SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનીતિની મંત્રણા ૨૪૩ ન્યાય-નિપુણ એવા ખીજાએ પણ એ વાતમાં ટેકા આપતાં જણાવ્યું કે, “ખળવાન શત્રુથી ઘેરાયેલાએ વિદેશ–ગમન, અગર તેની પાછળ જવું-તેના મળતીયા મની જવું——તેના શરણે જવુ. એ બીજી હકીકત તેા અત્ય'ત પરાક્રમી સુભટાવાળા, પેાતાના ખલના પ્રભાવથી ખીજા રાજાઓની અવજ્ઞા કરનારા ખલરામ અને કેશવ સરખા મહાપરાક્રમી સુભટા સ્વાધીન હેાવાથી શરણ લેવાની વાત તે બિલકુલ રહેતી જ નથી. તેથી અમારા પણ મત એવા જ પ્રકારના છે. શત્રુ વડે ઘેરાએલા થાય, ત્યારે પેાતાનું સુખ ન જોવુ જોઈએ, પણ યુદ્ધ કરવું જોઈએ-આ જ સ્પષ્ટ આરભ છે.” ત્યાર પછી આ સાંભળીને તરત · અહુ સારું બહુ સારું' એમ કહીને સમગ્ર સામતવગે અભિનદન આપીને ભાજરાજાનુ વચન કહ્યું કે, ‘અહા ! નીતિનુ કુશલપણું, અહા ! ખેલવાની છટા, અહા ! શાસ્ત્રના અર્થનું અવગાહન, અહા ! વીરયેાગ્ય ગૌરવપણું, અમારે પણ એ જ અભિપ્રાય છે” એમ કહીને સમુદ્રવિજય રાજાની તરફ નજર કરી. પ્રભુએ પણ વચનને બહુમાન્ય કરીને કહ્યું કે, ‘મેં પણ મારા હૃદયમાં આ જ મંત્રણા કરી હતી. અભિમાની શત્રુ પ્રત્યે શાંતિ દાખવવી-તે ભીરુપણામાં ખપે છે. જેમ વેગવાળા તાવ આવે, તે સમયે ઠંડું શાંતિનું ઔષધ કરવામાં આવે, તે તરુણ તાવના વિશેષ પ્રકાપ થાય છે. તે “કુટિલ વહેંચનાથી સુભટોના અભિમાનના મહિમાના નાશ કરનાર ભેદનીતિ સજ્જનપુરુષાની વચ્ચે લઘુતા કરાવનાર ચાડીયાપણાના ફળવાળી થાય છે. તેમ જ તેને દાન આપવાથી માનીના માનની મલિનતા થાય છે. કારણ કે, એસરી ગયેલા માનને સૂચવનાર નમ્રતા તૃણુ સમાન ગણાય છે. માટે તેના અભિમાનના નાશ કરવા માટે ઈંડના પ્રયાગ કરવા ઉચિત છે. તે પણ તેની સામે યુદ્ધ-પ્રયાણ કરીને, નહીં કે કિલ્લાના આશ્રય કરીને, કારણ કે, કિલ્લાના આશ્રય કરવાથી ડરપેાકતા પ્રગટ થાય છે અને ભૂમિભાગ હારેલા ગણાય છે. તેની સામે યુદ્ધ પ્રયાણ કરવામાં તે તેના મનમાં ચમત્કાર થાય છે અને સ્વદેશનુ ચારેખાજુથી રક્ષણ થાય છે. તે કારણે લેાકા આપણને સહાય કરનારા પણ થાય છે. તેથી આ યુક્તિના વિચારથી દંડનીતિ મને માન્ય છે.” –એમ કહીને યથાયેાગ્ય સન્માન કરવા પૂર્વક સમગ્ર સામતાને વિદાય આપીને રાજા અંતઃપુરમાં ગયા. ત્યાં મનેાહર વિલાસિની સ્ત્રીએએ રાજાના શરીરનું એવી રીતે મર્દન કર્યું, જેથી ક્ષણ• વારમાં નિદ્રા આવી ગઈ. પ્રભાત થતાં રાજા જાગૃત થયા. તે સમયે સ્તુતિપાઠકે સંભળાવ્યું કે– કઠોર કિરણસમૂહના પ્રહારથી અ ંધકાર દૂર કરનાર સૂર્યના પ્રતાપની જેમ શત્રુમંડલને દૂર કરીને હે પ્રભુ ! આપના પ્રતાપ સર્વ લેાકો પર વતી રહેલેા છે. આમ અન્યાક્તિથી સૂર્યૉંદય જણાવ્યે.. એ સાંભળી રાજાએ સ્નાન-ભાજન કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા શુભ દિવસે અને મુહૂત સમયે સેવકોએ હાથ ઠોકી વગાડેલી રણભેરીના શબ્દથી રાજાએ, બલરામે અને દામેદરે યુદ્ધ માટે મંગલ પ્રયાણ કર્યું. કેવી રીતે ? ગંડસ્થલમાંથી પડતા ઘણા મદજળથી પૃથ્વીતલને આ કરનાર મેઘમાલા સરખી શ્યામ ગજેન્દ્રમંડળીએ બહાર નીકળતી હતી. ચચળતાથી વક્રપણે ઘૂમતા. ફર ફર શબ્દ થાય તેવા આઇયુગલમાં ચાકડાની શાભાવાળા ચપળ અભ્યસમૂહને બહાર કાઢવામાં આવતા હતા. જેમણે મયૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy