SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંત (ગિરનાર) પર ધર્મતીર્થ'ની સ્થાપના ૨૫૭ ઊંચા શિખરાવાળા, ઇચ્છિત સુખ મેળવી આપનાર એવા મંદર-પર્યંતને! ત્યાગ કરીને ક્રીડા કરવા માટે દેવ-સમૂહ। જ્યાં આવતા હતા, જ્યાં અત્યારે પણ સર્વકાળ ફળ આપનાર ફળદ્રુપ વૃક્ષાની શ્રેણી નીચે બેઠેલ મનેાહર અગવાળી સંતુષ્ટ અંગના યુક્ત ગુફાના મધ્યભાગ દેવસભાના સૌન્દર્યાંથી વિશેષ સુંદર જણાય છે. ત્યાર પછી અત્યંત કોમળ ડોલતા પત્રવાળા સુંદર લતાગૃહાથી મનેાહર ‘ઉજ્જયંત’ પર્વત પર આરોહણ કરીને અતિ દુર્ ધ્યાન કરવારૂપ અગ્નિ વડે બાળી નાખેલા સમગ્ર કરૂપ ઇંધન-સમૂહવાળા ભગવતે અહીં જ ઉગ્ર તપવિશેષથી શૈષવાએલ કાયાવાળા તપસ્વીઓને પણ અતિદુર્લભ કેવલજ્ઞાન આસે। મહિનાની અમાવાસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં ઉત્પન્ન કર્યું. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સિંહાસન ચલાયમાન થવાના કારણે સમગ્ર દેવેન્દ્રવૃંદે ભકિત-બહુમાન–પૂર્ણ માનસથી પ્રભુના કેવલજ્ઞાન-મહાત્સવ કર્યાં. હર્ષોંના કારણે ઉલ્લાસત રામવાળા અલરામ અને દામેાદર પ્રમુખ યાદવ રાજાએ પણ આવી પહેાંચ્યા. હસ્તકમળની અંજલિ કરવા પૂર્ણાંક પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે · ૯ ઉત્પન્ન થયેલ દુલ ભ કૈવલજ્ઞાનથી જેણે ત્રણે લેાક દેખ્યા છે, ભવ્ય જીવાના મેાક્ષના કારણ માટે જેણે ધમ ની પ્રથમ ધુરા વહન કરી છે, એવા હે ભગવંત ! તમા જય પામે ઉત્પન્ન થયેલ ત્રિભુવનરૂપ મંદિરના સમર્થ અત્યંત દૃઢ આધારભૂત એવા સ્તંભ–સમાન ! ભવરૂપ ગહન વનને નાશ કરવામાં પ્રચંડ દાવાગ્નિ–સમાન ! હે ભગવંત! ભારી કરૂપ મહાવૃક્ષના ઉત્પન્ન થવાના કારણભૂત અક્રૂરને મૂળમાંથી ઉખેડી નાખવા માટે એરાવણુ હસ્તિ-સમાન ! મહામિથ્યાત્વરૂપ ગાઢ અ ંધકારને દૂર કરવા માટે ઉત્પન્ન થયેલા પ્રાતઃકાળ સમાન–હૈ જિનેશ્વર ! સાંસાર– કૃપમાં પતન થવાના ભયથી ભરપૂર એવા ભવ્ય-સમૂહને હસ્તાવલંબન સરખા હૈ જિનેશ્વર! તમે ભવ્ય જીવેાના ઉદ્ધાર કરા.’ –આ પ્રમાણે સુરેન્દ્ર-નરેન્દ્રાદિકાથી વ ંદિત ભગવંત તીર્થં પ્રવર્તાવીને, જીવાર્દિક પદાર્થને વિસ્તાર કરવા સ્વરૂપ ધર્મની પ્રશંસા કરીને, સૂર્યની જેમ સ્કુરાયમાન કરણાનુકારી વાણીના વિસ્તારપૂર્વક ભવ્ય જીવરૂપી કમલવનને પ્રતિબધ કરતા, ઉન્માગ પામેલા મૂઢજનને માર્ગોમાં સ્થાપન કરતા, રાજલક્ષ્મી પ્રાપ્ત થવાના કારણે મવિઠ્ઠલ થયેલા નરેન્દ્ર-સમૂહને પરમા સ્વરૂપ ધર્મોપદેશ આપીને મદરહિત કરતા, પોતાના દેહ દશનથી સમગ્ર લોકોનાં મનને આનંદ ઉત્પન્ન કરતા, કુશા, આનત, કલિંગ વગેરે દેશામાં વિચરીને, ભવ્લિપુરમાં સુલસાના ઘરે વૃદ્ધિ પામેલા-ઉછરેલા કૃષ્ણના છ અને દીક્ષા આપીને અનેક શ્રમણ-ગણથી પરિવરેલા, સુશ્રાવકો વડે અનુસરાતા માવાળા ભગવત ‘દ્વારવતી ' નગરીમાં પધાર્યા. ત્યાં બહુ દૂર નહિ એવા ભૂમિપ્રદેશમાં ચારે નિકાયના દેવાએ સમવસરણની રચના કરી. તે કેવું ? સમવસરણ સમુદ્રથી વીંટાયેલ, જ શ્રૃદ્વીપની જેમ શ્રેષ્ઠ પ્રાકારથી યુક્ત, દેવનગરની જેમ સુંદરીવગથી વ્યાકુલ, અત્યંત પ્રસન્ન પુરુષની ચેષ્ટાની જેમ અશોકવૃક્ષ યુક્ત, અત્યંત વિકસિત પુષ્પાવાળા નંદનવનની જેમ વેરેલા પુષ્પાના સમૂહ સરખા વિવિધ મણિકિરણ- જાલ-સમૂહ વડે શેશભાયમાન એવું સમવસરણ બનાવ્યું. વળી કેવું ? વેગથી સમીપમાં આવતા દેવસમૂહેાના પરસ્પર અથડાવાના કારણે નિ યપણે કડાં અને કેયૂરના અગ્રભાગમાં જડેલા ખીચાખીચ મણિના ઉછળતા ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy