત્ર ઉછાળતા, ગીત ગાતા, આલેાટતા, નૃત્ય કરતા એક ખીજાના કંઠમાં હાથ નાખી આલિંગન કરતા મદિરા-મદમાં પૂણુ ચકચૂર થયેલા તે વનની અંદર ક્રીડા-વિલાસ કરીને આમતેમ ભ્રમણ કરવા લાગ્યા. ભમતાં ભમતાં તેઓએ દ્વૈપાયનને જોયા. દેખતાં જ મની પરાધીનતાથી, તેમજ રાજપુત્રોને કષાયની સુલભતાના કારણે ‘અરે! આ પેલા કે જે આપણી નગરી ખાળી નાખવાના છે!' એમ ખેલતા ક્રોધવશ મની કપાળ પર ભૃકુટી ચડાવી, હાઠ પર દાંત ભીંસતા, નયન અને વદન ભય'કર દેખાડતા, નિર્દયપણે પ્રચંડ સુષ્ટિ અને પાદ-પ્રહાર આપતા કુમારીએ અતિશય કર્થના કરીને ફૈપાયન ઋષિને છેડી મુકયો. પછી કુમારે પાતાના ઘરે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy