SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Awwwwwwww ૨૪૪ પન્ન મહાપુરુષોનાં ચરિત મંડલને આનંદિત કર્યા છે એવા મેઘ સરખા શબ્દ કરતા રથના સમૂહે સજજ કરવામાં આવ્યા. કુટિલ ગતિવાળા માર્ગ રક્તા વેગથી ગતિ કરનારા ઉન્માર્ગે જતા સમુદ્રજળની જેમ પાયદળ -સેનાઓ બહાર નીકળતી હતી. આ પ્રમાણે નિરંતર વૃદ્ધિ પામતી સેનાએ બહારના નિવાસ. સ્થાનમાં પડાવ નાખ્યા. રાજાએ મોકલેલા લેખવાહકો દ્વારા બોલાવાયેલા અને અનુરાગવાલા સામંતસમૂહ ભેગા થતાં દિવસ પૂર્ણ થયે, ત્યારે સ્તુતિપાઠક બોલવા લાગે કે “સંપૂર્ણ મંડલવાળો સૂર્ય અસ્તાચલ પર આથમી ગયે. જ્યારે હે રાજન ! તમારા ખડમાં શરીરના સમૂહો અસ્ત પામ્યા. (શબ્દલેષ હોવાથી સૂર એટલે સૂર્ય અને શૂરવીર એ અર્થ કરે ) ત્યાર પછી તે સાંભળીને સમગ્ર સેવકવર્ગને વિસર્જન કરીને રાજા રતિગૃહમાં ગયા. ત્યાં સંધ્યાનાં આવશ્યક કાર્યો કરીને ઉત્તમ પલંગ પર બેઠા અને યુદ્ધ-પ્રયાણ વિષયક કથાલાપ કરવામાં કેટલાક સમય વીતાવીને નજીકમાં બેઠેલ એક કળાકારે બજાવેલ વીણાના મધુર અને મનહર આલાપવાળા વાજિંત્ર સાથે એક સુરથી મળેલા સુંદર સંગીતના કારણે સુખથી આવેલી નિદ્રાના વિનેદનો અનુભવ કરવા લાગ્યા. આ સમયે સુભટવર્ગની પ્રવૃત્તિઓ કેવી કેવી હતી, તે જણાવે છે પિતાના સ્વામીના દાન-સન્માનના અણુથી મુક્ત થવાની અભિલાષાવાળે કઈ સુભટ પ્રિયાએ હથેલીમાં અર્પણ કરેલ મદિરાનું પણ પાન કરતો નથી. યુદ્ધભૂમિમાં શત્રુ-પ્રહારની સંક્રાન્તિ ન થાઓ, તે કારણે કેઈક સુભટ કસ્તુરી—ચંદનનું વિલેપન શરીર પર કરવા ઈચ્છત નથી. વળી બીજે કઈ સુભટ ખૂબ ઘસીને ચમકદાર બનાવેલ વિશાલ ધારદાર ભયંકર ખલતાને ઉતાવળથી સુગંધી પુષ્પની માળાથી ભૂષિત બનાવે છે. વળી કોઈક સુભટ વિશાળ પુષ્ટ ગોળાકાર ઊંચા સ્તનયુગલવાળી પ્રિયાની જેમ નિદ્રાની અભિલાષા કરતું નથી. કેઈક સુભટ ગુણ-પ્રત્યંચાયુક્ત ઉત્તમવાંસથી બનાવેલ, વળી શકે તેમ હોવાથી કઠોરતા રહિત ધનુષને પિતાની પત્નીની જેમ સંભાળ કરે છે. (પત્નીપક્ષમાં ગુણેને ધારણ કરનાર, ઉત્તમ વંશમાં જન્મેલી, વિનયવાળી હોવાથી અક્કડતા રહિત,) અતિપાદાર સારા લેહથી બનાવેલ, બીજાનું ખંડન કરવાના એક લક્ષ્યવાળા સ્વભાવથી કુટિલ એવા કેગિ શસ્ત્રનું સેવન વેશ્યાની જેમ કેઈ સુભટ કરે છે. વેશ્યાપક્ષે સારા પાધરવાળી, અતિલોભી, બીજાને લુંટવાના એકલક્ષ્યવાળી,) સ્વાભાવિક કુટિલ (શબ્દ અને અર્થે શ્લેષવાળ સમાન શબ્દવાળાં વિશેષ ઉપમા-ઉપમેયમાં યોગ્ય રીતે લગાડવાં) ધનુષની દોરીથી બહાર નીકળેલ લેહમય શત્રુના મર્મસ્થાન ભેદવા સમર્થ એવા બાણને દુર્જનની જેમ ફલા લેવા કેઈ પૂજે છે. દુર્જન પક્ષે-ગુણ વગરને, રુધિરમાં પ્રવેશ કરનાર, બીજાની ગુપ્ત વાતો પ્રગટ કરનાર એવા દુર્જનને પણ સ્વાર્થ સાધવા પક્ષમાં લેવા માટે સન્માન પડે છે. (બાણને અગ્રભાગ ફલ કહેવાય છે.) આ પ્રમાણે પિતાનાં મંદિરમાં વિવિધ વ્યાપારવાળા સુભટો વર્તતા હતા, ત્યારે પ્રભાતસમય સૂચવનાર કૂકડાએ “કુ કુ” –એમ કૂજન કર્યું. ત્યાર પછી રાજ્યાંગણમાં મંગલપાઠકે સંભળાવ્યું કે-શિથિલ થયેલ અંધકારરૂપ કેશવાળી, બીડાયેલ અરુણુવર્ણવાળા નક્ષત્રો રૂપ નેત્ર-તારકવાળી, ચંદ્રપતિના ઉપગની સૂચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy