SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પાછા આવીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. પોતપોતાના પુત્રોને રાજ્યધુરા અર્પણ કરીને અભિનંદન, જગનંદન પાસે વિધિપૂર્વક પાદપપગમન અનશન કરીને, કાલ કરીને પ્રાણુતક૯૫માં વીશ સાગરેપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અપરિમિત રતિસાગર-સુખનો અનુભવ કરીને સર્વાયુ પૂર્ણ કરીને જંબૂઢીપ નામના આ જ દ્વીપમાં પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં સીતા મહાનદીના જમણું કિનારે સુભગા નગરીમાં સ્વિમિતસાગર રાજાની વસુંધરી અને અનંગસુંદરી નામની બે મહાદેવીઓની કુક્ષિમાં કુમારપણે ઉત્પન્ન થયા. અમિતતેજનું “અપરાજિત અને શ્રીવિજ્યનું “અનંતવીર્ય” નામ પાડ્યું. ત્યાં પણ દમિતારિ નામના પ્રતિશત્રુ વિદ્યાધરને મારી નાખીને અનુક્રમે બલદેવ અને વાસુદેવપણું પામ્યા. તેમના પિતા પ્રવજ્યા ગ્રહણ કરીને મૃત્યુ પામીને અસુરકુમારમાં અમર નામના દેવપણે ઉત્પન્ન થયા. અનંતવીર્ય વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને નારકીનું આયુષ્ય બાંધીને કાલે પામીને પ્રથમ નારકીમાં બેંતાલીશ હજાર વર્ષના આયુષ્યવાળે નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાં મહાતીવ્ર વેદનાઓ ભેગવત હતે. પુત્રરનેહથી ચમરાસુર ત્યાં જઈને તેની વેદનાની શાંતિના ઉપાય કરે છે. સંવેગ પામેલે તે સમ્યક પ્રકારે વેદનાઓ સહન કરે છે. ભાઈને વિયેગના દુઃખથી શેક પામેલા, અપરાજિત બલદેવે પિતાના પુત્રને ગાદીએ બેસાડીને જ્યધર ગણધરની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રવજ્યા-વિધાનથી અનશનપૂર્વક આરાધના કરીને તે આયુષ્ય પૂર્ણ કરીને અશ્રુતક૫માં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. . તતવીર્ય વાસુદેવની જ એટલે દીક્ષા લઈ ને આ વ્યાંથી આ બાજુ અનંતવીર્ય વાસુદેવને જીવ નરકમાંથી નીકળીને વૈતાઢ્ય પર્વતમાં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો. ત્યાં અયુત સુરેન્દ્ર પ્રતિબોધ પમાડ્યો એટલે દીક્ષા લઈને અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. અપરાજિત બલદેવને જીવ અય્યતેન્દ્રનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી ચવીને જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં પૂર્વ વિદેહમાં સીતામહાનદીના જમણું કિનારે મંગલાવતી નામના વિજયમાં “રત્નસંચય” નામની નગરીમાં ક્ષેમંકર નામના રાજાની રત્નમાલા નામની ભાર્યાને વિષે ‘વજયુધ” નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયે. આ બાજુ શ્રીવિજયને જીવ દેવાયુષ્ય પૂર્ણ કરીને તેના જ પુત્રપણે ઉત્પન્ન થયા. “સહસ્ત્રાયુધ” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે જલક્રીડા-સુખ અનુભવતા વાયુધને બલદેવકાળને વૈરી પ્રતિવાસુદેવ દમિતારિ સંસારમાં કેટલેક કાળ ભ્રમણ કરીને ફરી પણ વિદ્યુદંષ્ટ્ર નામના વિદ્યાધરપણે ઉત્પન્ન થયે. તેણે તેના ઉપર મોટા પર્વત ફેકયો. નાગપાશથી પગે બાંધ્યું. વિદ્યાધરે વ્યાકુળ થયા વગર મુષ્ટિપ્રહારથી પર્વતને દૂર ફેંકો અને નાગપાશને પણ પગથી તોડી નાખે. ત્યાર પછી અચ્યતેન્દ્ર “તીર્થકર થશે.”—એમ તીર્થકરની ભક્તિથી સ્તુતિ અને પ્રશંસા કરી. વળી બીજા કેઈસમયે પૌષધશાળામાં રહેલા હતા, ત્યારે પણ તે જ પ્રમાણે દેવેન્દ્ર પ્રશંસા કરી કે-“આ વિશ્વયુધ કુમારને ઈન્દ્ર પણ ધર્મથી ચલાયમાન કરી શકે નહિ. તે સમયે ઈન્દ્રના વચનમાં અશ્રદ્ધા કરતે એક દેવ ત્યાં આવ્યો. આવીને એક કબૂતરની વિકુર્વણુ કરી. યબ્રાન્ત થયેલ કબૂતર વાયુધ પાસે આવી છુપાઈ ગયે, અને મનુષ્યભાષામાં કહેવા લાગ્યો કેતમારા શરણે આવેલું છું.” વજાયુધે શરણ આપ્યું, એટલે તેની નજીકમાં બેડું. તરત જ તેની પાછળ બાજપક્ષી આવ્યો, આવીને તેણે કહ્યું કે-“મહાસત્ત્વવાળા ! સુધાથી હું પરેશાન થઈ રહેલ છું. મહામુશ્કેલી એ મેં આ કબૂતર પ્રાપ્ત કર્યું છે, તેને છોડી દો, નહીંતર હું મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy