SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત અને ફેલાતાં કિરણે સાથે સૂર્યકિરણે જેમાં મિશ્રિત થયેલાં છે. જેમાં, મંદ પવનથી લહેરાતા શ્વેત ધ્વજ પટમાં મહાઆડંબરવાળી ઘણુ શબ્દ કરતી ઘંટડીઓના સમૂહના મોટા રણકારથી સમગ્ર દિશાઓ શબ્દાયમાન થયેલી છે. કંપતા પલની જેમ અત્યંત ચંચળ નિર્મલ મતીમાળાયુકત સ્વચ્છ મણિઓના ગુચ્છાના કિરણોથી આચ્છાદિત ચામર સહિત, ચળકતા નિર્મલ ચાંદી, સુવર્ણ અને મણિરત્નના સમૂહથી બનાવેલા જ ત્રણ કિલ્લાના ઊંચા તોરણોમાં બાંધેલી ધ્વજ શ્રેણીથી વૃદ્ધિ પામેલી વિશાળ શોભાવાળા જેમાં દરવાજા છે, એવા પ્રકારના સમવસરણની રચના કરી. કુબેરને જિતનાર એશ્વર્યથી સમૃદ્ધ, કંપિત થતા વિવિધ પ્રકારનાં મણિ-કિરણથી ભરપૂર, પુણ્યશાળી લેકનાં નેત્રોથી દર્શન કરાતું, શ્રેષ્ઠ નિધાન જેવું સમવસરણ પ્રત્યક્ષ શોભતું હતું. તેવા પ્રકારના દેએ હાથ અફાળીને વગાડેલ દુદુભિના શબ્દથી મુખરિત, ઉપર રહેલા ઊંચા દંડવાળા છત્રથી શોભિત, બે પડખે ઢળતા ચામરયુક્ત, ભૂમિ પર વેરેલાં પુષ્પોના ઢગલાની સુગંધથી સુગંધમય બનેલા દિશાવલથી યુક્ત, જ્યાં દેવ અને મનુષ્ય જયારવ કરી રહેલા છે, એવા સમવસરણમાં ભગવંત બિરાજમાન થયા. તે સમયે યાદવનરેન્દ્ર-ચંદ્ર જનાર્દન સમગ્ર અંતઃપુર અને યાદવે સાથે ભગવંતને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણ કરીને પ્રણામ કરીને બહુ દૂર નહિ એવા સ્થાને બેઠા. ત્યાર પછી ભગવંતે મેઘધ્વનિ સરખી વાણીએ ધર્મદેશના શરૂ કરી કે “સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્ર એ મેક્ષનાં કારણ છે. યથાવસ્થિત તત્વભૂત પદાર્થોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન તેના બે ભેદ છે, તે આ પ્રમાણે–સ્વાભાવિક અને આગમશાસ્ત્રના બોધ દ્વારા. જીવાદિક સાત પદાર્થો તે તત્ત્વ છે. તે તોનું જ્ઞાન નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર નિક્ષેપ તથા નય અને પ્રમાણુવાદ દ્વારા થાય છે. અર્થ–પદાર્થજીવ વગેરે સમજવા. ચેતના-સંજ્ઞા-વિજ્ઞાનમતિ–ધારણ વગેરેથી ઓળખી શકાય તે, સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ-દ્વેષવાળો, હિંસા, જૂઠ, પરધન-ગ્રહણ, રમણીઓના પ્રસંગમાં આવવું, પરિગ્રહ યુકત, કોધ, માન, માયા અને લેભને આધીન થયેલે, મન વચન અને કાયાના વેગથી સાવદ્ય વેગમાં જોડાયેલે, મિથ્યાદર્શન મેહનીયાદિક વડે ઈન્દ્રિયને નિગ્રહ ન કરનાર આત્મા આઠે પ્રકારનાં કર્મોને બંધ કરે છે. કર્માધીન થયેલે જીવ નારક અને તિર્યંચની દુર્ગતિમાં રખડ્યા કરે છે. મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું મળવા છતાં પણ આર્ય દેશ આદિ સામગ્રી સાથે સમ્યકત્વ મળવું દુર્લભ છે. તેવા પ્રકારના કર્મ–પરિણામથી સમ્યકત્વ મેળવીને કુલકર્મ પુણ્ય-ધર્મકાર્યમાં સર્વ પ્રકારને ઉદ્યમ કર જોઈએ. તેમ કરતા જીવને નકકી સંસારને અંત થાય છે. આ ધર્મ દેશના સાંભળીને પર્ષદામાં ઘણું જીને કર્મરાશિ પીગળી ગયા. કેટલાકએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, કેટલાકે એ દીક્ષા અંગીકાર કરી, બીજાઓએ સુશ્રાવકપણું સ્વીકાર્યું. ધર્મ દેશના પૂર્ણ થયા પછી આવેલી પર્ષદા ચાલી ગયા પછી અત્યંત દુશ્મચર તપશ્ચરણ કરીને સૂકાવેલી કાયાવાળા જનાર્દનના છએ ભાઈઓ ભિક્ષા–કાળ થયે એટલે જેડલે–જેડલે ભિક્ષા લેવા નિમિત્તે દ્વારકા નગરીમાં ગયા. ધુંસરા–પ્રમાણ દષ્ટિથી ભૂમિતલનું અવલોકન કરતા, ઈર્યાસમિતિ શોધતા–જીવોનું રક્ષણ કરતા, ગેચરીના કેમે વિચરતા વિચરતા પિતાના પ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy