SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશની ઉત્પત્તિ ૨૩૭ માંસ-લેહીવાળે, વસ્ત્ર વગરને જૂના ચીંથરાથી લપેટેલા શરીરવાળે ખપરમાં ભિક્ષા માગત, દીનવદનવાળે, દેખીને વૈરીને પણ દયા આવે તેવ, ભૂખ-તરશની વેદનાથી દુર્બલ શરીરવાળે માર્ગમાં રખડતે દેખે. તેવા પ્રકારની દયામણ સ્થિતિવાળા વીરકને દેખીને રાજાએ કહ્યું કે –“હે પ્રિયે! આને તું ઓળખે છે ? પ્રભાવતીએ પ્રત્યુત્તર આપ્યું કે, કેમ ન ઓળખું છું, મારા કારણે જ આની આ અવસ્થા થઈ છે. ત્યારે મહાસંવેગથી ઉદ્વેગ પામેલા રાજાએ કહ્યું – “હે સુંદરી ! રાગથી મહિત મનવાળા થઈને મેં આ અકાર્ય કર્યું. નિર્મલયશવાળ નિષ્કલંક કુળમાં મેં મેંશને કૂચડે ફેરવ્યું. અલ્પ જીવિત, ચપળ યૌવન, વિષમ કર્મ પરિણતિ મહાનરકમાં ઘેર નરકની વેદનાઓ સંભળાય છે. આપણે આ પાપ જે આચર્યું અને પાપકર્મ એકઠું કર્યું, તેને નિસ્તાર હવે રીતે થશે ? હે સુંદર દેહવાળી ! આ ચિંતાથી મારે આત્મા શેકાઈ રહેલો છે.” આ સાંભળીને પ્રભાવતીએ કહ્યું કે-“હે આર્યપુત્ર! એમ જ છે, આપણે ઘણું જ અસુંદર આચરણ આચર્યું. આ પ્રમાણે મહાસંવેગ પામેલા બંને જણું ઉપર વિજળી પડવાથી બંને મૃત્યુ પામ્યા. અને હરિવર્ષ ક્ષેત્રમાં વિગ વગરના યુગલિકપણે ઉત્પન્ન થયા. પ્રભાવતીને મૂળપતિ બિચારે તેઓને પંચત્વ પામેલા જાણીને, નિરાશ થઈને ઈચ્છારહિત બે ત્રણ ચાર ઉપવાસ આદિ તપ–વિશેષથી શરીર દુર્બલ કરીને, આયુષ્ય પૂર્ણ કરીને, શરીરને ત્યાગ કરીને બાલતપના પ્રભાવથી વાનવ્યંતર દેવપણે થયે. તે દેખીને પોતાનું દિવ્યરૂપ વિચાર્યું કે-જન્માંતરમાં મેં શું કુશલ અનુષ્ઠાન કર્યું, જેથી આવી દિવ્યસંપત્તિ મને મળી? અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને વિચારતાં પિતાને પૂર્વભવ જાણ્યા. તેઓ બંનેને ભેગભૂમિમાં ઉત્પન્ન થયેલા જાણ્યા. પૂર્વભવનું સ્વરૂપ જાણીને તેને કેપવેગ ઉછળે. તેના પર અપકાર કરવા સમર્થ એવા હૃદયમાં તેણે ચિતવ્યું કે મર્યાદા વગરના અનાર્ય આચરણ કરનારા આ દુષ્ટ યુગલને શું હું ચીસ પાડતા તેમને ચરી નાખું? કે નિષ્ફર કરયંત્રમાં પીલી નાખું ? ભોગ ભોગવવા માટે આ ભેગભૂમિમાં આ બંને ઉત્પન્ન થયા છે. ગતભવમાં મારા ઉપર અપકાર કરીને ફરી પણ ભેગો ભેગવી રહેલા છે, માટે આમને ભોગથી નિષ્ફલ કરું. એમનું આયુષ્ય અપરાવર્તનીય છે અને ભોગભૂમિમાં સુખના ભાજન થયા છે. તો કંઈક એવું હું કરું, જેથી તેઓને દુઃખ-પરંપરા વધે. સિંહથી પીડા પામતે બલવગરને મૃગલે બિચારે સિંહને શું કરી શકે ? સત્વ વગરને હોય, તે સર્વને મહાપરાભવ સહન કરે છે. પરંતુ જે શક્તિવાળો હોય અને સદા તેવા શક્તિવાળાથી પરિવરેલા હોય, તે કેઈને પરાભવ કેવી રીતે સહન કરે ? તેજ બળાત્કારે પણ અંધકારને નાશ કરે તેમ બલવાળે બીજાને પરાભવ બલાત્કારે પણ હણી નાખે. વિનાશ પામેલા મસ્તકવાળા ઊંચા તાલવૃક્ષો દુષ્ટ પક્ષીઓને પરાભવ સહન કરે, તેથી લોકમાં શું તે ગૌરવ પામે ખરા ? આ ભેગભૂમિમાં તે ભેગને ભાજન ભલે થાય, કારણ કે તેનું આયુષ્ય ચલાયમાન થાય તેવું નથી, તે હવે તેવા પ્રકારના ભેગ ભેગવે, જેથી દુઃખ-પરંપરા પામ્યા કરે. અવધિથી એમ જાણીને કે–ચંપામાં ઓચિંતો રાજા મૃત્યુ પામ્યો છે, તે વૃક્ષસહિત આ યુગલને લઈને ત્યાં આવી પહોંચ્યું અને વિચાર્યું કે આ રાજા થશે તો તે અવશ્ય ભેગ ભેગવનારા થશે તે મારું દેવપણું નિરર્થક ગણાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy