SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત જે કે સ્ત્રીઓ સ્વભાવથી કુટિલ, ચંચલચિત્તવાળી, દુરાગ્રહ સ્વભાવવાળી હોય છે તે પણ આ પૃથ્વીલમાં મહિલારન સુખનું નિધાન હોય છે. સર્વાંગસુંદર દેહવાળી આ જે મને પ્રાપ્ત ન થાય તે, આ રાજ્યથી શું ? મને મારા જન્મનું પણ પ્રયેાજન નથી. તે જ જન્મ ઉત્તમ છે, જે મનુષ્યપણામાં પ્રાપ્ત થાય છે, તે મનુષ્ય-જન્મ સફલ છે. જ્યાં વૈભવ હોય છે, તે વૈભવ સફલતા પામે છે, જ્યાં પ્રિય હોય છે. પ્રિય વળી તે જ કે જેની સાથે પ્રીતિ થાય છે. તે આ મારી પ્રેમપાત્ર પત્ની થાય અને તેને હું વલ્લભ થાઉં, તે મળેલું રાજ્ય, મનુષ્ય-જન્મ, યૌવન અને સર્વ કૃતાર્થ થાય. આ પ્રમાણે ઘણા વિકલ્પ કર્યો. અને વિસ્મય તથા પ્રફુલ્લ નેત્રવાળા રાજાએ તેના તરફ અવલોકન કર્યું. તે પ્રભાવતીએ પણ અતિનેહ સૂચવનારી નજરથી દીર્ઘકાળ સુધી રાજા તરફ એક ધ્યાનથી જોયા કર્યું. તેણીએ તૃષ્ણ-પૂર્વક નેહસુખના રસમિશ્રિત દષ્ટિથી તેવી રીતે રાજાને જે, જેથી ધૂર્તાએ પ્રથમ દર્શનમાં જ પિતાને આત્મા તેને સમર્પણ કર્યો. ત્યાર પછી “આ મને ઈચ્છે છે ”—એમ માનીને રાજાએ કંઈક કૃત્રિમ અપરાધ ઊભું કરીને વીરક નામવાળા મહાસામંતનાં ગામે પડાવી લીધાં. પ્રભાવતીને પોતાના અંતઃપુરમાં નાખી. પછી રાજા પોતાની નગરીમાં ગયો. તેની સાથે કાલોચિત ભોગો ભોગવતે હતે. કુલ-શીલ-મર્યાદાને ત્યાગ કરીને રાજ્યકાર્ય પણ સર્વથા છેડીને મૂઢમતિવાળે રાજા નિરંતર તેની સાથે ક્રીડા કરતો હતો. તે પણ રાજાના સમાગમથી વિશેષ સુખ મળવાના પરિતોષથી રતિસાગરમાં ડૂબીને એવા વિલાસો કરવા લાગી કે પૂર્વ પતિ પણ પછી યાદ આવતું નથી. આ બાજુ વીરક સામંત રાજા પ્રભાવતીને વૃત્તાન્ત જાણીને મોહજાળમાં ફસાઈ ગયે, શું કરવું ? તેમાં મૂઢ બની ગયે. તેને આ સર્વ જગત શૂન્ય ભાસવા લાગ્યું. પ્રિયા-વિરહની વેદનાથી ખૂબ લેવા, અજ્ઞાન–અંધકાર-પિશાચિકાએ તેને ઘેરી લીધે, અરતિ ઉત્પન્ન થઈ, ઉગ તળે દબાઈ ગયે, શેકથી તે આલિંગન કરાયે, વિચિત્ર વ્યાકુળતાને વશ થયે. વિવેક નાશ પામેલે હોવાથી કાર્યાકાર્યના ભાન વગરને તે જ પ્રભાવતીને ચિંતવતે, બેલાવતે, સંકલ્પ–ઉલ્ટેક્ષાથી તેના રૂપને લાવતો અને તેની સાથે વાતચીત કરતે, એમ દરજ વૃદ્ધિ પામેલા મહાવેગવાળે શૂન્યચિત્તવાળે મહાગ્રહથી ઉન્મત્ત માફક ચેષ્ટા કરવા લાગ્યા. કેઈક વખત રુદન કરતો, કેઈક વખત એકલે હસે, કોઈક વખત ગાયન કરે, કેઈક વખત લજજા છેડીને નૃત્ય કરતે, પહેરેલા વસ્ત્રને ત્યાગ કરતો હતો. હર્ષ શૂન્ય હાસ્ય કરે, સરખા તાલ આપીને બાળકો સાથે નૃત્ય કરતો. લક્ષ્ય કર્યા વગર ફાવે તે તરફ જાય, દુઃખવાળું ફેગટ રુદન કરે, જેના તેના વડે ભોજન કરાવાતે, હાથનું ઓશીકું કરીને ભૂમિ ઉપર સૂતો, કોઈ વખત ઉત્તમ મુનિ માફક સ્થાન આદિની મમતા–વગરને સંગ વગરને, ગમે ત્યાં ભટક્ત હતે. તે જે જે કંઈ દેખે, તેને તેને હે પ્રિયતમા ! હે પ્રિયતમા ! કહીને બોલાવતો હતો. વિવેકશૂન્ય પરાધીન માફક સજીવ કે નિર્જીવ વસ્તુમાં પણ પ્રિયતમાની શંકા કરતો હતો. આ પ્રમાણે કેટલું કહેવું? જેટલા દુઃસહ હેતુઓ કહેલા છે, તે મનુષ્યને રમણીના સંગથી થવાવાળા છે, તેમાં સંદેહ ન કરે. આવી રીતે તે બિચારો દૈવેગે ભમતે ભમતે ત્યાં ગયે કે જ્યાં પ્રભાવતીના સમાગમવાળે સુમુખ રહેલો હતો. ત્યારે ગવાક્ષમાં રહેલા તે બંને જણાએ ધૂળ લાગેલ શરી. રવાળાને, છટ્ઠ-અઠ્ઠમચાર-પાંચ-છ ઉપવાસ આદિ અનિચ્છાથી કરેલા તપ-ચરણ વડે શેષાયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy